તરબૂચ નું શાક – શું તમે ક્યારેય બનાવ્યું છે? એકવાર જરૂર ટ્રાય કરજો આનંદ આવશે…

તરબૂચ તો સૌ ને ભાવતું જ હશે. તરબૂચ સ્વાદિષ્ટ તો હોય જ છે પણ એના ગુણ પણ ખૂબ જ છે. સામાન્ય રીતે આપણે તરબૂચ ખાધા પછી નીચે નો સફેદ ભાગ અને છાલ ફેંકી દઈએ છીએ.

આજે આપણે બનાવીશું આ સફેદ ભાગ માંથી એક સ્વાદિષ્ટ અને ખટમીઠું શાક. આ શાક બનાવવું ખૂબ સરળ પણ છે . આ શાક તમે ઘઉં બાજરા ની રોટલી , ભાખરી કે સાદી રોટલી સાથે પણ પીરસી શકો.

સામગ્રી :

• અડધું નાનું તરબૂચ

• 5 ચમચી તેલ

• 2/3 ચમચી રાઈ

• 2/3 ચમચી જીરું

• 1 ચમચી કાચી વરીયાળી

• 1 ચમચી સૂકા ધાણા

• મીઠું

• સ્વાદનુસર ગોળ

• 1/2 ચમચી હળદર

• 1 ચમચી મરચું

• 2/3 ચમચી ધાણા જીરું

• થોડા ટીપા લીંબુ નો રસ

રીત :


તરબૂચ નો લાલ ભાગ જુદો કાઢી લેવો. પાતળી છાલ ઉતારી લો. બચેલા સફેદ ભાગ ના નાના નાના ટુકડા કરી લેવા. કડાય માં તેલ ગરમ મુકો. વરીયાળી અને ધાણા ને અધકચરા વાટી લેવા. જેથી મોઢા માં નહીં આવે અને સ્વાદ ખૂબ જ સરસ આવશે. ગરમ તેલ માં રાઇ, જીરું અને પીસેલા વરીયાળી ધાણા ઉમેરો. તેલ માં બધું શેકાય ને બ્રાઉન થવા દો. નહીં તો કાચો ટેસ્ટ મોઢા માં આવશે ત્યારબાદ હિંગ ઉમેરો અને સમારેલ તરબૂચ ઉમેરો. થોડું મીઠું અને હળદર ઉમેરો. સરસ મિક્સ કરી કડાય ને ઢાંકી દો અને ડીશ પર થોડું પાણી મુકો. જ્યાં સુધી તરબૂચ એકદમ ચડી ના જાય ત્યાં સુધી પકાવો. વચ્ચે જરૂર લાગે તો ડીશ પર નું ગરમ પાણી ધીમે ધીમે થોડું થોડું શાકમાં ઉમેરવું. ત્યારબાદ શાક માં હળદર , લાલ મરચું અને ગોળ ઉમેરો. સરસ મિક્સ કરી લો. ગેસ ની આચ ધીમી જ રાખવી. ગોળ સરસ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરો. ત્યારબાદ શાક માં થોડા લીંબુ ના ટીપા ઉમેરો . મિક્સ કરો . ગરમ ગરમ પીરસો. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.