સોળ વર્ષની ઉંમરે નહિ તો સાંઇઠ વર્ષે પણ થાય, સાચા પ્રેમની ન હોય કોઇ ઉંમર

સંધ્યાનો સમય થયો છે અને બધા પોતાનું કામ પતાવી ઘર તરફ પાછા ફરી રહ્યા છે. આવા સમયે એક સામાન્ય પરિવારમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે કેમકે ઘણા વર્ષો પછી પરિવારમાં કોઇ બાળકનો જન્મ થયો છે. સામાન્ય પરિવારમાં પુત્રનો જન્મ થતાં પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આખો પરિવાર મળી પુત્રની કાળજી રાખી રહ્યા છે. આ પુત્રનું નામ તેના પરિવાર દ્વારા રમેશ રાખવામાં આવે છે. રમેશ નાનપણમાં નટખટ અને થોડો તોફાની પણ છે પરંતુ પરિવારમાં ઘણા વર્ષો પછી નાનું બાળક આવ્યુ હોવાથી રમેશ ને કોઈ રોકતુ ટોકતું નથી.

image source

રમેશનું બાળપણ ગામડામાં જ વિતે છે અને તે માધ્યમિક શાળા સુધી પોતાના ગામની શાળામાં જ શિક્ષણ મેળવે છે. તો બીજી બાજુ નજીકમાં આવેલા શહેરમાં શ્રીમંત પરીવારમાં દિકરીનો જન્મ થાય છે અને દિકરીનો જન્મ થતા પરીવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિકરીનું નામ નલીમા રાખવામાં આવે છે અને લાડ કોડથી દિકરીને પરીવારના લોકો નલી કહીને બોલાવી રહ્યા છે. નલીમાનું બાળપણ વૈભવી જીવન શૈલીમાં વિતે છે અને નલીમાં શહેરની ખ્યાતનામ શાળામાં અભ્યાસ કરી રહી છે. શાળામાં અભ્યાસ દરમ્યાન અનેક કિશોરો નલીમા તરફ આકર્ષાય છે પરંતુ નલીમા માત્ર અભ્યાસમાં ધ્યાન આપે છે અને પ્રેમ શબ્દથી પણ દુર રહે છે.

image source

બોર્ડની પરીક્ષા નજીક આવી રહી હોવાથી નલીમા પરીક્ષાની તૈયારી કરી રહી છે અને પરીક્ષામાં ઉત્તમ પરીણામ મેળવવા માટે નલીમા રાત દિવસ જોયા વગર સખત મહેનત કરી રહી છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે નલીમા માતા પિતાને પગે લાગીને પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર જાય છે ત્યારે તેની મુલાકાત પરીક્ષા ખંડમાં રમેશ નામના વિદ્યાર્થી સાથે થાય છે. નલીમા અને રમેશની પરીક્ષા ખંડમાં થયેલી પહેલી મુલાકાતમાં ફક્ત વાતચીત થાય છે અને પરીક્ષા દરમ્યાન રમેશ અને નલીમા સતત સંપર્કમાં રહેવાના કારણે એકબીજા તરફ સહજ રીતે આકર્ષાય છે. સોળ વર્ષની ઉંમરે બન્નેના પ્રેમનો પ્રારંભ થાય છે. પરીક્ષા પુર્ણ થયા પછી પણ રમેશ જ્યારે શહેરમાં આવે છે ત્યારે નલીમા સાથે સતત મુલાકાત થયા કરે છે.

image source

પરંતુ રમેશ અને નલીમા નો પ્રેમ આગળ વધે તે પહેલા જ પરીવાર દ્વારા નલીમા ની સામાજીક રીતી રિવાજથી સગાઇ નક્કી કરી દેવામાં આવે છે. નલીમા જ્યારે રમેશને કહે છે કે પરીવાર દ્વારા મારી સગાઇ નક્કી કરવામાં આવી છે અને હું હવે શું કરૂ તે મને કાંઇ સમજાતું નથી. રમેશ કહે છે કે આપણો પ્રેમ તો અમર જ છે અને અમર જ રહેશે. જે કાંઇ પણ થઇ રહ્યુ છે તે ઇશ્વરની જ મરજીથી થઇ રહ્યુ છે અને ભગવાનની મરજી હશે તો આપણે ચોક્કસ મળીશુ. આપણે સાથે હોય કે ન હોય આપણો પ્રેમ સાચો છે અને આપણો પ્રેમ અતુટ જ રહેશે.

image source

આ સાંભળીને નલીમા પણ ખુબ હરખાઇ જાય છે અને રમેશને કહે છે કે રમેશ તે મને ખરેખર દિલથી પ્રેમ કર્યો છે. હું તો આપણા લગ્નના સ્વપ્ન જોઇ રહી હતી પરંતુ મારી સગાઇ નક્કી કરી દેવામાં આવતા હવે આપણે ક્યારે મળીશુ એ હું જાણતી નથી ત્યારે રમેશે કહ્યુ કે, કદાચ આપણી આ આખરી મુલાકાત હશે પરંતુ જ્યારે પણ જરૂર પડે મને યાદ કરજે રમેશ તારી પાસે જ હશે. થોડી વાતચીત કરીને બન્ને પ્રેમીઓ છુટા પડે છે.

image source

થોડા દિવસોમાં જ નલીમાની સગાઇ કરવામાં આવે છે અને સગાઇના છ મહીના પછી નલીમાના લગ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. નલીમાના લગ્ન શાહી ઠાઠથી કરવામાં આવે છે અને નલીમાને અઢળક કરીયાવર પણ આપવામાં આવે છે. નલીમાનું લગ્ન જીવન સુખમય રીતે વિતી રહ્યુ છે. નલીમાનો પતિ પણ નલિમાને ભરપુર પ્રેમ આપી રહ્યો છે. તો આ બાજુ રમેશના હજુ સુધી લગ્ન થયા નથી અને પરીવારના સભ્યો રમેશને લગ્ન કરવા માટે જણાવે છે ત્યારે રમેશ કહે છે કે અત્યારે મારે લગ્ન કરવા નથી. પરીવારના લોકો ચિંતિત થઇ જાય છે કે રમેશ કેમ લગ્ન કરવાની કેમ ના પાડે છે.

image source

વારંવાર પુંછવા છતાં પણ રમેશ નલીમા સાથેના પ્રેમ અંગે એક પણ શબ્દ બોલતો નથી. રમેશ તેના મિત્રોને પણ પોતાના પ્રેમ અંગે કઇ કહેતો નથી. પરીવારના સભ્યોના વારંવારના આગ્રહના કારણે રમેશ લગ્ન માટે છોકરી જોવા માટે જાય છે અને પરીવારની ખુશી માટે લગ્ન કરવાની હા પાડે છે. હવે રમેશના લગ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે અને શાસ્ત્રોક્ત વિધીથી રમેશના લગ્ન કરવામાં આવે છે. રમેશનું દાંપત્ય જીવન પણ સુખમય રીતે વિતી રહ્યુ છે. નલીમા પણ પરીવાર સાથે ખુશ છે પરંતુ દિલથી હજુ રમેશને ભુલી શકી નથી તો આ બાજુ રમેશ પણ સુખી દાંપત્ય જીવનમાં પણ નલીમાને ભુલી શકતો નથી.

image source

વર્ષોથી દુર રહેવા છતાં પણ બન્ને વચ્ચેનો પ્રેમ અકબંધ રહે છે. નલીમાનું દાંપત્ય જીવન ખુશીથી વ્યતિત થઇ રહ્યુ હોય છે ત્યારે અચાનક જ નલીમા પર આભતુટી પડે તેવી ઘટના બને છે. નલીમાના પતિનો ગંભીર અકસ્માત થાય છે ત્યારે નલીમા પહોચે તે પહેલા રમેશ દવાખાનામાં પહોચી જાય છે અને નલીમાના પતિની સારવાર શરૂ કરાવે છે. થોડીવારમાં નલીમા દવાખાનામાં પહોંચે છે અને પતિ પાસે આવે છે. પરંતુ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થવાના કારણે તબિબિના અનેક પ્રયાસો છતાં પણ નલીમાના પતિનો જીવ બચાવી શકાતો નથી. પતિનું મૃત્યુ થયાની જાણ થતા જ નલીમા બેભાન થઇ જાય છે અને થોડા કલાકો પછી જ્યારે ભાનમાં આવે છે ત્યારે તે પોતાના પરનું નિયંત્રણ ગુમાવીને રમેશના ખભા પર માથુ મુકીને રડવા લાગે છે.

image source

દુઃખના સમયે રમેશ નલીમાને સહારો આપે છે અને નલીમાને સંભાળે છે. છુટા પડ્યાના વર્ષો પછી જ્યારે ખરેખર નલીમાને સહારાની જરૂર છે ત્યારે રમેશ તેની સાથે ઉભો રહે છે. થોડા વર્ષો પછી રમેશના દાંપત્ય જીવનમાં પણ અણધારી આફત આવી પડે છે અને રમેશની પત્નિનું પણ ટુંકી માંદગી પછી નિધન થાય છે. રમેશ પર આવી પડેલી અણધારી આફતમાં નલીમા સાથે ઉભી રહે છે અને રમેશને સતત સાંત્વના આપીને સંભાળે છે. પત્નિના વિરહમાં રમેશ આકુળ વ્યાકુળ થઇ જાય છે અને પત્નિને યાદ કરીને ખુબ દુઃખી થાય છે. રમેશની આવી હાલત જોઇને નલીમાથી પણ રહેવાતું નથી અને નલીમા દુઃખી થઇ જાય છે. થોડા મહિનાઓ પછી નલીમા રમેશને મળવા બોલાવે છે અને સાથે બેસીને પોતાના પ્રેમના જુના સ્મરણો યાદ કરે છે.

image source

સતત સંવાદના કારણે રમેશ ખુશ રહેવા લાગે છે અને પહેલાની જેમ જ હસી ખુશીથી જીવન જીવી રહ્યો છે. હવે રમેશ સાંઇઠ વર્ષની ઉંમરે નલીમા તરફ આકર્ષિત થાય છે અને નલિમા સામે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકે છે. નમિલા પણ રમેશના પ્રસ્તાવનો સ્વિકાર કરે છે અને બન્ને મંદિરમાં જઇને ભગવાનની સાક્ષીએ લગ્નગ્રંથી થી જોડાય છે. સોળ વર્ષની ઉંમરમાં શરૂ થયેલો પ્રેમ સાંઇઠ વર્ષે ફરી પાછો મળવાના કારણે રમેશ અને નલીમા ખુબ હરખાઇ જાય છે. રમેશ અને નલિમાએ ક્યારેય વિચાર્યુ પણ ન હતુ કે સોળ વર્ષની ઉંમરે છુટા પડ્યા પછી આવી રીતે મળીશુ. નલીમા અને રમેશનું સુખદ મિલન થાય છે અને જીવનની ઢળતી સંધ્યાએ એકબીજાનો સહારો બની રહ્યા છે.

લેખક : નીલકંઠ વાસુકિયા – વિરમગામ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ