ભાગી ગયેલા વેવાઇ-વેવાણના પ્રેમ પ્રકરણનો આખરે આવ્યો અંત, જાણો શું છે હકીકત

સુરતના વેવાઈ-વેવાણ ચકચારી કિસ્સામાં નવો વણાંક, વેવાઈ-વેવાણ છેવટે પોલીસ સમક્ષ હાજર થયા, પતિએ પત્નીને સ્વિકારવાની ના પાડી દીધી

છેલ્લા પંદરેક દિવસથી સુરતના કતારગામ વિસ્તારના વેવાઈ-વેવાણની પ્રેમકહાની કિસ્સાએ સોશિયલ મિડિયામાં ગજબનો ચકચાર મચાવ્યો છે. વેવાઈ વેવાણની આ જોડી પોતાના દીકરા-દીકરીના લગ્ન કરાવવાની જગ્યાએ પોતે જ ફરાર થઈ ગયા હતા. સતત 16 દિવસ પરિવારજનોથી નાસતા ફરતા આ પ્રેમી પંખીડા આખરે પરત ફર્યા છે.

image source

તેમણે પોલીસ સમક્ષ હાજર થઈ કબૂલ કર્યું હતું કે તેમનો 25 વર્ષ જુનો પ્રેમ અચાનક મળ્યા બાદ ફરી જાગી ઉઠ્યો હતો અને પ્રેમવશ થઈ તેઓએ ભાગી જવાનું પગલું ભર્યું હતું. આ વેવાઈ-વેવાણ 10મી તારીખથી ગાયબ હતા. વેવાણ કતારગામથી અને વેવાણ નવસારીથી ભાગીને બસ દ્વારા ઉજ્જૈન પહોંચી ગયા હતા. ત્યાં તેઓ 16 દિવસ ગેસ્ટ હાઉસમાં રહ્યા હતા. છેવટે મોબાઈલ લોકેશનના કારણે તેઓ ક્યાં છે તેની જાણકારી મળી હતી.

પોલીસ સમક્ષ કરી કબૂલાત

કડોદરા પોલીસ સમક્ષ બન્ને વ્યક્તિ હાજર થઈ ગઈ હતી. વેવાઈ એટલે કે દીનેશભાઈ (અહીં નામ બદલેલ છે)એ પોતાના નિવેદનમાં કેટલીક ચોંકાવનારી હકીકતોનો ખુલાસો કર્યો હતો. તેમના નિવેદન પ્રમાણે 25 વર્ષ પહેલાં તેઓ પોતાના પિતા સાથે સુરતના કતારગામ ખાતે રહેતા હતા. જ્યાં તેમના ભાવી વેવાણ, દીના બેન (અહીં નામ બદલેલ છે) તેમની સાથે ઓળખાણ થતાં, તેમની ઓળખાણ ધીમે ધીમે પ્રેમમાં પરિણમી હતી. આમ પ્રેમ પાંગરતા બન્ને અવારનવાર એકબીજાને મળતા રહેતા હતા. પણ તે દરમિયાન દીનાબેનના લગ્ન નવસારી ખાતે કરી દેવામાં આવ્યા હતા જ્યારે તે જ સમય દરમિયાન દીનેશભાઈના લગ્ન પણ કરી દેવામાં આવ્યા હતા.

image source

ત્યાર બાદ બન્નેની મુલાકાત સાવજ બંધ થઈ ગઈ હતી. પણ દીનાબેનના મામાને ત્યાં લગ્ન પ્રસંગમાં ફરી તેઓ એકબીજાને મળ્યા અને ફરી પાછો તેમનો જૂનો પ્રેમ તાજો થઈ ગયો. ત્યાર બાદ ફરી તેઓ એકબીજા સાથે ફોન પર મિત્ર તરીકે વાતચીત કરવા લાગ્યા. અને આ જ દરમિયાન દીનાબેન અને દીનેશભાઈના દીકરી-દીકરાની સગાઈ નક્કી કરી દેવાં આવી.

સગાઈ બાદ દીનાબેનના પતિ તેમની વચ્ચેના સંબંધની શંકા થતાં તેમણે આખરે સગાઈ તોડી નાખવાનો પ્રયાર કર્યો હતો, આ વાતથી ભયભીત થતાં દીનાબેન અને દીનેશભાઈને સમાજમાં તેમની આબરુ જવાની બીક લાગતા તેમણે બન્નેએ ઘર છોડીને જવાની વાત કરી હતી.

10મી જાન્યુઆરી 2020ના રોજ ચાર વાગ્યે ઘરે કોઈને પણ કહ્યા વગર પહેરેલે કપડે દીનેશભાઈ બુલેટ લઈને નવસારી પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ દીનાબેનને લઈને કડોદરા આવ્યા હતા અને ત્યાં એક પાનના ગલ્લાવાળાને ત્યાં પોતાનુ બુલેટ મુકીને બસમાં વડોદરા, દાહોદ થઈને ઉજ્જેન તેમજ રામદેવરા પહોંચ્યા હતા.

image source

બન્ને ઉજ્જૈનના એક ગેસ્ટ હાઉસમાં રહેતા હતા. છેવટે વેવાઈ-વેવાણના ફોનના લોકેશ દ્વારા તેમનો પત્તો લગાવી લેવામાં આવ્યો. છેવટે બન્નેને સમજાવીને ઘરે પાછા લાવવામાં આવ્યા. દીનેશભાઈના ગુમ થવાની ફરિયાદ કડોદરા પોલીસ સ્ટેશનમાં થઈ હોવાથી કડોદરા પોલીસે દીનેશભાઈનું નિવેદન લીધું હતું.

છેવટે વિવાદનો અંત આ રીતે આવ્યો હતો

છેવટે સુરતના વકિલ દ્વારા બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. અને તેમને પોતપોતાના ઘરે જવા રાજી કરવામાં આવ્યા હતા. વેવાઈ તેમજ વેવાણનું કાઉન્સેલિંગ કરીને આ કિસ્સાની ગંભીરતા વિષે તેમને સમજાવવામાં આવ્યું હતું તેમજ બન્ને પક્ષ આ વિવાદનો ઝઘડ્યા વગર સમજી-વિચારીને ઉકેલ લાવે તે માટે સમજાવવામાં આવ્યા હતા.

વેવાણનો પતિએ કર્યો અસ્વિકાર

image source

વેવાઈ-વેવાણ પોતાના પરિવાર સમક્ષ રવિવારે હાજર થયા હતા. દીનાબેન પતિને ત્યાં નવસારી પહોંચ્યા હતા પણ તેમના પતિએ તેમને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. માટે હાલ દીનાબેન તેમના માતાપિતાના ઘરે રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ