જયારે સાચો પ્રેમ કાંઈક કરવાનું ધારી લે છે ને ત્યારે કોઈ તાકાત તેમને રોકી નથી શકતી…

શહેરમાં આવેલી જાણીતી કોલેજમાં વિશ્વની વર્તમાન શિક્ષણ પધ્ધતિઓ અને વિશ્વ વિદ્યાલયો અંગે સેમીનાર ચાલી રહ્યો છે, જેમાં રાજ્યભરમાંથી વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થીત છે. આ સેમીનારમાં વિશ્વમાં જાણીતા એવા વર્તમાન વિશ્વ વિદ્યાલયો અને પાશ્ચાત્ય શિક્ષણ પધ્ધતિના અનેક વિદ્વાનો દ્વારા ગુણગાન ગાવામાં આવી રહ્યા છે. કોઇ પણ વિદ્વાન દ્વારા ભારતીય પ્રાચીન શિક્ષણ પધ્ધતિ કે પ્રાચીન વિશ્વ વિદ્યાલયનો ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી.

વિદ્વાનોએ પોતાના વિચારો રજુ કર્યા પછી જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નોના વિદ્વાનો દ્વારા જવાબ આપવામાં આવી રહ્યા હોય છે, ત્યારે નિલયની બાજુમાં બેઠેલી નિશા નામની વિદ્યાર્થીની ઉભી થાય છે અને પ્રશ્ન પુછે છે કે, ભારતની પ્રાચીન શિક્ષણ પધ્ધતિ અને પ્રાચીન વિશ્વ વિદ્યાલયો અંગે આપનો શુ અભિપ્રાય છે. ત્યારે એક વિદ્વાને જણાવ્યુ કે, ભારતની પ્રાચીન શિક્ષણ પધ્ધતિ અને પ્રાચીન વિશ્વ વિદ્યાલયો અંગેનો ઇતિહાસ તમે પુસ્તકોમાં વાંચી શકો છે. પ્રાચીન સમયમાં એ શિક્ષણ પધ્ધતિ યોગ્ય હતી પરંતુ વર્તમાન સમયમાં વિશ્વ સાથે કદમ થી કદમ મીલાવીને ચાલવા માટે પાશ્ચાત્ય શિક્ષણ પધ્ધતિ જ સર્વોત્તમ છે.

image source

જ્યારે નિશા બીજો પ્રશ્ન પુછવા જાય છે ત્યારે આયોજકો દ્વારા નીશાને બીજો પ્રશ્ન પુછતા અટકાવવામાં આવે છે. બધા વિદ્યાર્થીઓ પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગમાં રંગાયેલા વિદ્વાનોથી પ્રભાવીત થઇ રહ્યા હોય છે ત્યારે નિલય અને નિશા વિદ્વાનોના ભારતીય સંસ્કૃતિ પ્રત્યોના આવા વ્યવહારથી ખુબ જ દુઃખી થાય છે. સેમીનારમાંથી બહાર નીકળીને નિશા પોતાના પ્રેમી નિલયના ખભા પર માથુ મુકીને રડવા લાગે છે ત્યારે નિલય કહે છે કે, નિશા થોડા દિવસોમાં જ આપણા શહેરની બીજી કોલેજમાં પણ આવો સેમીનાર યોજાવાનો છે, જેમાં આપણે બન્ને સાથે મળીને ભારતીની પ્રાચીન વિશ્વ વિદ્યાલયો અંગે જાણકારી આપીશુ.

નિશા અને નિલયને થોડા દિવસો પછી જાણવા મળે છે કે, આવા સેમીનારના માધ્યમથી કેટલાક વિઝા માટેના એજન્ટો, વિદેશમાં રહેલા વિશ્વ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોકલીને તગડા રૂપીયા પડાવી રહ્યા છે. બન્ને પ્રેમી શાંત પણ મક્કમ રીતે, પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલા વિદેશી વિશ્વ વિદ્યાલયોના દલાલોને ખુલ્લા પાડવાનો દ્રઢ નિશ્ચય કરે છે.

image source

થોડા દિવસોમાં જ અન્ય કોલેજમાં પણ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કહેવાતા વિદ્વાનો દ્વારા વિદેશી વિશ્વ વિદ્યાલયોના ગુણગાન ગાઇને વિદ્યાર્થીઓ પ્રભાવીત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલા વિદ્વાનોએ પોતાના મત રજુ કર્યા પછી નિલય અને નિશા ભારતની પ્રાચીન વિશ્વ વિદ્યાલયો અંગે સમજ આપવાની શરૂઆત કરવામાં આવે છે. વિશ્વને ભારતીય ગણિતજ્ઞએ “શૂન્ય” ની શોધ કરી આપેલી, સરોગેટ મધર તો હાલ શોધાયું છે કૌરવોનો જન્મ કઈ રીતે થયેલો, એ આપણે સૌ જાણીએ છીએ.

નાસા કે છે કે, જુપીયેટર ( ગુરુ ગ્રહ – બૃહસ્પતિ ) ૧૨ વર્ષે એનું રાશિ ભ્રમણ પૂરું કરે છે અને આપણી પ્રાચીન પદ્ધતિ તો એના માનમાં દર બાર વર્ષે કુંભમેળો યોજે છે. વિમાનની શોધ પશ્ચિમમાં થઈ તેવી ભ્રામક માન્યતા છે, અરે મિત્રો, ભગવાન શ્રીરામ પુષ્પક વિમાન માં રાવણ વધ પછી, લંકાથી અયોધ્યા પરત ફરેલા, વધુમાં નીશાએ જણાવ્યુ કે, પ્રાચીન ભારતમાં શિક્ષાના ત્રણ મહાકેન્દ્ર તક્ષશિલા,નાલન્દા અને વિક્રમશીલા વિશ્વ વિદ્યાલય હતાં.

image source

જેમાંથી પહેલી વિશ્વ વિદ્યાલય પંજાબમાં અને બીજી બે મગધ (બિહાર) માં હતી. તક્ષશીલા વિશ્વવિદ્યાલય ભારતની પ્રાચીન શિક્ષણ સંસ્થા પંજાબ પ્રદેશના રાવલપિંડી શહેરથી 18 મીલ દૂર તક્ષશીલા નામની નગરીમાં હતી. અહીંયાની સભ્યતા સંસારની સર્વોત્તમ અને જૂની સંસ્થાઓમાંની એક હતી. ચાણક્ય જેવા રાજનીતીજ્ઞ અને ભૃત્ય કૌમારજીવ જેવા શલ્ય ચિકિત્સક અહીંયા અધ્યાપક હતાં. ઇતિહાસકારોનું કહેવું થાય છે કે ભરતના બે પુત્રો હતાં તક્ષ અને પુષ્કર. પુષ્કરે પુષ્કરાવર્ત અને તક્ષે તક્ષશિલા બનાવડાવી હતી. ઇ.સ. પાંચસો વર્ષ પૂર્વથી લઇને છઠ્ઠી સદી સુધી તક્ષશીલા ખુબ જ ઉન્નતિશીલ રહી હતી. ત્યાર બાદ હૂણ આક્રમણકારીઓએ તેનો સર્વનાશ કરી દીધો હતો.

પછી લગભગ અઢી હજાર વર્ષ બાદ વૈજ્ઞાનિકોના ઘણા પ્રયાસો બાદ ત્યાંનું ખોદકામ થયું. જેની અંદરથી તેઓને તે જમાનાની પુરાતન વસ્તુઓ મળી આવી હતી. તે ઉપરાંત બ્રાહ્મી અને ખરોષ્ટ્રી લિપિમાં લખેલા શિલાલેખ પણ મળી આવ્યાં હતાં. નિલયે નાલન્દા વિશ્વવિદ્યાલય અંગે જણાવ્યુ કે, તક્ષશિલા બાદ નાલન્દા વિશ્વ વિદ્યાલયનું સ્થાન આવે છે. સાચે જ આ આખા સંસારની જ્ઞાનપીઠ હતી. આને તત્કાળ જગતને જ્ઞાન, વિજ્ઞાન, સાહિત્ય, કલા, શિલ્પ, સભ્યતા અને સંસ્કૃતિ વગેરેનું દાન આપ્યું હતું. નાલન્દામાં ભણ્યા વિના શિક્ષા અધુરી જ ગણાતી. પાલિ-સાહિત્યમાં નાલન્દા રાજગૃહથી આઠ મીલ દૂર બતાવી છે. એક ચીની યાત્રી ટ્વાંન-ધ્વાકેની કથાઅનુસાર નાલન્દા વર્તમાન બિહાર શરીફ શહેરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં એક આંબાનો બગીચો હતો.

image source

તે બગીચામાં નાલન્દા નામનો એક નાગરાજ રહેતો હતો. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન બુધ્ધ પૂર્વ જન્મમાં ત્યાં બોધીસત્વ રૂપમાં જન્મ્યા હતાં. તે જગ્યાનું ખોદકામ કરવાથી એક નાગાર્જૂનની મૂર્તિ મળી હતી. જ્યાં પહેલા નાલન્દા વિદ્યાપીઠની સુંદર ઇમારતો હતી. અહીંયાં ફક્ત પુસ્તકિયું જ્ઞાન જ આપવામાં નહોતું આપવામાં આવતુ પરંતુ હસ્તકળાઓ પણ શીખવાડવામાં આવતી હતી. અહીંયાં લગભગ દસ હજાર કરતાં પણ વધું શિષ્યો હતાં અને દોઢ હજાર કરતાં પણ વધું અધ્યાપકો હતાં. નાલન્દા ફક્ત મગધનો જ જ્ઞાન-ભંડાર નહોતો પરંતુ આખા સંસારમાં જ્ઞાન-વિજ્ઞાનનો પથપ્રદર્શક હતો. પરંતુ થોડીક નિર્બળતાઓ અને વિધર્મીઓના આક્રમણે નાલન્દાને માટીમાં ભેળવી દિધું હતું.

આપણે પ્રાચીન ભારતી વિશ્વ વિદ્યાલયો અંગે વાત કરી રહ્યા છીએ ત્યારે વિક્રમશીલા વિશ્વવિદ્યાલયને કેમ ભુલય, તેમ કહીને નિશાએ જણાવ્યુ કે, વિક્રમશીલા વિશ્વવિદ્યાલય ભારતની ત્રીજી મહત્વની વિશ્વવિદ્યાલય માનવામાં આવે છે. તિબટ્ટી બૌધ્ધ ગ્રંથોના અનુવાદ પછી તેના આધાર પર વર્તમાન ભાગલપુર જીલ્લાના સુલતાનગંજને વિક્રમશીલા નિશ્ચિત કરી હતી. આ વિશ્વ વિદ્યાલયની ચારો તરફ તોરણો હતાં. દરેક પ્રવેશદ્વાર પર એક-એક પ્રવેશિકા પરીક્ષાગૃહ હતો. આ બધા જ દ્વારો પર એક એક મહાન વિદ્વાન હતાં. જે પણ વિદ્યાર્થી અહીંયાં ભણવા માટે આવતો હતો તેને પહેલા આ દ્વારસ્થ પંડિતોની પરિક્ષામાં પાસ થવું પડતું હતું.

image source

આ વિદ્યાપીઠમાં 108 પંડિતો હતાં અને તેમાં આચાર્ય દિપંકર શ્રી જ્ઞાન હતાં. અહીંયાનાં મહાપંડિતોમાં ડોમ્બીયા,સ્મૃત્યાકર વગેરે સિદ્ધ‍િઓ હતી. વર્ષ 1193 માં પાલવંશી રાજાઓનાં અધઃપતનની સાથે-સાથે આ વિશ્વવિદ્યાલય પણ હંમેશ માટે અંધકારની ગર્તામાં ‍જતી રહી હતી. વિજયમાં ઘમંડી થયેલા મહમ્મદ બીન અખ્તિયારની આગેવાની હેઠળ ગોવિન્દ પાલની હત્યા કરીને વિક્રમાશિલાને લૂંટી હતી. હજારો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની હત્યા કરી હતી. તેઓએ લગભગ બે વર્ષ જુનાં ધર્મ અને ભારતીય સભ્યતાનો એટલી હદે નાશ કર્યો કે તેનો પુનઃઉદ્ધાર થઇ શક્યો નહીં.

નિલય અને નિશા સેમીનારમાં ઉપસ્થિત લોકોને કહે છે કે, વિદેશી વિશ્વ વિદ્યાલયોના ગુણગાન ગાનારા આ વિદ્વાનો પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલા છે અને વિદેશી વિશ્વ વિદ્યાલયોમાં ભારતીય વિદ્યાર્થીઓને મોકલીને અઢળક નાણા કમાઇ રહ્યા છે. કહેવાતા વિદ્વાનોના કૌભાંડોને નિશા અને નિલય દ્વારા ખુલ્લા પાડવામાં આવતા તેઓ સેમીનાર અધવચ્ચે છોડીને ચાલતી પકડે છે અને ફરીથી ક્યારેય નિશા અને નિલયના શહેરમાં આવવાની હિમ્મત કરતા નથી. એક જાગૃત પ્રેમી યુગલના કારણે શહેરના અનેક વિદ્યાર્થીઓ વિદેશી વિશ્વ વિદ્યાલયો પ્રત્યેનો મોહ ભંગ થાય છે અને ભારતમાં આવેલી વર્તમાન શ્રેષ્ઠ વિશ્વ વિદ્યાલયોમાં પ્રવેશ મેળવવા માટેની તૈયારીઓ શરૂ કરે છે.

image source

કોલેજનો અભ્યાસ પુર્ણ થયા પછી થોડા મહીનાઓમાં જ નિશા અને નિલય અગ્નીની સાક્ષીએ જીવનસાથી બને છે અને લગ્ન પછી તરત જ બન્ને લગ્નમાં ભેટમાં આવેલ તમામ વસ્તુઓ વેચીને સાથે મળીને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શાળાની શરૂઆત કરે છે. શરૂઆતના તબક્કામાં તકલીફોનો સામનો કરવો પડે છે પરંતુ મક્કમતાથી આ પ્રેમી યુગલ દ્વારા પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગેરંગાયેલી શાળાઓને ટક્કર આપીને ભારતીય સંસ્કારોનું સિંચન કરતી શાળા ચલાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત દેશ ભક્તિના પાઠ ભણાવવામાં આવે છે. નિલય અને નિશા બન્ને પ્રાચીન ભારતીય વિશ્વ વિદ્યાલયોમાંથી સતત પ્રેરણા લઇને ભારતીય શિક્ષણ પધ્ધતિને સદ્રઢ કરવા માટે પ્રયત્નશીલ છે અને બન્ને ભારતીય શિક્ષણને જ પોતાનો પ્રેમ માનીને સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે.

લેખક : નીલકંઠ વાસુકિયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ