સ્લો થઇ ગયેલા સ્માર્ટફોનથી કંટાળી ગયા છો? તો આ રીતે કરી દો ઝડપથી ફાસ્ટ..

જો આપનો સ્માર્ટફોન સ્લો થઇ ગયો છે તો આ રીતે કરો ફાસ્ટ!!

આજકાલ બધા જ સ્માર્ટફોન વાપરતા થઇ ગયા છે. સ્માર્ટફોનના આમ તો ઘણાય ફાયદા છે પરંતુ તેની એક સમસ્યા પણ છે. થોડા સમય સુધી યુઝ કર્યા બાદ સ્માર્ટફોન ધીમો પડી જાય છે. આ પ્રકારની સમસ્યા ઘણી વાર એન્ડ્રોઇડ ફોન માં જોવા મળતી હોય છે. જો આપ પણ માર્ટફોનના સ્લો થવાથી પરેશાન છો તો અમે આજે આપણે કેટલીક એવી ટિપ્સ વિષે જણાવશું કે જે તમારા ધીમા થઇ ગયેલા ફોન માટે રામબાણ ઈલાજ તરીકે સાબિત થશે!

image source

ક્યારેય પણ પોતાના ફોનમાં બિન – જરૂરી એપ્લિકેશન્સ ને ન રાખવી જોઈએ. એક વાતનું જરૂર થી ધ્યાન રાખવું જોઈએ કે તમારા ફોનમાં જરૂરી અને કામની એપ્લિકેશન જ રાખવી જોઈએ. જે એપ્લિકેશન નો આપ ઉપયોગ ન કરતા હોવ તો તેમને અનઇન્સ્ટોલ કરી દેવી જોઈએ. આ સિવાય, આજ કાલ ફોનમાં પહેલા થી ઇન્સ્ટોલ્ડ એપ્લિકેશન્સ પણ આવતી હોય છે જેમને અનઇન્સ્ટોલ નથી કરી શકતી તો તેવામાં તેમને ડિસેબલ કરી દેવી જોઈએ.

image source

તમે ધ્યાન આપ્યું હશે કે ગુગલ પ્લે-સ્ટોર પર ઘણા બધા લાઈવ વૉલપેપર્સ હોય છે. તે લાઈવ વોલપેપર અને હોમ સ્ક્રીન પર આવતા કેટલાક વિજેટ પણ આપણા ફોનની ગતિને પ્રભાવિત કરી શકે છે. તેથી, નોર્મલ હોમ સ્ક્રીન પર તે જ વોલપેપર અને વિજેટ ને રાખો જેમને તમે યુઝ કરી શકતા હોવ.

image source

જયારે પણ આપ કોઈ એપ્લિકેશનને યુઝ કરો છો તો તેમાં Cache ભેગું થવાનું શરુ થઇ જાય છે. જેના કારણે પણ આપણા ફોનની સ્પીડ ધીમી પડી જતી હોય છે. તેવામાં જરૂરી છે કે આપણા ફોનના સેટિંગ્સ માં જઈને આપ Cache ને ક્લિયર કરી દો.

૩. ઇનબિલ્ટ સ્ટોરેજને ક્લિયર કરો.

image source

સૌથી વધારે જરૂરી એ છે કે આપણ આપણા ફોનના ઇનબિલ્ટ સ્ટોરેજ ને ક્યારેય ફૂલ ના રાખો. ઇનબિલ્ટ સ્ટોરેજનું ૧૦ થી ૨૦ ટકા જેટલું સ્ટોરેજ હંમેશા ખાલી રહેવું જોઈએ છે. જેવી ફોનની સ્ટોરેજ ઓછી થવા લાગે એવી જ ઝડપથી ફોન પણ ધીમો થવા લાગે. તે માટે Cache ને ક્લિયર કરીને બિન જરૂરી એપ્લિકેશન્સ ને ફોનમાં થી હટાવી દેવી જોઈએ. આ સિવાય, ઇન્ટરનલ સ્ટોરેજમાં મોજુદ ફોટા, સોંગ્સ, અને વિડીયો ફાઈલને આપ મેમરી કાર્ડમાં મુવ કરી શકો છો.

image source

જો આપ સ્માર્ટફોનમાં ફર્મવેયર અપડેટની તપાસ કરો છો અને ફોનને અપડેટ રાખો છો તો તેનાથી ફોનની સ્પીડ માં સુધારો થાય છે. અપડેટમાં પરફોર્મમન્સ ઓપ્ટિમાઇઝેશન પણ શામેલ હોય છે. આપ ફોનની સેટિંગ્સમાં જઈને એ વાતની તપાસ કરી શકો છો કે સોફ્ટવેયર અપડેટ મળ્યું છે કે નહિ. જો મળ્યું છે તો તરત જ ફોનને અપડેટ કરો અને હાન, અપડેટ કરવા પહેલા ફોનનું બેક – અપ અચૂક લઇ લેજો!

image source

એનિમેશન્સ મુખ્ય રૂપથી મેન્યુ, એપ ડ્રોઅર્સ, અને અન્ય ઇન્ટરફેસ લોકેશન્સ માં ગ્રાફિકલ તરંજિશનની વચ્ચે કામ કરે છે. જયારે આપ આપણા સ્માર્ટફોનને યુઝ કરતા હોવ છો ત્યારે એનિમેશન એક્ટિવ મોડ માં હોય છે. તે ફક્ત ફોન વાપરવાના અનુભવને વધારે સારું બનાવે છે. ફોનના slothava પર આપ આ એનિમેશન્સ ને બંધ કરી શકો છો. તેના માટે ફોનની સેટિંગ્સમાં, ડેવલોપર ઓપશન્સમાં જઈને એનિમેશનને બંધ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ