નક્સલ પ્રભાવિત ક્ષેત્રમાં તૈનાત થનારી પહેલી મહિલા ઓફિસર, જેના નામથી થથરે છે અપરાધીઓ…

ભારતને બાહ્ય દુશ્મનોની સાથે સાથે આંતરિક દુશ્મનોનો પણ સામનો કરવો પડે છે, એક એવો દુશ્મન છે નક્સલવાદ. દેશની એક મોટી સમસ્યા છે નક્સલવાદ જેને ખતમ કરવા સરકાર પ્રયત્ન કરી રહી છે. ભારતનું છત્તીસગઢ રાજ્ય જે હમેશાં નક્સલવાદમાં ફસાયેલું રહે છે. જ્યાંના બસ્તર અને દંતેવાડાના જંગલોના દિલ હચમચી જાય તેવા ઘણા કિસ્સાઓ પ્રસિદ્ધ છે. છત્તીસગઢ રાજ્ય નક્સલવાદથી એટલો વધારે પ્રભાવિત છે કે દેશના સૌથી વધુ નક્સલવાદ પ્રભાવિત ૩૦ જિલ્લામાંથી ૮ જિલ્લા છત્તીસગઢ રાજ્યના છે. જો કે અત્યારે પાછળના થોડાક વર્ષોમાં ફોર્સનું દબાણ વધાર્યું છે અને મોટાપાયે નક્સલવાદીઓએ શરણાગત લીધા બાદ તેમની ધરપકડ થઈ છે.
તેમછતાં આજે પણ કોઈ છત્તીસગઢ રાજ્યના જંગલોમાં અને નકસલી ક્ષેત્રોમાં પોસ્ટિંગ નથી ઇચ્છતા. પણ આજે આપને એક એવી મહિલા ઓફિસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નક્સલ પ્રભાવિત ક્ષેત્ર બસ્તરમાં પોસ્ટિંગ થઈ હતી. નક્સલવાદીઓ પણ આ ઓફિસરનું નામ સાંભળીને કાંપવા લાગે છે. તેમને પ્રસિદ્ધ સામયિક વોગ દ્વારા ‘યંગ અચિવર ઓફ ધ યર’ માટે પણ પસંદ કરવામાં આવ્યા છે.

આ મહિલા સી.આર.પી.એફ. જવાનનું નામ છે ઉષા કિરણ.

કિરણ નકસલ પ્રભાવિત ક્ષેત્રમાં બસ્તરમાં પેહલી મહિલા સી.આર.પી.એફ. જવાન છે. ૨ વર્ષ પહેલાં નક્સલ પ્રભાવિત જિલ્લામાં પહેલીવાર કોઈ મહિલા આસિસ્ટન્ટ કમાન્ડરે કાર્યભાર સંભાળ્યો છે. ૨૦૧૬માં ઉષા કિરણને આ પદ પર નિયુક્ત કરાયા હતા. કોઈ મહિલા અધિકારીના પદભાર સંભાળવાથી બાકીના સુરક્ષા દળોનું પણ મનોબળ વધ્યું. મૂળરૂપથી ગુડગાવની રહેવાસી આ લેડી ઓફિસરે ૨૫ વર્ષની ઉંમરમાં સી.આર.પી.એફ. જોઈન કર્યું હતું. વર્ષ ૨૦૧૩માં સી.આર.પી.એફ. પરીક્ષા આપી અને ઉષા આખા ભારતમાં ૨૫૬મો રેંક મેળવ્યો હતો. તે પ્રથમ મહિલા ઓફિસર હતી જેને બસ્તરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. ઉષા કિરણને સી.આર.પી.એફ. ની સૌથી ખતરનાક વિંગ

કોબ્રામાં આસિસ્ટન્ટ કમાન્ડરનું પદ આપવામાં આવ્યું.

ઉષા કિરણ સી.આર.પી.એફ. માં ત્રીજી પેઢીની અધિકારી છે. તેમના દાદા અને પિતા પણ સી.આર.પી.એફ.માં રહી ચૂક્યા છે. તેમના ભાઈ પણ સી.આઈ.એસ.એફ.માં છે. કિરણ ટ્રિપલ જંપમાં રાષ્ટ્રીય વિજેતા રહી ચૂકી છે અને તેમણે સ્વર્ણ પદક પણ જીત્યું છે.

૨ વર્ષ પહેલાં જ્યારે તેમની નિયુક્તિ થઈ તો બસ્ટરના આદિવાસીઓ અને ગ્રામીણ મહિલાઓમાં આશાની કિરણ જાગી. કિરણ પહેલા ૩૩૨ મહિલાઓ બટાલિયનમાં હતી. તેમને આગામી સેવાઓ માટે ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા જેમાંથી તેમણે બસ્તર જેવા નક્સલ પ્રભાવિત ક્ષેત્રમાં આવવાનું સ્વીકાર્યું હતું.

ઉષાએ આ વાત કરતાં કહ્યું કે એ બસ્તરમાં એટલે જવા ઈચ્છે કારણ કે તેણે સાંભળ્યું છે કે બસ્ટરના નિવાસીઓ ખૂબ ગરીબ છે અને ખૂબ ભોળા છે. ત્યાં નકસલીઓના કારણે વિકાસ નથી થઈ શક્યો. આ જ કારણે મને ત્યાં જવાની પ્રેરણા મળી છે.

અત્યારે ઉષા એક પૂરી કંપનીને લીડ કરી રહી છે. તેમને કોબ્રા ૨૦૬ બટાલિયનમાં પોસ્ટિંગ મળી છે. ઉષા રાયપુરથી ૩૫૦ કિલોમીટર દૂર બસ્તરના દરભા ડિવિઝન સ્થિત સી.આર.પી.એફ. કેમ્પમાં તૈનાત છે. આ વિસ્તાર નકસલીઓનો ગઢ કહેવાય છે. દરભા એ વિસ્તાર છે જ્યાં ઝીરમ ઘાટીમાં એકસાથે ૨૯થી વધુ કોંગ્રેસીઓની નક્સલીઓએ હત્યા કરી હતી. નક્સલગઢ વિસ્તારમાં ઉષા કિરણના ખાલી AK-47 જેવા હથિયારથી નકસલીઓનો મુકાબલો કરે છે તદુપરાંત સામાજિક જાગૃતિ ફેલાવાનું કામ પણ આ વિસ્તારમાં કરે છે. ઉષા અહીંના લોકોને સુરક્ષાની સાથે શિક્ષા-સ્વાસ્થ્ય અને દેશપ્રેમ જગાવવાનું કામ પણ કરી રહી છે. આવા ખતરનાક વિસ્તારમાં ઉષા ફક્ત કામ જ નહીં પણ જંગલોમાં સર્ચ ઓપરેશન પણ ચલાવે છે.
ઉષા કિરણને હાલમાં જ વોગ વુમન ઓફ ધ એવોર્ડ – ૨૦૧૮થી સમ્માનિત કરાયા છે. આપને જણાવીએ કે વોગના ફેશન શોમાં જ્યાં બધા સેલિબ્રિટીઝને રેડ કાર્પેટ પર સુંદર ડ્રેસમાં રેમ્પ વોક કર્યું તો ત્યાં જ ઉષા પોતાની વરદી સાથે રેમ્પ વોક કરતા નજર આવ્યા હતા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઈ અને દુનિયાભરના લોકોએ તેમની ભરપૂર પ્રસંશા કરી હતી.