આ ડોક્ટર પુત્રીની માતા ઘરે બીમાર હોવા છતા કરે છે કોરોના દર્દીઓની સારવાર, વાંચો આગળ તમે પણ

કોરોના વોરિયર

image source

દેશ-દુનિયાની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસનું સંક્રમણના કેસ વધી રહ્યા છે. તેમ છતાં ડોક્ટર્સ, નર્સ સહિત મેડીકલ સ્ટાફ પોતાની હેલ્થની પરવાહ કર્યા વગર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર લાગી ગયા છે. કોરોના વાયરસ એક નાની ભૂલના કારણે પણ થઈ શકે છે આ વાતને ધ્યાનમાં રાખીને મોટાભાગના ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ મેમ્બર્સ પરિવારના સભ્યો અને નજીકની વ્યક્તિઓને મળવાનું ટાળવા માટે તેઓ ઘરે પણ જતા નથી. આ મહામારીના સમયમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ, પોલીસ વિભાગ વગેરે દેશની જરૂરિયાત સમજીને પોતાની ફરજ નિભાવવા માટે ખડેપગે તૈયાર રહે છે. આજે અમે આપના માટે આવા જ એક કોરોના વોરિયરની વાત જણાવીશું.

image source

આ કોરોના વોરિયર ગુજરાત રાજ્યના અંકલેશ્વર શહેરની એક મુસ્લિમ મહિલા ડોક્ટર છે. અંકલેશ્વરની આ ડોક્ટર મહિલાનું નામ છે ડૉ.ઝરીયાબ ખાલિક મલિક. ડૉ.ઝરીયાબને આજથી આશરે ૮ થી ૯ મહિના પહેલા જ MBBSની ડીગ્રી પ્રાપ્ત કરે છે. ડીગ્રી મેળવ્યા પછીથી ડૉ.ઝરીયાબ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પીટલમાં ફરજ બજાવી રહી છે. ડૉ.ઝરીયાબ ખાલિક મલિકના પિતા પણ એક ડોક્ટર છે.

image source

ડૉ.ઝરીયાબના પિતા અંકલેશ્વરમાં સ્ટેશન રોડ વિસ્તારમાં પોતાનું કલીનીક ચલાવે છે. તેમજ ડૉ.ઝરીયાબના ભાઈ અત્યારે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકામાં છે. ડૉ.ઝરીયાબના માતા છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ રહે છે. થોડાક સમય પહેલા જ ભારત દેશમાં કોરોના વાયરસએ પોતાના પગ પસારવાનું શરુ કર્યું. આવા સમયે સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો કે અંકલેશ્વરના કોરોના વાયરસ દર્દીઓની સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર આપવાનું નક્કી કરવામાં આવ્યું.

image source

ત્યારે ડૉ.ઝરીયાબએ પોતાના પિતાને કહે છે કે, પપ્પા મારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની ટ્રીટમેન્ટ કરવી છે એમની સેવા કરવી છે. ત્યારે ડૉ.ઝરીયાબના પિતા જેઓ પોતે એક ડૉકટર છે. તેઓ કોરોના વાયરસની ગંભીરતા જાણે છે. તેમછતાં દીકરીને કહે છે કે, દીકરા આ જ ખરો સમય છે દેશની સેવાનો, મને ગર્વ છે તારા નિર્ણય પર. ડૉ.ઝરીયાબ માતાના સ્વાસ્થ્યની જવાબદારી પિતા પર છોડીને, ત્યારપછી ડૉ.ઝરીયાબ ખાલિક મલિક કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં પોતાનું યોગદાન આપવા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં હાજર થઈ જાય છે.

image source

જયારે ડૉ.ઝરીયાબ ખાલિક મલિકના પિતા ડૉ.અબ્દુલ ખાલિક મલિક હાલમાં પોતાનું કલીનીક સંભાળે છે અને સાથે જ પત્નીની તબિયતનું પણ એટલું જ ધ્યાન રાખે છે. તેમજ હોસ્પીટલમાં હોવા છતાં પણ ડૉ.ઝરીયાબ દિવસમાં બે વખત ફોન કરીને પિતા સાથે વાત કરીને ઘરની અને માતાના સ્વાસ્થ્ય વિષે જાણકારી લેતા રહે છે. આવા યુવાન મહિલા ડોક્ટર પર આપણને ગર્વ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ