કોરોના વાયરસ: RTPCR નહિં, પણ આ કિટથી માત્ર 2 કલાકમાં મળશે પરફેક્ટ રીઝલ્ટ, જાણો કોરોના ટેસ્ટની આ નવી રીત વિશે

ફેલુદા કીટનો વધારે ઉપયોગ કરવા વિષે ICMR દ્વારા બુધવારના રોજ દિલ્લીની હાઈકોર્ટને કહ્યું છે કે, કાઉન્સિલ ઓફ સાઈન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના વાયરસની ટેસ્ટ કીટ ફેલુદાને અત્યાર સુધી RTPCR જેટલી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ શકી નથી એટલા માટે ફેલુદા ટેસ્ટ કીટ વધારે મોંઘી છે.

ફેલુદા ટેસ્ટ કીટની કીમત ૩૦૦ રૂપિયા છે તો RTPCRની કીમત ૧૦૦ રૂપિયા છે.

image source

ICMRએ ન્યાયમૂર્તિ વિપિન સાંધી અને ન્યાયમૂર્તિ રેખા પલ્લીની પીઠને જણાવ્યું છે કે, ફેલુદા ટેસ્ટ કીટની કીમત ૩૦૦ રૂપિયા છે જયારે RTPCRની કીમત ફક્ત ૧૦૦ રૂપિયા છે. ICMR દ્વારા નક્કી કરવામાં આવેલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ અનુરાગ આહલુવાલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફેલુદા ટેસ્ટ કીટનો લાભ એ છે કે, ફેલુદા ટેસ્ટ કીટને પરીક્ષણ માટે પોતાની સાથે ગમે તે સ્થાને લઈને જઈ શકાય છે. એટલું જ નહી, RTPCR કરતા અડધા સમયમાં જ સચોટ પરિણામ આપે છે.

પરિસ્થિતિ સામાન્ય થાય તો તેનો ઉપયોગ કરી શકાય છે.

image source

ઉપરાંત RTPCR ટેસ્ટ કીટ માટે પ્રયોગશાળાની જરૂર હોય છે જયારે ફેલુદા ટેસ્ટ કીટનો ઉપયોગ કરવાથી પ્રયોગશાળાની આવશ્યકતા રહેતી નથી. ટેસ્ટના સેમ્પલને સાઈટ પર જ એકઠા કરી શકાય છે. ફેલુદા ટેસ્ટ કીટની મદદથી સચોટ પરિણામ ૨ કલાક કરતા પણ ઓછા સમયમાં મેળવી શકાય છે. આ સાથે જ ન્યાયપીઠ દ્વારા કહેવામાં આવ્યું છે કે, એક વાર કર્ફ્યુંની સ્થિતિ દુર થઈ ગયા બાદ જયારે સ્થિતિ સામાન્ય થઈ જશે તો ફેલુદા ટેસ્ટ કીટનો ઉપયોગ કરી શકાશે.

ICMRને હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી આ વાત.

image source

ICMR દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ માહિતી હાઈકોર્ટ તરફથી તા. ૧૦ મે, ૨૦૨૧ના રોજ ચર્ચા કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા ફેલુદા ટેસ્ટ કીટને RTPCR જેવી લોકપ્રિયતા નહી મળવાનું જણાવ્યું છે. ન્યાયપીઠ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તમામ ICMR પરીક્ષણ સામાન્ય જનતા માટે અવેલબલ કરાવવામાં આવવા જોઈએ. આની સાથે જ ખાસ કરીને જે ટેસ્ટ કીટ કિમતમાં સસ્તા હોય અને તે સચોટ પરિણામ પણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!