પહેલીવાર માતા-પિતા બનતા લોકો માટે બેસ્ટ ટિપ્સ છે આ, વાંચી લો તમે પણ

શું તમે પહેલીવાર માતાપિતા બની રહ્યા છો ? તો જાણી લો અત્યંત મદદરૂપ આ ટીપ્સ

image source

પ્રથમ વાર માતાપિતા બનવું એ કોઈ પણ પતિ-પત્ની માટે ઉત્સાહ-ભય-ચિંતા-આનંદ આ બધાની મિશ્ર લાગણીવાળો અનુભવ હોય છે. જો કે તમારી આસપાસના લોકો તમને હંમેશા એવું કહેતા રહેશે કે તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, જેવો જ બાળકનો જન્મ થશે કે તરત જ બધું બહુ જ સ્વાભાવિક થવા લાગશે અને તમે તમારી જાતે જ બધું શીખવા લાગશો.

image source

પ્રસૂતિની તારીખ નજીક આવી રહી હોવાથી તમે રાત્રે સુઈ પણ નહીં શકતા હોવ હંમેશા એવા જ વિચારમાં રહેશો કે બાળકને કેવી રીતે ઉછેરીશું, તેની હેલ્થની સંભાળ કેવી રીતે રાખશું. તમે એવું પણ વીચારશો કે તમને તો તે વિષે કોઈ જ અનુભવ નથી. પણ પ્રથમવાર માતાપિતા બનતા લોકોને એમ પણ તેનો કોઈ અનુભવ ન હોઈ શકે. માટે તમારે ગભરાવાની કોઈ જ જરૂર નથી.

પણ અહીં અમે તમને કેટલીક ટીપ્સ આપીશું જો તે તમે ફોલો કરશો તો તમને ઘણા અંશે તમારા બાળકોને ઉછેરવામાં મદદ મળી રહશે. તો ચાલો જાણીએ આ ઉપાયો એટલે કે ટીપ્સ વિષે.

તમે જે બાળકોને ઓળખતા હોવ તેમની મુલાકાત લો

image source

જો તમને એવું લાગતુ હોય કે તમને બાળકોનો અનુભવ નથી તો તમે તે અનુભવ તમારા સગા સંબંધી કે પછી તમારા મિત્રના બાળકો સાથે રહીને મેળવી શકો છો. નિષ્ણાતનું એવું માનવું છે કે બાળકોની આસપાસ રહેવાથી તમને એક ઓવરઓલ ખ્યાલ આવે છે, તમારે શું અપેક્ષા રાખવી તે વિષે ખ્યાલ આવે છે અને તમને એક પ્રકારની ટ્રેનીંગ પણ મળે છે. આ શરૂઆતી ટ્રેનિંગ તમને એક પ્રકારનો આત્મવિશ્વાસ આપશે.

આત્મવિશ્વાસથી ભરપૂર રહો

image source

સૌથી મહત્ત્વની વાત નવા બનતા માતાપિતા માટે એ છે કે તેઓ આત્મવિશ્વાસ કેળવે. જ્યારે તમે વધારે પડતાં ચિંતિત તેમજ નર્વસ બનો છો ત્યારે તમે એક એવા વહેમમાં જીવવા લાગો છો કે તમે ગમે તે કરી લો પણ તમારા બાળકનું ધ્યાન નહીં રાખી શકો. તમે નાની નાની બાબતો વિષે ચિંતિત રહ્યા કરશો, જેમ કે તેમના નાહવાના પાણીના ટેમ્પ્રેચર વિષે કે પછી કોઈની પાસે બાળકને એકલું મુકતા પણ તમે ચિંતિત રહેશો.

image source

તમે ગમે તેટલુ આયોજન કરો તમારા બાળકને ઉછેરવા માટે પણ અનુભવ તેમજ બાળકની જરૂરિયાત પ્રમાણે તે આયોજનોમાં બદલાવ થતો જ રહેશે. આવા સમયે એ મહત્ત્વનું છે કે તમે તમારા પર વિશ્વાસ રાખો, તમારે ચોક્કસ કેરફુલ રહેવાનું છે પણ ઘાંઘા નથી થવાનું.

બીજી માતાઓ સાથે વાત કરો

image source

એક નવી માતા કે પિતા તરીકે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ફરતા રહેતા હશે અને તમને તે બધા જ જવાબ ઇન્ટરનેટ પર મળી રહે તેવું જરા પણ નથી. પણ તમારે તમારી મુંઝવણો તેમજ તમારા પ્રશ્નોને બીજી માતાઓ તેમજ પિતાઓ સાથે શેર કરવા જોઈએ. મોટા ભાગે આમ કરવાથી તમારી મુંઝવણ ચોક્કસ ઓછી થઈ જાય છે. તેમની પાસેથી તમને તમારા બાળકની આદતની પેટર્નો વિષે પણ જાણવા મળશે.

બાળ ઉછેરનો એવો કોઈ જાદૂઈ મંત્ર નથી

image source

બાળકના ઉછેર પાછળ કોઈ પણ જાતના ચોક્કસ નિયમો લાગુ પડતા નથી. જેમ દરેક બાળક અલગ હોય તેમ તેમની જરૂરિયાતો તેમની રીતો અલગ અલગ હોય છે. અહીં કોઈ જ ચોક્કસ ફોર્મ્યુલા તમને મદદ નહીં કરે પણ તમારા અનુભવો જ તમને ધીમે ધીમે સુધારશે.

તમારે માત્ર વહેણ સાથે જવાનું છે અને તમારા બાળકને ઉછેરવાનું છે તમારી સંપૂર્ણ કાર્યક્ષમતા વાપરીને. એકવાર તમારે આ વાત માની લેવાની છે ત્યાર બાદ તમે ગમે તેવી બાબતોનો સામનો કરી શકશો. પછી તમને બાળકોના ઉછેર માટેની સલાહો ઠોકતી કોઈ વ્યક્તિ પણ કેમ ન હોય.

ક્યારેય તુલનાઓ ન કરવી

image source

માતાપિતાની હંમેશની આ કુઆદત હોય છે કે તેઓ પોતાના બાળકોની સરખામણી બીજાના બાળકો સાથે કરતા રહે છે. ખાસ કરીને તમે તમારા બાળકની કોઈ ખરાબ બાબત કે જે તમને ખરાબ લાગતી હોય પણ વાસ્તવમાં તે સાવ જ સામાન્ય હોય તેને બીજા બાળકોની સારી આદત સાથે સરખાવતા હોય છે.

આવું કરતાં પહેલાં તમારે એ જાણી લેવું જેઈએ કે જેવી રીતે તમે તમારામાં એક અલગ વ્યક્તિ છો તેવી જ રીતે તમારું બાળક પણ છે. સરખામણી તમને કોઈ મદદ નહીં કરી શકે. માટે તમારું બાળક જો બીજાના બાળકોની સરખામણીએ વહેલું બોલતું કે ચાલતુ ન થાય તો નિરાશ ન થવું.

image source

તેનો અર્થ એવો જરા પણ નથી થતો કે તમારું બાળક બીમાર છે. પણ તેની જગ્યાએ તેમની નાની નાની ક્ષણોને ઉજવવાનું શરૂ કરો જેમ કે તેમણે પહેલીવાર તમારી આંગળીઓ પકડી, તમે તેમને બોલાવ્યું હોય અને તેણે તમારી તરફ નજર કરી હોય, તમારી સામે પ્રથમવાર હસ્યું હોય. કોઈ પહેલો શબ્દો તે બોલ્યું હોય.

જરૂર પડે મદદ માગી જ લેવી

image source

તમારે એવું જરા પણ ન માનવું કે તમે જ તમારા બાળકની સંભાળ કરી શકો છો ક્યારેક તમારે પણ બીજાની જરૂર પડી શકે છે. આપણે એમ પણ એક સામાજીક વ્યવસ્થામાં જીવીએ છે. આપણે એ હકીકતને ક્યારેય નકારવી ન જોઈએ કે આપણી આસપાસના લોકો આપણી મદદ માટે જ છે.

જો તમે તમારા બાળકની કોઈ ખાસ સમસ્યાને ફેસ કરી રહ્યા હોવ તો તેના માટે બીજાની મદદ લેવા જરા પણ ખચકાઓ નહીં, તે પછી તમારી માતા, સાસુ, મિત્ર કે પાડોશી કોઈ પણ હોય. તમારે તમારી જાત પર વધારે ભાર મૂકવાની જરૂર નથી. ભૂલ થવી તે સ્વાભાવીક છે. ભૂલો જ તમને એક સારા માતાપિતા બનવામાં મદદ કરે છે.

image source

માતાપિતા હોવું તે એક અઘરી બાબત છે તેમાં કોઈ જ શંકા નથી કારણ કે તે તમને એક અત્યંત જવાબદાર વ્યક્તિ બનાવે છે તમે સતત તમારા બાળકની સારપ વિષે જ વિચારતા રહો છો. પણ જો તમે એક હકારાત્મક અભિગમ અપનાવશો અને ઉપર જણાવેલી ટીપ્સ ફોલો કરશો તો અમને ખાતરી છે કે તમે તમારા બાળકના ઉત્તમ માતાપિતા બની શકશો. તો બસ નિશ્ચિંત થઈને પ્રસૂતિની તૈયારી કરો સ્વસ્થ રહો અને સ્વસ્થ વિચારો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ