ગામડાના વાતાવરણમાંથી કંદર્પ અને અલ્પા નામના યુવક યુવતી સીધી શહેરના વાતાવરણમાં આવી જાય છે. બારમા ધોરણ સુધી ગામડાની શાળામાં અભ્યાસ કરીને ઉત્તમ પરીણામ સાથે શહેરની નામાંકીત કોલેજમાં બન્ને એક સાથે પ્રવેશ મેળવે છે. આમ તો કંદર્પ અને અલ્પા શાળામાંથી જ શ્રેષ્ઠ મીત્ર બની ગયા છે પરંતુ કોલેજમાં આવીને આ મૈત્રી વધુ ગાઢ બની જાય છે. કોલેજના દિવસો જેમ જેમ સાથે પસાર થઇ રહ્યા છે તેમ તેમ કંદર્પ અને અલ્પા એકબીજાથી વધુ નજીક આવવા લાગે છે.

કંદર્પના મનમાં તો અલ્પા ફક્ત તેની શ્રેષ્ઠ મિત્ર જ છે પરંતુ અલ્પાના મનમાં કંદર્પ વસી ગયો છે અને તે તેને પોતાનું સર્વસ્વ માનવા લાગે છે. અલ્પા આખો દિવસ કંદર્પના વિચારોમાં જ ખોવાયેલી રહે છે અને મહત્તમ સમય કંદર્પ સાથે પસાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. કોલેજના છેલ્લા વર્ષમાં અલ્પા કંદર્પને તેના મનની વાત જણાવવા ઉતાવળી બની રહી છે જેથી કંદર્પને પણ અંદાજ તો આવી જાય છે કે અલ્પા તેને પ્રેમ કરવા લાગી છે. તેમ છતાં પણ કંદર્પના વ્યવહારમાં કોઇ પરીવર્તન આવતુ નથી. કોલેજના અનેક યુવકો અલ્પાની પાછળ પાગલ બન્યા છે ને અલ્પા કંદર્પની પાછળ પાગલ બની છે. કોલેજના એન્યુઅલ ફંક્શનમાં કંદર્પ અને અલ્પા બન્ને એકસાથે આવે છે અને બધાની હાજરીમાં અલ્પા કંદર્પ સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકે છે અને કંદર્પ અલ્પાના પ્રેમના પ્રસ્તાવનો સહર્ષ સ્વિકાર કરે છે.
કંદર્પ અને અલ્પા હવે મિત્રમાંથી પ્રેમી બને છે. કોલેજનો અભ્યાસ પુર્ણ થયા પછી કંદર્પ અને અલ્પાની એકબીજાના ઘરે અવર જવર વધી જાય છે જેથી બન્ને પરીવારોને પણ તેમના પ્રેમની જાણ થઇ જાય છે. બન્ને પરીવારો એકબીજાથી પરીચીત હોવાથી અને સમજદાર હોવાથી કંદર્પ અને અલ્પાના પ્રેમને માન્યતા આપવામાં આવે છે. બન્ને પરીવારો દ્વારા કંદર્પ અને અલ્પાના ભવ્યાતિભવ્ય લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન પછી બન્ને સિમલા અને મનાલી ફરવા માટે જાય છે અને ત્યાં જ બન્ને મળીને નક્કી કરે છે કે જેવી રીતે આપણે બન્ને એકબીજાને પ્રેમ કરી રહ્યા છીએ તેવી જ રીતે જરૂર પડે ત્યારે આપણે સમાજની, દેશની પણ સેવા કરીશુ.

લગ્નના થોડા મહિનાઓ પછી તરત જ કંદર્પ અને અલ્પા ગામડુ છોડીને સમગ્ર પરીવાર સાથે શહેરમાં સ્થાયી થાય છે અને કંદર્પ કરીયાણાનો વેપાર શરૂ કરે છે. થોડા મહીનાઓમાં જ કંદર્પને કરીયાણાના વેપારમાં ફાવટ આવી જાય છે અને તે અનેક લોકોને પોતાની સાથે જોડે છે અને તેઓને રોજગારી પુરી પાડે છે. કંદર્પ વેપારમાંથી સારા પ્રમાણમાં રૂપીયા પણ કમાવા લાગે છે તેમ છતાં પણ અલ્પા ઘરે બેસી રહેવાના બદલે કાપડનો વેપાર શરૂ કરવાનું નક્કી કરે છે અને ઘરે જ કાપડનો વેપાર શરૂ કરે છે. કંદર્પની જેમ જ અલ્પા પણ કાપડના વેપાર દ્વારા અનેક મહિલાઓને પગભર કરે છે અને તેમના દ્વારા પરીવારનું ભરણ પોષણ કરવામાં આવે છે.

લગ્ન જીવનના પાંચેક વર્ષ પછી પરીવારમાં નાના બાળકનું આગમન થાય છે અને પરીવારની ખુશીઓ બેવડાઇ જાય છે. પુત્રની જવાબદારીની વચ્ચે પણ અલ્પા કાપડનો વેપાર ચાલુ રાખે છે. કંદર્પ કહે છે કે, હવે તારે પૈસા કમાવાની કોઇ જરૂરી નથી , તું ફક્ત આપણા બાળકનું ધ્યાન રાખ તો સારૂ ત્યારે અલ્પા કહે છે કે, હું મારા કે આપણા પરીવાર માટે નહી પરંતુ એ પરીવારની મહિલાઓ માટે કાપડનો વેપાર ચાલુ રાખી રહી છુ કે જેમના પરીવારનું ગુજરાન આપણા વેપાર થકી ચાલી રહ્યુ છે. કાપડના વેપાર દ્વારા જે પરીવારોને રોજગારી મળી રહી છે તેઓનું શુ થશે? કંદર્પ અલ્પાનો ભાવાર્થ સમજી જાય છે અને ફરી ક્યારે પણ તેને વેપાર બંધ કરવા માટે જણાવતો નથી. આવી રીતે લગ્ન જીવવના દસ વર્ષ પુર્ણ થવા આવે છે.
કંદર્પ અને અલ્પા એકબીજાને, પરીવારજનોને ભરપુર પ્રેમ આપવાની સાથે સામાજીક કાર્યો પણ કરી રહ્યા છે. લગ્નજીવનની દશમી વર્ષગાંઠ તથા પુત્રના પાંચમા જન્મદિવસની એકસાથે ભવ્ય ઉજવણી કરવા માટે છ મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. મિત્રો, પરીવારજનો, આસપાસ રહેતા લોકો સહિત તમામ પરીચીત લોકોને આમંત્રણ પત્રીકા પણ મહિના પહેલા પહોંચાડી દેવામાં આવે છે. પરંતુ સમગ્ર વિશ્વ અચાનક નોવેલ કોરોના વાયરસના ભરડામાં આવી જાય છે ત્યારે કંદર્પ અને અલ્પા સતત સરકાર દ્વારા આપવામાં આવતી ગાઇડ લાઇન ઉપર નજર રાખે છે અને લગ્નજીવનની દશમી વર્ષગાંઠ તથા પુત્રના પાંચમા જન્મદિવસની ઉજવણી કરવાનું મોકુફ રાખે છે.

આમંત્રણ પત્રીકા આપવામાં આવેલ તમામ લોકોને કંદર્પ અને અલ્પા ફોન કરીને કાર્યક્રમ મોકુફ રાખ્યાની જાણ કરે છે ત્યારે કોલેજના મિત્રો ઘરે રૂબરૂ મળવા માટે આવવાની જીદ કરે છે. કોરોનાની પરીસ્થિતીને ધ્યાનમાં લઇને કંદર્પ અને અલ્પા તમામ મિત્રોને મળવા માટે આવવાની સ્પષ્ટ ના પાડી દે છે અને પોતાના ઘરમાં જ રહેવાની સલાહ આપે છે. કંદર્પ અને અલ્પા બધા મિત્રોને વિડીયો કોલ કરીને વાત કરે છે અને કોરોના વાયરસની ગંભીરતા પણ સમજાવે છે. કંદર્પ અને અલ્પા મિત્રોને સ્પષ્ટ કહી દે છે કે, “સમય છે સંયમ રાખવાનો આપણે, જીવતા રહીશું તો ફરી કાયમ મળતા રહીશુ” અને સાથે મિત્રોને કહે છે કે, તમારૂ ધ્યાન રાખજો, મારી પાસે તમારા જેવા બીજા મિત્રો નથી.

આખરે બધા મિત્રો માની જાય છે અને મળવાનું ટાળે છે. કંદર્પ અને અલ્પા તમામ મિત્રોને સમયાંતરે ફોન કરે છે અને કોરોના વાયરસની ગંભીરતા સમજાવે છે ત્યારે રોહન નામનો મિત્ર પ્રશ્ન કરે છે કે, કોરોના વાયરસના ચેપથી બચવા માટે આપણે શું કરવું જોઇએ ત્યારે કંદર્પ જણાવે છે કે, કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢુ ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.

આપણે ઘરમાં જ રહીશુ તો કોરોના વાયરસ ક્યારે પણ આપણી પાસે આવશે નહી, જો તમે ઘરની બહાર નિકળશો તો જ કોરોના તમારી સાથે ઘરમાં આવશે બાકી નહી જ આવે. રોહને ફરી પ્રશ્ન કર્યો કે હું તો ઘરની બહાર નહી જ નિકળુ પરંતુ કોરોના વાયરસના લક્ષણો શુ છે તે તને ખબર હોય તો મને જણાવને? ત્યારે અલ્પાએ જણાવ્યુ કે, તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે.

જો આવા કોઇ લક્ષણો જોવા મળે અને કોરોના ગ્રસ્ત દેશમાથી આાવેલા પેસેન્જર કે કોરોનાના દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેવા વ્યક્તિઓ તાત્કાલીક નજીકમાં આવેલા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ અને સચોટ સલાહ સુચન મેળવવા જોઇએ. કોરોના વાયરસના પ્રકોપને સામુહીક રીતે મળીને અટકાવવા માટે કંદર્પ અને અલ્પા સહિત તેના તમામ મિત્રો તથા પરીવારજનો ઘરમાં જ રહે છે. લગ્નના દસ વર્ષ પછી કંદર્પ અને અલ્પા મહત્તમ સમય એકબીજાની સાથે પસાર કરે છે અને પોતાના પ્રેમની અમુલ્ય વાતો તાજી કરીને ખુશીથી પરીવારજનો સાથે સમય પસાર કરી રહ્યા છે. સાથે સાથે લોકોને કોરોનાને હરાવવા માટે સરકારની તમામ સુચનાઓનું ચુસ્ત પણે પાલન કરવા અને ઘરમાં જ રહેવા માટે લોકોને ક્યારેક પ્રેમથી તો ક્યારેક કડકાઇથી સમજાવી પણ રહ્યા છે.
લેખક- નીલકંઠ વાસુકિયા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ