‘તાઉ-તે’ વાવાઝોડાને કારણે દેશભરમાં હાહાકાર: ગુજરાત ST વિભાગનો મોટો નિર્ણય, આ વિસ્તારોમાં બસોની ટ્રીપ બંધ

વાવાઝોડાને લઈને લેવાયા છે અનેક મોટા નિર્ણયો

વાવાઝોડાને લઈને જે મોટા નિર્ણયો લેવાયા છે તેમાં આજે બપોરે ખાસ મોટો નિર્ણય ગુજરાતના એસટી વિભાગે લીધો છે. આ નિર્ણયમાં દરિયાકાંઠાના વિસ્તારોથી 50 કિમી સુધીના રૂટ બંધ કરી દેવાયા છે. આજે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. બપોર બાદથી એસટી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે તેમાંથી 12000માંથી 4000 ટ્રિપ બંધ કરી દીધી છે. આ સાથે સરકારે ઊના, અમરેલી, જામનગરના રૂટ બંધ કરી દીધા છે.

Night curfew: અમદાવાદ સહિત 4 શહેરોમાં રાત્રિ કરફ્યુની જાહેરાત બાદ ST વિભાગનો મોટો નિર્ણય - after announcing night curfew in gujarat, st department took a decision, buses will not go to these
image source

હાલમાં ‘તાઉ-તે’ વાવાઝોડુ ગુજરાતના દીવ દમણની પાસે છે અને સાથે અનેક જગ્યાઓએ હવામાનમાં પલટો જોવા મળી શકે છે. દરિયામાં અનેક ફૂટ સુધી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અનેક જગ્યાઓએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ જોવા મળી રહી છે.

કેવી છે ગુજરાતની સ્થિતિ

image source

ગુજરાતની સીમામાં વાવાઝોડુ આવી ચૂક્યું છે. આ સાથે જ વાવાઝોડાની સાથે જમીન ધસવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આ લેન્ડફોલની અસર 2 કલાક સુધી ચાલુ રહેશે. લેન્ડ ફોલના કારણે દરિયાકાંઠા અને તેની આસપાસના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેશે.

image source

હવામાન વિભાગે પણ આ માટેની સત્તાવાર જાહેરાત કરી છે. લેન્ડફોલ સમયે 120થી 175 કિમીની ઝડપે પવન ફૂંકાી શકે છે. હવામાન વિભાગના અનુસાર વેરાવળમાં 75 કિમી પ્રતિ કલાકની ઝડપે, તો તાલાળામાં 75 કિમી /કલાકની ગતિએ અને કોડિનારમાં 111 કિમી/કલાક, ઉનામાં 114 કિમી/ કલાક અને ગીર ગઢડામાં 118 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!