રાજ્યના આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન, જનતાએ કોઇપણ પ્રકારની અફવામાં આવવું નહીં

અફવાઓ વિશે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે કર્યો મોટો ખુલાસો! જાણો વિગત

રાજયમાં કોરોનાની મહામારીમાં પણ ખાનગી હોસ્પિટલો દ્વારા માનવતા નેવે મૂકીને કોરોનાના દર્દીઓને સારવાર પેટે લાખો રૂપિયાના તોતિંગ બિલો અપાતા હોવાની વ્યાપક બનેલી ફરિયાદોના પગલે સરકાર તો જાગી છે અને પગલા લેવાના આદેશ પણ આપ્યા છે. રાજ્યના આરોગ્ય કમિશનર આજે બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા.

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે આજે પાલનપુરમાં આવ્યા હતા. પાલનપુરમાં આવેલા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ મોટું નિવેદન આપ્યું છે. રાજ્ય આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે મેટ્રો શહેરમાંથી કોઇ દર્દી અન્ય જિલ્લામાં રિફર થશે નહીં. જનતાએ કોઇપણ પ્રકારની અફવામાં આવવું નહીં. મેટ્રો શહેરમાંથી દર્દીને અન્ય જિલ્લામાં રિફર કરવામાં આવશે નહીં.

image source

તો મીડિયા સામે વાત કરતા સમયે ધમણ મામલે આરોગ્ય કમિશનરે બોલવાનો ઇન્કાર કર્યો હતો. તેમજ રાજ્યમાં કોરોનાના દર્દીઓના મોત મામલે પણ આરોગ્ય કમિશનરે મૌન સાધ્યું હતું. તો બીજી તરફ, આરોગ્ય કમિશનર માસ્ક પહેર્યા વગર જ કલેક્ટર કચેરીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય કમિશનરે કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરીએ બેઠક યોજી હતી. તેઓએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા એમ ત્રણ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કોવિડ હોસ્પિટલ અને સુવિધાઓને લઈને ચર્ચા કરી હતી. તેમજ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુદર મામલે ચર્ચા કરી હતી.

ડેથ રેટ મામલે મૌન

image source

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યુ હતુ કે, અમદાવાદ-અન્ય શહેરોમાં પુરતા બેડ ઉપલબ્ધ છે. સરકાર-તંત્ર દ્વારા દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહી છે. અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ પહેલા કરતા સારી છે. ધમણ-રાજ્યમાં ડેથ રેટ મુદ્દે આરોગ્ય કમિશનરે મૌન સેવ્યું છે.

કયા મામલે કર્યો ખુલાસો

image source

ગઈકાલે એવી વાત ચર્ચાઈ હતી કે, ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે સરકાર મોટા પગલા લઈ શકે છે. સતત વધી રહેલા કોરોના કેસને કારણે હાલ હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. એમાંય અમદાવાદની સ્થિતિ નાજૂક છે. ત્યારે સરકાર આસપાસના જિલ્લાની મદદ લેવાનું વિચારી રહી છે. અમદાવાદના દર્દીઓને આસપાસ રીફર કરવામાં આવશે. ગાંધીનગર-મહેસાણા-બોટાદ જિલ્લામાં દર્દીને રીફર કરવા વિચારણાં કરાઈ રહી છે. મેડિકલ સુવિધાના અભાવે સરકાર આગામી દિવાસમાં નિર્ણય લઈ શકે છે. અન્ય જિલ્લાની હોસ્પિટલ અને મેડિકલ સુવિધાનો લાભ પણ લેવાઈ શકે છે.

image source

સરકાર આ અંગે નોટિફિકેશન બહાર પાડી શકે છે. સરકાર વારંવારં કહી રહી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ રાજ્ય સરકારને વિશાળ સત્તાઓ છે અને ખાનગી હોસ્પિટલના માલિકો અને સંચાલકો જો પોતાની મનમાની ચાલુ રાખશે તો કાયમી ધોરણે હોસ્પિટલ બંધ કરવાની ચીમકી પણ આપતી આવી છે. આમ છતાંય પરિણામ તમારી સામે છે. કયાંક પચાસ હજાર તો કયાંક ૨ લાખનો ભાવ બોલાઈ રહ્યો છે દર્દીઓને લૂંટવા માટે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ