જાણો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ના લેવાથી શું થાય છે નુકસાન…

જો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ નઈ હોય તો ચૂકવવી પડી શકે છે મોટી કિંમત!!

image source

ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કેટલું જરૂરી છે તે મધ્યપ્રદેશ ના રહેવાસી ૩૦ વર્ષીય પ્રજ્ઞા પાલિવાલથી વધારે સારી રીતે કોઈ ન જાણી શકે! થાઈલેન્ડ ગયેલા પ્રજ્ઞા પાલિવાલનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું.

મધ્યપ્રદેશના બૂંદેલખંડ વિસ્તારમાં આવેલા છતરપુર જિલ્લાના રહેવાસી પ્રજ્ઞા પાલીવાલ, બેંગ્લોરની એક કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર છે. તે હોંગકોંગમાં ૮ ઓક્ટોબરના રોજ એક સંસ્થામાં યોજાયેલી વાર્ષિક કોન્ફરન્સ માટે ગઈ હતી.

image source

ત્યાં પહોંચ્યા બાદ ફૂકેટમાં માર્ગ અકસ્માતમાં તેની મૃત્યુની જાણકારી બંગ્લોરમાં રહેતી તેની રૂમમેટ એ ૯ ઓક્ટોબરના રોજ તેના પરિવારજનો ને આપી હતી. આ ઘટના એક ઉદાહરણ છે કે વિદેશ યાત્રા દરમિયાન જો તમે ઇન્શ્યોરન્સના ખરીદો તો તે યાત્રા એક ખરાબ સપનામાં ફેરવાઈ શકે છે.

પ્રજ્ઞાએ થાઈલેન્ડ જવા પહેલા ઇન્શ્યોરંસત નહતું લીધું તેને કેરને તેના પરિવારને તેનો મૃતદેહ પરત ભારત લાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

image source

આ ઘટના હમણાં જ ન્યુઝમાં હતી કારણ કે પ્રજ્ઞાના પરિવારે તેના પાર્થિવ મૃતદેહને પરત લાવવા અંતે રાજ્ય સરકારની મદદ માંગી હતી. જો કે આ સમગ્ર પ્રક્રિયા સમય એટલા માટે લાગી રહ્યો હતો કેમ કે તેના પરિવારના કોઈ સદસ્ય જોડે પાસપોર્ટ નહતો.

મધ્યપ્રદેશ સરકારે ૨.૦૨ લાખ રૂપિયા નાખર્ચે એક એજન્સીને પ્રજ્ઞાનું પાર્થિવ શરીર પરત લાવવાની જવાબદારી સોંપી છે. ઘણી મહેનત પછી પ્રજ્ઞાનું પાર્થિવ શરીર ભારત પરત લાવી શકાયું હતું.

image source

ખબરોમાં આવવા વાળી આ કોઈ પહેલી ઘટના નથી જેમાં કોઈ પરિવારએ તેના સદસ્યનું પાર્થિવ શરીર પરત લાવવા સરકાર પાસેથી મદદ માંગી હોય.

પોલીસીબજાર ડોટ કોમ ન સહસંસ્થાપક તેમજ સીબીઓ તરૂણ માથુર એ જણાવ્યું કે વિદેશ યાત્રાની યોજના બનાવતી વખતે અકાળ મૃત્યુને કારણે ઉભી થઇ શકતી પરિસ્થતિઓથી નિપટવાની યોજના પણ બનાવવી જોઈએ.

ઇમરજન્સી ઇવેક્યુએશન કવરેજ વાળી એક વ્યાપક ઇન્શ્યોરન્સ પોલિસીમાં પોલિસીધારકની અકાળ મૃત્યુ નિપજવાની સ્થતિમાં તેમના પાર્થિવ શરીર ને ઘરે પરત લાવવાની જવાબદારી પણ શામિલ હોય છે.

image source

તેમને જણાવ્યું કે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માં એ કવરેજ એમના માટે વધારે ફાયદાકારક હોય છે કે જે પોતાની યાત્રાનું વ્યાપક ઇન્શ્યોરન્સ કરાવવા માંગતા હોય.

જો કે આ પોલિસીની રિક્લેમેશન પ્રોસેસને સરળ બનાવવા માટે અલગ – અલગ પ્રકારની વ્યવસ્થાઓ છે પરંતુ તેમ છતાં અલગ – અલગ ધર્મ, અલગ – અલગ દેશના કાનૂન તેમજ નીતિઓને કારણે વિદેશી ધરતી પરથી પાર્થિવ મૃતદેહ પરત લાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

image source

વધુમાં તેમને જણાવ્યું કે પાર્થિવ શરીરને વિદેશથી પરત લાવવાના કવરેજમાં તેના માટે થતા આવશ્યક ખર્ચનો પણ સમાવેશ થઇ જાય છે.આ ખર્ચમાં શવલેપ કરવું, દાહ – સંસ્કાર કરવો અથવા તાબૂત કે પરિવહનની વ્યવસ્થા કરવી જેવા અન્ય ખર્ચોનો સમાવેશ થાય છે.

ઇન્શ્યોરન્સ કંપની આસિસ્ટન્ટ સર્વિસ પ્રોવાઇડર શોકાતુર પરિવાર અથવા તો મૃતક ન કોઈ નજીકના સબંધીને રોડ માર્ગ અથવા હવાઈ માર્ગ દ્વારા મૃતકના અવશેષોને પરત લાવવામાં પણ સહાયતા કરવામાં આવે છે.

image source

ઉલ્લેખનીય છે કે પર્યટન મંત્રાલયની એક રિપોર્ટ પ્રમાણે પાછળ પાંચ વર્ષોમાં વિદેશ જવાવાળા પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. એક અનુમાન એ પણ છે કે ૨૦૨૫ સુધીમાં ભારતીય પર્યટકો વિદેશ યાત્રા માટે ૪૦.૭ અમેરિકી ડોલરનો ખર્ચ કરશે.

જો કે, દર વર્ષે વિદેશ યાત્રામાં મૃત્યુ પામતા યાત્રીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ સંખ્યા ૨૦૧૩ બાદ ખુબ જ ઝડપથી વધી રહી છે અને દર વર્ષે લગભગ ૮૦૦૦ જેટલા ભારતીય પર્યટકોનું વિદેશમાં અવસાન થાય છે. આ મૃત્યુઓનું મુખ્ય કારણ હૃદય સાથે જોડેયેલી બીમારીઓ અને માર્ગ અકસ્માત હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ