માધુરીના નૃત્યની અદભૂત અદાઓ ફિલ્મ ‘કલંક’ના નવા રિલીઝ થયેલા ગીતમાં દેખાઈ, તમે જોયું કે નહિ…

અલીયા ભટ્ટ અને રનબીરની બહુ ચર્ચિત આગામી ફિલ્મ ‘કલંક’નું ગીત ‘મોરે ઘર પરદેશીયા’ આજકાલ બધેજ છવાયેલું છે. આલિયાએ આ ગીતમાં પહેલી વખત કથક કર્યું છે. હવે માધુરી પર એક નવું ગીત કેવું હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.


‘મોરે ઘર પરદેશીયા’ આલિયાના નૃત્ય સાથે દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે તેમને એ ફિલ્મમાં સામેલ માધુરી દિક્ષિતની ખોટ એ ગીતમાં લાગી રહી છે ત્યારે માધુરીના ફેન્સ માટે પણ ખુશ ખબર ૯મી એપ્રિલે તેમને લઈને પણ એક શાનદાર ગીત રજૂ થઈ ચૂક્યું છે.

તે પહેલાં કરણ જોહરે એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારી ફિલ્મ ‘કલંક’માં માધુરીજીએ કામ કર્યું છે. તેઓ તેમના ટ્રેડિશનલ ઇન્ડિયન આઉટફિટ્માં ખૂબ જ જાજરમાન લાગી રાહ્યાં છે અને આ ફિલ્મમાં તેમનું ગીત તબહ હો ગયે પ્રસ્તુત થશે. જેની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

કરણ જોહરે જે ફોટો શેર કર્યો છે તે ખૂબ જ સુંદર છે તેમાં માધુરીએ ભવ્ય આભૂષણો અને ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે. તમને એ ફોટો જોઈને માધુરીનું ગીત માર ડાલાની યાદ અચૂક આવી જશે.

ફિલ્મ ‘કલંક’નો સેટ અને તેની સ્ટારકાસ્ટ બધું જ ખૂબ જ ભવ્ય છે. તે કરણના પિતાનો એક ડ્રિમ પ્રોજેક્ટ હતો. જે તેઓ તેમના મૃત્યુ પહેલાં પૂરું ન કરી શક્યા. હવે કરણ તેને એક અદભૂત ફિલ્મની શ્રેણીમાં મૂકવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. તેથી તેઓ દરેક રીતે ફિલ્મમાં મહેનત કરે છે.

મલ્ટી-સ્ટારર ફિલ્મ ૧૭મી એપ્રિલે રિલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં માધુરી દિક્ષિત, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, આદિત્ય કપૂર, વરુણ ધવન અને આલિયા ભટ્ટ જોવા મળશે.

Be someone's sunshine on a cloudy day ☀️

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on


ફિલ્મમાં ત્રણ ગીતો અત્યાર સુધી રજૂ કરવામાં આવ્યા છે. આમાં કલંકનું ટાઈટલ સોંન્ગનો સમાવેશ થાય છે, ખૂબ જ સુંદર નૃત્ય અને સંગીત છે તેમાં... હવે કલંકના ચોથા ગીતની રજૂઆતની રાહ જોવી રહી.

માધુરી અને આલિયાનો આ નવા ગીતના ડાન્સમાં કામ મને તો બહુ જ ગમ્યું, તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો હો…