જાણો કેમ સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની થઈ ધરપકડ..

સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની થઈ ધરપકડ, જાણો આખો મામલો શુ હતો.

image source

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેણે ટિકટોક વીડિયો બનાવવા મામલે એક યુવાન ઉપર જીવલેણ હૂમલો કરતા તેની સુરત પોલીસે ધરપકડ કરી છે.

image source

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે કનુ ભરવાડ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં તેની ધરપકડ કરાઈ છે. કીર્તિ પટેલ કનુ ભરવાડ નામના શખ્સ સાથે મળી તેણે આ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. આ મારામારીના કેસમાં સુરતના પુણાગામ પોલીસે કીર્તિની ધરપકડ કરી છે. કીર્તિ પટેલ પર હાલ સુરત પોલીસે કલમ 307ના ગુનામાં ધરપકડ કરી છે.

image source

કીર્તિ પટેલના એક વિવાદીત વીડિયો અંગે કનુ ભરવાડે રજૂઆત કરી હતી. રજૂઆત સમયે કનુ ભરવાડ સાથે મળી તેણે હુમલો કર્યો હતો. કીર્તિ પટેલને ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન કીર્તિએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા મામલે પોલીસે તેની ધરપકડ કરી છે.

image source

નોંધનીય છે કે થોડા સમય પહેલા કીર્તિ પટેલ પર એક કેસ થયો હતો. સુરતની ફેશન ડિઝાઇનર અને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલનો એક ઘુવડ સાથેનો ટીકટોક વિડ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ સંરક્ષિત વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતા વીડિયો બનાવીને ટીકટોક પર મૂક્યો હતો.

image source

જેના પગલે સુરત વન વિભાગ દ્વારા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની રસીદ સાથેનો વીડિયો પણ કિર્તી પટેલે બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો.

ઘુવડને પકડવુ તે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો બને છે. ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતા ઘુવડ સાથે કીર્તિ પટેલે વીડિયો વાઈરલ કર્યો હતો. ઘુવડને હાથમાં પકડીને વીડિયો ઉતારતા જીવ દયાપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઇ હતી. જેથી સુરત વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કિર્તી પટેલને 15 હજાર અને તેને સાથ આપનારને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

image source

વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર વેલ્ફેર ટ્રસ્ટ નામની સંસ્થાએ ફરિયાદ કરી હતી કે, વીડિયોમાં ઘુવડને પાછળથી પકડી રંજાડતા હોય તેવું સ્પષ્ટ પણે જણાય છે. પોતાની પ્રસિદ્ધિ માટે વન્ય પ્રાણીઓને આ રીતે રંજાડી વીડિયો ઉતારી ફરતો કરાયો હતો. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમો મુજબ ગુનો બનતો હોય આ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

image source

રાજકોટની વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર વેલ્ફેર ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા વીડિયો ફરતા કર્યાના દિવસે જ મુખ્ય વન સંરક્ષકને યુવતીના ફોટાગ્રાફ તેમજ વીડિયો સહિતની ફરિયાદ કરી પગલાં ભરવા માંગ કરી હતી.

image source

આ કેસ પછી પણ કીર્તિ પટેલનો ઝગડો ખૂબ મોટો થયો હતો. કીર્તિ પટેલના વિવાદિત વિડિઓ પણ ખૂબ વાયરલ થયા હતા અને ટિકટોક પર કીર્તિ પટેલ અને ગુજરાત ભરના યુવકો ગુસ્સે થઈને કીર્તિની સામે વિડિઓ પોસ્ટ કર્યા હતા. પણ હાલમાં કનું ભરવાડ સાથે કીર્તિને ઝગડો થયો હતો અને ત્યારે કીર્તિ પટેલે જીવલેણ હુમલો કર્યો હતો.

image source

આ હુમલા બાદ પુણાગામ પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી છે. કીર્તિ પર હાલ 307 કલમ પર ધરપકડ કરી લીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ