રેડ કાર્પેટ પર પ્રિયંકાએ આપ્યા સો હોટ પોઝ, પુરાવા તરીકે જોઇ લો તસવીર

ગ્રૈમી એવોર્ડસ શોમાં બૉલીવુડ અને હોલિવૂડના સૌથી પાવર કપલ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પણ સામેલ થયા હતા. બંનેને રેડ કાર્પેટ પર આવ્યા ત્યારે બધા જ પ્રિયંકા અને નિકને જોતાં જ રહી ગયા. પ્રિયંકા અને નિકએ પોતાના ગ્લેમરસ અંદાજમાં શોમાં એન્ટ્રી મારી. ગ્રૈમી એવોર્ડસ શો દરમિયાન જો કોઈની સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તો તે છે પ્રિયંકા ચોપડાના સ્ટાઇલિશ સૈટીન ગાઉનની. આ દરમિયાન નિશ્ચિત રીતે પ્રિયંકાએ પોતાના ફેશન સ્ટેટમેન્ટથી પોતાના પ્રસંશકોને આચરજમાં મૂકી દીધા છે. પ્રિયંકા અને નિકની ફોટો જોઈને લોકો એક બાજુ તારીફ કરી રહ્યા છે તો બીજી બાજુ તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે.

image source

ગ્રૈમી એવોર્ડસ શોમાં જયાં પ્રિયંકા ચોપડાએ ઓફ વાઇટ કલરનો ફ્રિન્જ સ્લીવસવાળો કીમોનો ગાઉનમાં જોવા મળી છે તો નિક જોનસ બ્રાઉન ગોલ્ડ કલરના શિમરી પેન્ટ-સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે અને નિકનો લુક પ્રિયંકાના લૂકને કોમ્પલિમેન્ટ કરી રહ્યા હતા.

આ સ્ટાઇલિશ જોડીની સાથે નિકના બંને ભાઈ કેવિન અને જો પણ હાજર હતા. આ સાથે જ કેવીનની પત્ની ડેનિયલ અને જોની પત્ની સોફી ટર્નરની સાથે મળીને એક ફેમિલી ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.

ગ્રૈમી એવોર્ડસ ૨૦૨૦ ના રેડ કાર્પેટ પર બધાનું ધ્યાન ખેચતા નિક જોનસ અને પ્રિયંકા ચોપડાની જોડી મસ્તી કરતાં ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.

ગ્રૈમી એવોર્ડસ ૨૦૨૦ દરમિયાન પ્રિયંકા ચોપડા તેની બંને જેઠાણી સોફી ટર્નર અને ડેનિયલ સાથે બેઠેલી જોવા મળી હતી. ગ્રૈમી એવોર્ડસ શો દરમિયાન નિક જોનસને તેના બંને ભાઈ કેવિન જોનસ અને જો જોનસ સાથે મળીને એક પર્ફોમન્સ આપી હતી. આ પર્ફોમન્સના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા.

નિક અને પ્રિયંકાની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને આ બંનેના દુનિયાભરમાં કેટલાય દિવાનાઓ છે. નિક અને પ્રિયંકાનો રોમાન્સ ઘણા બધા લોકો માટે કપલ ગોલ્સ છે.

આપને એક ટૂથપેસ્ટની એડ યાદ હશે જેમાં બતાવવામાં આવે છે કે દાંતમાં રાતનું ભોજન ફસાઈ રહેવું કેટલું શર્મિંદા કરે છે. આવું જ કઈક પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસની સાથે ગ્રૈમી પર્ફોમન્સ દરમિયાન થયું.

image source

ગ્રૈમી એવોર્ડસ દરમિયાન નિક જોનસ અને પ્રિયંકા ચોપડાએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું. પ્રિયંકા ચોપડા પોતાના બોલ્ડ લૂકના કારણે હેડ ટર્નર બની રહી. ત્યાં જ જોનસ બ્રધર્સ પોતાના સ્ટેજ પર્ફોમન્સથી છવાઈ ગયા. જોનસ બ્રધર્સને ખૂબ તારીફ મળી. પરંતુ આ બધાની વચ્ચે તેમના એક ફેનએ એવી વસ્તુ નોટિસ કરી જેના પછી સોશિયલ મીડિયા પર નિક જોનસ મજાક શરૂ થઈ ગઈ.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ અને તેમના ફેન્સને નિક જોનસના દાંતમાં લીલા રંગનું કઈક ફસાયેલું જોયુ જેની નિકે પણ મજાકીય અંદાજમાં જવાબ આપતા પોસ્ટ કરી કે, ‘ઓછામાં ઓછું હવે આપને બધા લોકોને ખબર તો પડી કે હું લીલી વસ્તુઓ ખાવ છું.’

image source

ખરેખર પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના પતિ નિક સાથે એક ખાસ પોઝવાળી એક ફોટો શેર કરતાં તેણે લખ્યું કે, ગ્રૈમીજ ૨૦૨૦. આ ફોટામાં પ્રિયંકાએ એક ઓફ વાઇટ ગાઉન કેરી કર્યું છે. આ ગાઉન ડીપ ફ્રન્ટ ઓપન ગાઉન છે. પ્રિયંકાનું આ ગાઉન ગળા થી લઈને નાભિ સુધી ખુલ્લુ છે. આ ગાઉનમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકોને પ્રિયંકાની સ્ટાઈલને પસંદ પણ કરી રહ્યા છે જો કે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પ્રિયંકાની આ ડ્રેસના કારણે ઘણી ટ્રોલ કરી રહ્યા છે.

image source

સોશિયલ મીડિયા યુઝર્સ પ્રિયંકાની આ ડ્રેસને જોઈને અજીબોગરીબ કમેન્ટ્સ કરી રહ્યા છે જેમ કે “ડરામણું, બેકાર અને ગંદો ડ્રેસ કહી રહ્યા છે. જ્યારે એક યુઝર્સ લખે છે કે નિરાશાજનક.. આનાથી સારા તો બૉલીવુડમાં આવવા દરમિયાન સારા કપડાં પહેરતી હતી પ્રિયંકા ચોપડા. અન્ય એક યુઝર્સ લખે છે કે આપની ડ્રેસ તો સારી છે પણ આપ ડરામણી લાગી રહ્યા છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ