ભારતે કર્યું પહેલી સ્વદેશી એન્ટી રેડિએશન મિસાઈલનું સફળ પરીક્ષણ, અવાજ કરતાં ડબ્બલ ગતિથી લક્ષ્યાંકના બોલાવશે ભૂક્કા

ભારતે કર્યું પહેલી સ્વદેશી એન્ટી રેડિએશન મિસાઈલનું સફળ પરીક્ષણ, અવાજ કરતાં ડબ્બલ ગતિથી લક્ષ્યાંકના બોલાવશે ભૂક્કા

ભારત હવે એક પછી એક નવા શિખરો સર કરતું જઈ રહ્યું છે. સાથે જ તેમની ખ્યાતિ હવે વિશ્વ લેવલે થઈ રહી છે. હાલમાં જ રાફેલના કારણે ચારેકોર ભારતની બોલબાલા થઈ રહી હતી અને વખણાઈ રહ્યું હતું. સાથે જ દુશ્મન દેશ ફફડી રહ્યા હતા. ત્યારે ફરી એક વખત કંઈક આવું જ કૌવત ભારતે કરી બતાવ્યું છે. ભારતે શુક્રવારે પહેલી સ્વદેશી એન્ટી રેડિએશન મિસાઈલ રુદ્રમ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઓડિશાના બાલાસોર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)થી સવારે 10:30 વાગે સુખોઈ-30 ફાઈટર જેટ મારફતે છોડવામાં આવી હતી. આ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ઈન્ડિયન એરફોર્સ માટે તૈયાર કરવામાં આવી છે. તે આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. દુશ્મન દેશની રડાર તથા સર્વિલન્સ સિસ્ટમની નજરમાં પણ આવતી નથી. તે લક્ષ્યાંકને અવાજ કરતા બમણી ગતિએ નિશાન બનાવી શકે છે. આ મિસાઈલ એક સાથે અનેક વિશેષતા ધરાવે છે. તેના વિશે વિગતવાર વાત કરીએ તો…..

તે પ્રથમ સ્વદેશી મિસાઈલ છે, જે કોઈ પણ પ્રકારના સિગ્નલ અને રેડિએશનને પકડી શકે છે. મિસાઈલોનો પણ નાશ કરી શકે છે. તે રેડિયા ફ્રીક્વન્સી છોડવા અને રિસીવ કરનારી કોઈ પણ લક્ષ્યાંકને નિશાન બનાવી શકે છે. તેની લોંચ સ્પીડ પ્રતિ કલાક 2469.6 કિલોમીટરથી વધારે છે. તેની રેન્જ પણ એ વાત પર નિર્ભર કરે છે કે ફાઈટર જેટ કેટલી ઉંચાઈ પર છે. તેને 500 મીટરથી લઈ 15 કિલોમીટરની ઉંચાઈએથી લોંચ કરી શકાય છે. લોંચ કરવા સાથે આ મિસાઈલ 250 કિલોમીટરના ઘેરાવામાં રહેલા તેના દરેક ટાર્ગેટને નિશાન બનાવી શકે છે.

image source

આગળ વાત કરીએ તો જો દુશ્મન રડાર સિસ્ટમને શટડાઉન કરી દે તો પણ રુદ્રમ તેને નિશાન બનાવી શકે છે. સીડ ઓપરેશન્સ એટલે કે Suppression of Enemy Air Defenceને પણ અંજામ આપી શકે છે. આ ઓપરેશન અંતર્ગત દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને સંપૂર્ણપણે નષ્ટ કરી શકાય છે. તે લોંચિંગ અગાઉ તથા ત્યારબાદ પણ ટાર્ગેટને લોક કરી શકે છે. ટેસ્ટમાં તેની તમામ રડાર તથા ઈલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ પર નજર રાખી શકાય છે. તેની તમામ ટેકનોલોજીનું કાર્યદેખાવ ખૂબ જ સારો રહ્યો છે. આટલી વિશેષતા હોવાથી હવે ભારત પણ દુશ્મોને એ જ સેકન્ડે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે અને સજ્જ છે.

image source

ભારતમાં બનાવવામાં આવેલી પોતાની રીતની આ પહેલી મિસાઈલ છે જે કોઈ પણ ઊંચાઈએથી લક્ષ્યાંક સાંધી શકે છે. આ મિસાઈલ કોઈ પણ પ્રકારના સિગ્નલ કે રેડિએશનને પકડી શકે છે. આ સાથે જ પોતાના રડારમાં લાવીને આ મિસાઈલ નષ્ટ કરી શકે છે. હજુ આ મિસાઈલ ડેવલપમેન્ટ ટ્રાયલમાં ચાલુ છે. પરંતુ તેની ટ્રાયલ પૂરી થયા બાદ બહુ જલદી તેને સુખોઈ અને સ્વદેશી વિમાન તેજસમાં પણ ઉપયોગ થઈ શકશે.

image source

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ ઉપલબ્ધિ બદલ DRDOને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું કે- ન્યૂ જનરેશન એન્ટી રેડિએશન મિસાઈલ (રુદ્રમ-1) બાલાસોરની ITRથી સફળ પરીક્ષણ કરવામાં આવી છે. DRDO તથા તેને તૈયાર કરવામાં લાગેલા બીજા ભાગીદારોને આ મહત્વની સફળતા બદલ અભિનંદન. હવે પુરા દેશના લોકો આ વાતને વખાણી રહ્યા છે અને વધાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ ઉપલબ્ધિની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ