અલવિદા સુશાંત: એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ થોડા કલાક પહેલા ભાવુક પોસ્ટ શેર કરીને લખ્યું કંઇક એવુ કે…વાંચીને તમને પણ લાગશે નવાઇ

સુશાંત સિંહ રાજપૂતનીની આત્મહત્યાના થોડા જ કલાક પહેલાં જ એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ ભાવુક પોસ્ટ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂતની રહસ્યમય રીતે થયેલી આત્મહત્યાના સમાચાર હજુ સોશિયલ મીડિયામાં સમ્યા નથી, ત્યાં હવે એક નવી ખબર સામે આવી રહી છે. સુશાંતની એક્સ ગર્લ ફ્રેન્ડે એક ફોટો સ્ટોરી શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘ભગવાન લોકોને જીવનમાંથી દૂર કરે છે, કારણ કે તેમને તે વાતો સાંભળી છે. જે તમે નથી સાંભળી’. મળતી માહિતી મુજબ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાની એક શંકાસ્પદ પોસ્ટ સામે આવી. એક તરફ સુશાંત સિંહની આત્મહત્યાના સમાચારો ચાલી રહ્યા છે, ત્યારે આ ઘટનાના થોડાક જ કલાકો પહેલા અંકિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરી સેક્શનમાં એક ભાવુક પોસ્ટ શેર કરી હતી.

image source

સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાની શંકાસ્પદ પોસ્ટ

ટેલિવિઝનની દુનિયાથી લઈને બોલિવૂ઼ડ વિશ્વમાં પોતાના દમદાર અભિયનથી પ્રખ્યાત થયેલા યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં રહ્યા નથી. અભિનેતા સુશાંતે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. બોલીવુડ જગતમાં આ સમાચાર આવતા જ ખળભળાટ વ્યાપી રહ્યો છે, ત્યારે અનેક લોકો એ જાણવા માટે ઉત્સુક બની રહ્યા છે કે આ પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે છે. જ્યારે કોઈ ચોક્કસ કારણો દેખાઈ રહ્યા નથી, ત્યારે બીજી તરફ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડની સોશિયલ મીડિયામાં એક શંકાસ્પદ પોસ્ટ સામે આવી છે, જે તેણે સુશાંત સિંહના મૃત્યુના થોડા જ કલાકો પહેલા શેર કરી હતી.

image source

અંકિતાએ ભાવુક કોટેશન લખેલ ફોટો શેર કર્યો હતો

અંકિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરી સેક્શનમાં એક ભાવુક કોટેશન લખેલ ફોટો શેર કર્યો હતો. આ ક્વોટમાં છે કે, ‘ભગવાન લોકોને આપણા જીવનમાંથી દૂર કરે છે. કારણ કે, તેમને તે વાતો સાંભળી હોય છે જે તમે નથી સાંભળી’. એવી વાતો પણ જોર પકડી રહી છે કે અંકિતાની આ પોસ્ટ સુશાંત સિંહ રાજપૂત તરફ ઈશારો કરે છે.

અંકિતા લોખંડેની સગાઈ ચર્ચામાં હતી

image source

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ પછી પવિત્ર રીસ્તા ટીવી સીરીયલની સહઅભિનેત્રી અંકિતા લોખંડે બિઝનેસમેન વિક્કી જૈનને સાથે ડેટ કરી રહી છે. હાલમાં જ અંકિતાએ ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતાં એક તસવીર શેર કરી હતી. આ તસવીરના વાયરલ થયા પછી તેમની સગાઈના સમચારો સામે આવ્યા હતા. જો કે, અંકિતા અને વિકીએ આ મામલે મગનું નામ મરી કહ્યું ન હતું.

6 વર્ષ પછી આ સબંધનો અંત આવ્યો હતો

image source

સુશાંત અને અંકિતા ટીવી સીરીયલ પવિત્ર રીશ્તામાં એક સાથે જ જોવા મળ્યા હતા. એમની મુલાકાત પણ આ શો દરમિયાન જ થઇ હતી. આ શોમાં બંને જણા સાથે જ કામ કરતાં હતા અને આ સફરમાં જ તેઓ એકબીજાના પ્રેમમાં પણ પડયા હતા. સુશાંત-અંકિતા એક સમય માટે ટીવી સીરીયલ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય જોડી હતા.

2016માં અંકિતા અને સુશાંત છુટા પડયા હતા

image source

જો કે વર્ષ 2016માં તેમના બ્રેકઅપનું કારણ અંકિતા લોખંડે આલ્કોહોલિક હોવાનું અને સુશાંત સિંહનું અફેર હોવાનું જણાવ્યું હતું. જો કે આ સમાચાર વધારે ચગ્યા ત્યારે સુશાંતે ટ્વિટર પર જવાબમાં લખ્યું હતું કે, ન તો હું આલ્કોહોલિક છે અને ન તો હું વુમનાઈઝર છું. લોકો છૂટા પડે છે અને તે દુર્ભાગ્યપૂર્ણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ