બીગ બીથી લઇને આ સ્ટાર્સે કારમાં નહિં પણ કરી લોકલ ટ્રાન્સપોર્ટમાં મુસાફરી, PICS

આ બોલીવૂડ સ્ટાર્સે પોતાની કાર નહીં પણ કરી લોકલ ટ્રાન્સપોર્ટમાં મુસાફરી, જુઓ તસ્વીરો

આપણા મગજમાં બોલીવૂડ સ્ટાર્સની વાત આવે એટલે તેમની લોકપ્રિયતાની સાથે સાથે આપણને હંમેશા તેમની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ પણ યાદ આવે અને સાથે જ યાદ આવે તેમની મોંઘેરી કારો. તેમને હંમેશા મોંગી મર્સિડીઝ કે રેન્જ રોવર્સ વિગેરેમાં જ જોવામાં આવે છે પણ જ્યારે તે લોકો આવી લક્ઝરિયસ કાર નહીં પણ કોઈ લોકલ ટ્રાન્સપોર્ટમાં જોવા મળે ત્યારે નજારો કંઈક ઓર જ હોય છે. તો આજે અમે તમને એવા જ બોલીવૂડ સ્ટાર્સ વિષે જણાવીશું કે જેમણે પોતાની કારને પડતી મુકીને લોક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવાની હીંમત કરી છે.

અમિતાભ બચ્ચન

image source

એક દિવસ અમિતાભ બચ્ચને પણ આ સાહસ કરી જ લીધું. હા સાહસ જ કહેવાય કારણ કે એમ પણ મુંબઈની લોકલ ટ્રેનમાં પગ મુકવાની જગ્યા પણ માંડ મળે તેવા સંજોગોમાં અમિતાભ જેવા દિગ્ગજ અભિનેતા તેમાં મુસાફરી કરવાનું વિચારે તે તો સાહસ જ કહેવાય. તે દિવસે તે લોકલ ટ્રેનના ડબ્બાના મુસાફરોને એક મીઠી સરપ્રાઇઝ મળી ગઈ હતી. અને તે વખતે અમિતાભે મુસાફરો સાથે થોડી વાતો પણ કરી હતી. તેમની સાથે સૌરભ નિબકર પણ હતો જેણે ગીટાર વગાડીને કેટલાક ગીતો ગાયા હતા અને તે રીતે ચેરિટી ફન્ડ પણ ઉભું કર્યું હતું.

અનિલ કપૂર

image source

અનિલ કપૂરે એક વાર ગણપતિ વિસર્જનના ટ્રાફીકમાં નહીં ફસાઈ જવાય તે હેતુ લોકલ ટ્રેનની સફર કરવાનું પસંદ કર્યું હતું અને તેણે પોતાના આ પ્રવાસને ખૂબ એન્જોય કર્યો હતો.

સિદ્ધાર્થ મલ્હોત્રા

image source

સિદ્ધાર્થ મલ્હોત્રાએ થોડા સમય પહેલા પોતાની રીક્ષાની મુસાફરીની એક તસ્વીર શેર કરી હતી. જેને તેણે નોસ્ટેલ્જીક રાઈડ કરી હતી.

સલમાન ખાન

image source

સલમાન ખાન એકવાર નહીં પણ ઘણીવાર સામાન્ય ટ્રાન્સપોર્ટ પર જોવામાં આવ્યો છે તે અવારનવાર બાઈક તેમજ સાઇકલ પર સવાર થઈને મુંબઈની ગલીઓમાં ફરતો જોવા મળ્યો છે. અને એકવાર તે પોતાના ભાઈ ઘરેથી પોતાના ઘરે પહોંચવા માટે રીક્ષામાં મુસાફરી કરી હતી. તેને તેના મિત્ર નિખિલ દ્વીવેદીએ કંપની આપી હતી.

વિદ્યા બાલન

image source

વિદ્યા બાલને મુંબઈના માહિમ ખાતે આવેલી દરગાહની મુલાકાત લેવા માટે એક વખત પોતાની કાર નહીં પણ ટેક્સિની સવારી કરી હતી. તે વખતે તેણી બોબી જાસૂસનું પ્રમોશન કરી રહી હતી.

વિવેક ઓબેરૉય

image source

વિવેક ઓબેરૉયે પણ એક દિવસ ટ્રાફીકથી બચવા માટે પોતાની ઓફીસે જવા માટે રીક્ષાની મુસાફરી કરી હતી અને તેણે બોલીવૂડ સ્ટાઈલ પોઝ પણ આપ્યો હતો. તેણે પોતાની આ તસ્વીર સોશિયલ મિડિયા પર શેર કરી હતી.

પ્રિયંકા ચોપરા

image source

બોલીવૂડ-હોલીવૂડ સ્ટાર આપણી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એક વાર મુંબઈમાં ઓટોરિક્ષાની મુસાફરી કરી હતી.

હૃતિક રોશન

image source

હૃતિક રોશને પોતાના બે દિકરાઓ સાથે એક વખતે રીક્ષાની મુસાફરી કરી હતી. વાસ્તવમા તે પોતાના બાળકોને રીક્ષામાં મુસાફરી કરવાનો અનુભવ કરાવવા માગતો હતો.

સંજય દત્ત

image source

સંજય દત્ત ઘણીવાર કાર ઉપરાંત ઓટો રીક્ષા અને ટેક્સીની મુસાફરી કરતો જોવા મળ્યો છે. એક વાર તે પોતાના એક મિત્રને એક પોશ રેસ્ટોરન્ટમાં ડીનર કરાવવા લઈ ગયો હતો અને ત્યાર બાદ તે ઘરે રીક્ષામાં પાછો આવ્યો હતો. અને તે દિવસે રીક્ષાના ડ્રાઈવરને તેના કરતાં ક્યાંય વધારે ભાડું તેણે ચૂકવીને ખુશ કરી દીધો હતો અને કેટલીક સેલ્ફી પણ લીધી હતી.

સની લીયોને

image source

સની લીયોનેએ પણ એકવાર પોતાની લક્ઝરી કારને પડતી મુકીને મુંબઈની ઓટો રીક્ષામાં મુસાફરી કરવાનું પસંદ કર્યુ હતું.

દિશા પટની

image source

પાપારાઝીથી પીછો છોડાવા માટે એક વખત દિશા પટની અને બૉયફ્રેન્ડે એક અખતરો કર્યો હતો. ટાઇગર શ્રોફ કારમાં ઘરે ગયો હતો જ્યારે દિશાએ કાર છોડીને રીક્ષાની મુસાફરી કરી હતી.

વરુણ ધવન

image source

વરુણ ધવનને નાની બાબતોમાંથી આનંદ લેવો ખૂબ પસંદ છે. તે ઘણીવાર મુંબઈમાં પબ્લીક કે ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા જોવા મળ્યો છે.

રનવીર સિંઘ

image source

રનવીર સિંઘ પોતાના લૂક સાથે જેટલા અખતરા કરે છે તેટલા જ અખતરા તે પોતાની કેરિયર સાથે જ કરતો આવ્યો છે અને તે સફળ રહ્યો છે. આ વખથતે તેણે પોતાના ટ્રાન્સપોર્ટ સાથે અખતરો કર્યો અને કાર નહીં પણ રીક્ષામાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો અને તે આ મુસાફરીથી ખૂબ જ ખુશ હોય તેવું તેની તસ્વીર પરથી લાગી રહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ