સુપર નાની છે રવિના ટંડન, જોઇ લો શેર કરેલી સુપર ક્યૂટ તસવીરો તમે પણ

બૉલીવુડ એક્ટ્રેસ રવિના ટંડન રિયલ લાઈફમાં સુપર નાની છે. રવિનાને સુપર નાનીનું પ્રમાણ આપતા કેટલાક ફોટોસ જે ખુદ રવિનાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. રવિનાએ ફોટોસની સાથે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે જે દર્શાવે છે કે રવિના તેના ગ્રાન્ડસન સાથે કેટલું સારું બોંડિંગ ધરાવે છે. તેમજ આ ફોટોસ રવિનાએ તે બંનેના બોન્ડિંગને દર્શાવે છે.

image source

રવિના ટંડન દ્વારા શેર કરાયેલ ફોટોસમાં તે પોતાના દોહિત્રને ખોળામાં લીધેલ છે અને તેની જેમ જ પોઝ કરવાનો પ્રયત્ન કરી રહી છે. રવિના ટંડને ઘણા બધા ફોટોસ શેર કર્યા છે.

આ ફોટો કોઈ ભવ્ય મંદિરનો છે. આ ફોટામાં રવિના ટંડન ગ્રીન આઉટફિટમાં જોવા મળી રહી છે. ત્યાં જ ગ્રાન્ડસન પર્પલ કલરના પેન્ટ-સૂટમાં જોવા મળી રહ્યો છે.

image source

આ ફોટામાં રવિના ટંડનની દીકરી છાયા પણ પોતાના પતિ સાથે જોવા મળી રહી છે. આપને જણાવીએ કે ૯ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ છાયાએ એક દીકરાને જન્મ આપ્યો હતો.

દીકરી અને દોહિત્ર સાથે રવિના ટંડન

image source

રવિના ટંડનની વાત કરીએ તો રવિનાએ વર્ષ ૧૯૯૫ માં છાયાને દતક લીધી હતી. છાયાની સાથે રવિનાની બોંડિંગ પણ કોઇના થી છુપાયેલી નથી.

પરિવાર સાથે મંદિરમાં રવિના ટંડન

image source

રવિના ટંડનના વર્કફ્રંટની વાત કરીએ તો રવિના ટંડન પોપ્યુલર ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે સિઝન ૯’માં જજ તરીકે જોવા મળી હતી. ફિલ્મોથી રવિના ટંડને દૂરી બનાવી રાખી છે. રવિના ફક્ત સ્પેશિયલ અપીયરન્સ તરીકે જ કોઈ ફિલ્મનો ભાગ બને છે. એક ખબર મળ્યા મુજબ રવિના ટંડન હવે યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ KGF ચેપ્ટર ૨ માં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ