ભજન સમ્રાટ ફરી ચર્ચામાં, અનુપ જલોટાએ કરી લીધા ચોથા લગ્ન? આ તસવીરો વાયરલ થતાં લોકો વિચારમાં પડી ગયાં

ભજન સમ્રાટ ફરી ચર્ચામાં, અનુપ જલોટાએ કરી લીધા ચોથા લગ્ન? આ તસવીરો વાયરલ થતાં લોકો વિચારમાં પડી ગયાં

બિગ બોસ-12માં એક ખુબ વાહિયાત વાત સામે આવી હતી કે અનુપ જલોટા અને જસલીન બન્ને એકબીજાના પ્રેમમા ગળાડૂબ છે. જો કે બન્ને આ વાતનો ઘણી વખત પુરાવો પણ આપ્યો હતો. આ એક કેસ નથી, ભજન સમ્રાટ અનુપ જલોટા છેલ્લા ઘણા સમયથી ભજન સિવાય પણ લાઇમલાઇટમાં છે. 67ની ઉંમરમાં તેમણે એવુ કંઇક કર્યુ છે કે જેનાથી તે ફરી એક વાર ચર્ચાનો મુદ્દો બન્યા છે. સોશિયલ મિડીયા પર આવેલી તેમની તસવીરોએ લોકોને શોક કરી દીધા છે.

અનુપ જલોટા ખૂબ ખુશ દેખાઇ રહ્યાં છે

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu ਜਸਲੀਨ ਮਠਾੜੂ (@jasleenmatharu) on

સોશિયલ મીડિયા પર જે તસવીરો વાયરલ થઇ રહી છે તેમાં અનુપ વરરાજાના વેશમાં છે અને તેમની સાથે તેમની દુલ્હન જસલીન મથારૂ પણ છે. તેમની ચર્ચા થઇ રહી છે કે 67 વર્ષની ઉંમરમાં ફરી અનુપ જલોટા ઘોડે ચડ્યા કે શું? 67ની ઉંમરમાં વરરાજા બનીને અનુપ જલોટા ખૂબ ખુશ દેખાઇ રહ્યાં છે. શેરવાની સાથે સાફો પહેરેલા અનુપ અને મૉડલ જસલીન મથારૂ તેમની દુલ્હન બની છે. યુઝર્સ તેવા સવાલ કરી રહ્યાં છે કે શું તેમણે લગ્ન કરી લીધા છે? જસલીન મથારૂએ તેના ઇન્સ્ટા પર આ તસવીરોને શૅર કરી છે પરંતુ નોટિસ કરવાવાળી વાત તે છે તે તેણે આ તસવીરો સાથે કોઇ જ કેપ્શન નથી મુક્યું. તેણે માત્ર ફાયર વાળા બે ઇમોજી મુક્યા છે. ત્યારે હવે લોકોમા આ વાતને લઈ ચર્ચા થઈ રહી છે.

જસલીને ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu ਜਸਲੀਨ ਮਠਾੜੂ (@jasleenmatharu) on

કહેવામાં આવી રહ્યું છે કે, બંને એક ફિલ્મમાં સાથે નજરે પડવાના છે, જેનુ નામ છે વો મેરી સ્ટુડન્ટ હે. જસલીને ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે જેમાં તે અનુપ સાથે જોવા મળી રહી છે. તેને જસલીને રિ પોસ્ટ પણ કર્યો છે. અનુપ જલોટાએ ત્રણ લગ્ન કર્યા છે, પહેલી પત્નીનું નામ સોનાલી શેઠ છે, બીજી પત્ની બીના ભાટિયા અને ત્રીજી મેઘા ગુજરાલ છે. ત્રણેય સાથે તેમનો સંબંધ ન જામી શક્યો, બાદમાં તેમણે ઇઝરાયલી મોડલ રીના ગોલનને પણ ડેટ કરી હતી.

બિગબોસ સિઝન-12માં ખૂબ જોડી જામેલી

image source

હવે સોશિયલ મિડીયા પર આ તસવીર જોયા બાદ યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે, કેટલાક યુઝર્સ તો પુછી રહ્યાં છે કે આ ક્યારે થયું. તો ઘણા યુઝર્સ ફની કમેન્ટ્સ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ભજન સમ્રાટ અનુપ જલોટા અને જસલીન મથારૂની જોડી બિગબોસ સિઝન-12માં ખૂબ જામેલી હતી. તે સમયે બંનેની લવ લાઇફ ખૂબ જ ચર્ચામાં હતી. કપલને લઇને ઘણી બધી ખબરો સામે આવતી રહેતી હતી, જેથી લોકોને પણ બંને વચ્ચે શું સંબંધ છે તે જાણવામાં રસ પડ્યો હતો.

3 વખત પરણ્યો અનુપ જલોટા

image source

ઉલ્લેખનીય છે કે, અનુપ જલોટાએ ત્રણ લગ્ન કર્યા છે. પહેલી પત્નીનું નામ સોનાલી શેઠ છે. બીજી પત્ની બીના ભાટિયા અને ત્રીજી મેઘા ગુજરાલ છે. ત્રણેય સાથે તેમનો સંબંધ ન જામી શક્યો, બાદમાં તેમણે ઇઝરાયલી મોડલ રીના ગોલનને પણ ડેટ કરી હતી. જ્યારે અનુપ જલોટા અને જસલીન મથારૂના સંબંધો બિગ બૉસ સિઝન 12ને કારણે ચર્ચામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ