ખેડૂતોના 60 હજાર રૂપિયા બકરી ખાઇ જતા શું થયુ પછી…જાણો જલદી તમે પણ…

બકરી પૈસા ખાઈ ગઈ

image source

સોશિયલ મીડિયા પર આપણને ઘણા બધા ચિત્ર-વિચિત્ર અને નવાઈ લગાડતા ન્યુઝ સાંભળીએ છીએ. જેમાંથી ઘણા ન્યુઝ એવા હોય છે કે જેને પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. તેમછતાં ઘણીવાર આવી ન્યુઝ સાચી પણ હોય છે. આજે અમે આપને આવા જ એક ન્યુઝ વિષે જણાવીશું જેને સાંભળીને આપને પણ નવાઈ લાગશે.

આપણે બધાએ એક કહેવત તો સાંભળી જ છે કે, “પાપી પેટનો સવાલ છે.” આ કહેવતને યોગ્ય પુરવાર કરતા એક ઘટના વિષે જણાવીશું. સજીવ પ્રાણીઓ જેવા કે મનુષ્ય, પશુઓ, પક્ષીઓ વગેરે. જેમને ભૂખ લાગે, ઊંઘ આવે અને તેનામાં એક જીવંતતા મહેસુસ થાય. જયારે કોઈ પ્રાણીને અત્યંત ભૂખ લાગે તો કોઈ શું કરે? મોટાભાગે આવા સમયે પ્રાણી જે પણ ખાવાલાયક વસ્તુ સામે હોય તે ખાઈ લે છે. આવું જ એક બકરીએ પણ કર્યું. ચાલો જાણીએ બકરીએ એવું તો શુ ખાઈ ગઈ.?

image source

મોટાભાગના લોકો આ પ્રશ્નને નહી સમજી શક્યા હોય, તો ઘણા સમજ્યા હશે પણ જવાબ નહી ખબર હોય, આ પ્રશ્નને સમજવા અને તેનો યોગ્ય જાણવા માટે હવે આપણે આ ઘટના વિષે સંપૂર્ણ જાણકારી મેળવીશું. આખી વાત શેની છે, શું છે એવું?

આ ઘટના ઉત્તરપ્રદેશ રાજ્યના સીલુપુર ગામની છે. સીલુપુર ગામમાં સર્વેશ કુમાર પટેલના નામથી એક ખેડૂત પોતાના કાચા મકાનમાં રહે છે. સર્વેશકુમાર પાસે એક બકરી છે અને થોડીક જમીન એક દિવસ સર્વેશકુમાર બેંકમાં પૈસા ઉપાડવા જાય છે. સર્વેશકુમાર એમ વિચારીને પૈસા ઉપાડે છે કે, પૈસા ભેગા થયા છે તો પોતાના કાચા ઘરને પાડીને નવું પાકું મકાન બનાવી લે. ત્યારપછી સર્વેશકુમાર બેંકમાંથી પાછા આવીને બેંકમાંથી ઉપાડેલ પૈસા પેંટના ખિસ્સામાં મુકીને આ પેંટને ઝાડ પર લટકાવીને નાહવા ચાલ્યા જાય છે.

image source

સર્વેશકુમાર નાહીને પાછા આવે છે ત્યારે એવું કઈક જોવે છે કે તેમના હોશ ઉડી જાય છે. જયારે તેઓ નાહવા જાય છે ત્યારે ઝાડ નજીક બાંધેલ બકરીને ખુબ જ ભૂખ લાગે છે એટલે આ બકરી સર્વેશકુમારે જે પેંટ લટકાવ્યું હતું તેને ચાવવા લાગે છે. આ બકરીના મોઢામાં પેંટનો ખિસ્સા વાળો ભાગ આવી જાય છે અને તે ચાવી ખિસ્સામાં રાખેલ ૬૦ હજાર રૂપિયા ચાવી જાય છે. આ દ્રશ્ય જોઇને સર્વેશકુમારના પગ નીચેની ધરતી ખસી જાય છે.

બકરી ૬૦ હજાર રૂપિયા ખાઈ ગઈ હતી ત્યાર પછી પણ સર્વેશકુમારે હસતા હસતા બકરીના મોઢામાંથી બે નોટો કાઢી જે લગભગ ચાવી ગઈ હતી. આપ વિચારમાં પડી ગયાને? એક ગરીબ ખેડૂત માટે ૬૦ હજાર રૂપિયા તેના માટે કેટલા જરૂરી હતા. જયારે આ વાત સીલુપુરના ગામના લોકોને ખબર પડે છે તો તેઓ કહે છે કે, બકરીને કસાઈને વેચી દઈને પૈસા ઉભા કરી લેવા જોઈએ. તેમછતાં ગામના લોકોની વાત અવગણીને સર્વેશકુમારએ બકરીને પોતાની પાસે જ ખુબ પ્રેમપૂર્વક રાખે છે.

image source

આ ઘટના વિષે જણાવતા સર્વેશકુમાર કહે છે કે, બકરી એક પ્રાણી છે, બકરીને પૈસાની ક્યાં ખબર પડે છે. ઉપરાંત બકરી સાચું શું અને ખોટું શું સમજી નથી શકતી તો તેને શું સજા આપીશું અને તેનાથી શું થશે? જયારે સીલુપુર ગામના લોકોને આ વાતની જાણ થાય છે તો તેઓ સર્વેશકુમારની ખુબ પ્રશંસા કરે છે. એટલું જ નહી, સર્વેશકુમારના પાકું મકાન બનાવવા માટે દાન પણ ભેગું કરે છે.

image source

આજના સમયમાં આપણને અને આપણા સમાજને સર્વેશકુમાર જેવા વ્યક્તિઓની ખુબ જરૂરિયાત છે. કેમકે લોકોના દિલમાંથી વિનમ્રતા લુપ્ત થઈ રહી છે. થોડાક પૈસા માટે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિનો જીવ લેવા માટે પણ તૈયાર થઈ જાય છે. સર્વેશકુમાર પાસેથી શીખવું જોઈએ કે આપણે કેટલાક પૈસાઓ માટે કોઈની પણ સાથે પ્રાણીઓ જેવો વર્તન કરવું જોઈએ નહી. તેમજ પ્રાણી પણ બનવું જોઈએ નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ