પાણી પીવા માટે વલખા મારતા ઉંટના બચ્ચાનુ થયુ કરુણ મોત, જોઇ લો તસવીરો કેટલી દુખદ છે તે..

અબોલ – નિર્દોશ ઉંટ પાણી માટે વલખા મારતું રહ્યું – અંતે નિપજ્યું કરુણ મોત – જુઓ દુઃખદ તસ્વીરો

ઉંટને રણનું જહાજ માનવામાં આવે છે. રણમાં કેટલાએ કીલોમીટર સુધી નથી તો કશું જ ખાવા મળતું કે નથી તો પીવા માટે પાણી મળતું. અને આ જ સંજોગોમાં બચી રહેવાની ખાસિયત ઉંટમાં રહેલી હોય છે. ઉંટ લાંબા સમય સુધી પાણી તેમજ ખોરાક વગર જીવી શકે છે પણ તેની પણ એક સીમા છે. પાણી વગર તે લાંબો સમય જીવી શકે છે ખરું પણ પાણીની જરૂર તો તેને પણ પડે જ છે.

image source

તાજેતરમાં સોશિયલ મિડિયા પર એક કરુણ તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં ઉંટનું એક બચ્ચું પાણી વગર સાવજ નિર્જીવ બની ગયું છે અને છેવટે મૃત્યુ પામે છે. આ ઘટના રાજસ્થાનના બાડમેર જિલ્લાની છે. અહીં એક ઉંટના બચ્ચાનું પાણી નહીં મળવાથી મૃત્યુ થયું છે.

image source

છેલ્લા કેટલાક સમયથી બીચારું ઉંટનું બચ્ચું પાણીની શોધમાં ભટકી રહ્યું હશે અંતે તેને એક પાણીનો કુંડ તો મળ્યો પણ તે પણ સાવ જ સુકાઈ ગયો હતો અને છેવટે તેણે ત્યાં જ પોતાનો જીવ છોડ્યો.

image source

બાડમેર જિલ્લાના બાયતુ વિધાનસભાના ખોકસર ગામે આ કરુણ ઘટના ઘટી હતી. તમે આ કરુણ તસ્વીરમાં જોઈ શકો છો કે ઉંટનું આખું શરીર લબડી પડ્યું છે. તેનું મોઢું પાણીની આસમાં કુંડમાં નમેલું છે. પણ કરુણા તો જુઓ કુંડમાં એક ટીપું પણ પાણી નહોતું.

image source

ઘટનાની વધારે તપાસ બાદ જાણવા મળ્યું કે બાડમેરના આ ગામમાં ત્રણ-ચાર દીવસે એકવાર જ પાણી આપવામાં આવે છે. અહીં પહેલેથી જ પાણીની અત્યંત તંગી રહે છે. સ્થાનીક લોકોનું કહેવું છે કે સરકારની બેદરકારીના કારણે નિર્દોષ ઉંટના બચ્ચાનો જીવ ગયો છે.

image source

તો વળી અહીંના જલદાય વિભાગના અધ્યક્ષ અભિયંતા જણાવે છે કે આ ગામમાં નિયમિત પાણી પુરુ પાડવામાં આવે છે. પણ નોંધનીય વાત એ છે કે આ જ વિસ્તારમાંથી મંત્રી હરીશ ચૌધી ચુંટાઈને આવે છે. તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી કૈલાશ ચોધરી પણ અહીંના ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમ છતાં આ પ્રદેશમાં પાણીનો અભાવો જોવા મળે છે.

image source

રાજસ્થાનનો મોટા ભાગનો વિસ્તાર રણનો છે. અહીંના લોકો ઉંટને પાળે છે. અને દર વર્ષે અહીં ઉંટ વેચાણ માટે મોટો મેળો પણ ભરાય છે. અહીં ખેતીવાડીથી લઈ ને માલસામાનના હેરફેર માટે તેમજ પ્રવાસોત્સવમાં પણ ઉંટનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે તેમ છતાં ઉંટની આવી દયનીયી સ્થિતિ જોઈ આશ્ચર્ય થઈ રહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે રાજસ્થાનને રણનું રાજ્ય કહેવામાં આવે છે. અહીં સમગ્ર દેશમાં ઉંટની સંખ્યા સૌથી વધારે છે. 2012ની ગણતરી પ્રમાણે અહીં 3.26 લાખ ઉંટ હતા પણ 2019માં જે ગણતરી થઈ તે પ્રમાણે ઉંટની વસ્તીમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. હાલ 2.13 લાખ ઉંટ છે. 1951ની ઉંટની વસ્તીની સરખામણી કરવા જઈએ તો તે સમય કરતાં હાલ ઉંટની વસ્તીમાં 3.41 લાખનો ઘટાડો થયો છે જે એક ચિંતાજનક બાબત છે. આમ સાત દાયકામાં વર્તમાન સમયમાં ઉંટની વસ્તી સૌથી ઓછી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ