શાળા તો ખોલી નાંખી પણ હવે કોરોનાએ પગપેસારો કર્યો

ઘણા મહિનાઓથી કોરોનાના કારણે શાળાઓ બંધ હતી અને વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણતા હતા. ત્યારે હજુ કોરોનાનું સંકટ ટળ્યું નથી એ વાત પણ ચોખ્ખી જ છે. હવે શાળાઓ શરૂ થઈ છે અને વિદ્યાર્થીઓ બધા નિયમોનું પાલન કરીને ભણવા જઈ રહી છે. હાલના માહોલની વાત કરીએ તો ગુજરાતમાં શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે. જો કે આ બધની વચ્ચે એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે જૂનાગઢ બાદ સુરતમાં શાળા શરૂ થયા બાદ 2 શિક્ષક અને 3 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પહેલી વાર નથી. શાળાઓ શરૂ થતાં જ કોરોના કેસ સતત સામે આવી રહ્યા છે અને એક તરફ સુરતની સ્કૂલોમાં પણ કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

image soucre

આ વખતે સુરતમાં 2 શિક્ષકો, 3 વિદ્યાર્થીઓનો રીપોર્ટ પોજિટિવ આવ્યો છે. માટે જો વિગતે આ કેસ વિશે વાત કરીએ તો કેશોદ બાદ સુરતમાં પણ પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. સુરતમાં આઠ ઝોનમાં 97 સ્કુલ કોલેજમાં હેલ્થ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં 2 હજાર 320 લોકોના ટેસ્ટીંગ કરતા 5 લોકોના કેસ પોઝિટિવ આવ્યાં હતાં. તો વાત કરીએ જૂનાગઢના કેશોદની તો ત્યાં પણ 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવી હતી. અને આ કેસો સામે આવ્યા બાદ કેશોદમાં સ્કૂલો ચાલુ રાખવામાં આવી હતી.

image soucre

જો વાત કરીએ હાલમાં ગુજરાતની સ્થિતિ વિશે તો ગત 24 કલાક દરમિયાન કોરોનાના 471 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 257813 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 96.17 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં આજે 91 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 727 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,47,950 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 5491 એક્ટિવ કેસ છે. જેમાંથી 52 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

image soucre

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના કેસોમાં ધરખમ ઉછાળો આવ્યો હતો. જો કે હવે ધીમે ધીમે રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ કોરોનાનાં કેસો 500ની નીચે આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 471 કેસો નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તો 727 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોનાનાં કેસોન કુલ આંક 2,57,813 પર પહોંચ્યો છે. જ્યારે 4371 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 2,49,950 વ્યક્તિઓ રિકવર થયા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5491 પર પહોંચી છે. જેમાં 52 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે. તો 5439 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સામેનો રિકવરી રેટ 96.17 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.

image soucre

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલાં કોરોના કેસોની જિલ્લાવાર વિગતો જોઈએ તો અમદાવાદમાં 95 કેસ, એકનું મોત થયું હતું. સુરતમાં 91, વડોદરામાં 106, રાજકોટમાં 59 કેસ, ગાંધીનગરમાં 14 અને જૂનાગઢમાં 10 કેસ, જામનગર અને ભાવનગરમાં 7 – 7 કેસ, કચ્છમાં 10, આણંદ – મોરબીમાં 8 – 8 કેસ, નવસારી – પંચમહાલમાં 5 – 5, સાબરકાંઠામાં 4 કેસ, દ્વારકા – મહેસાણામાં 3 – 3, અરવલ્લીમાં 2 કેસ, બનાસકાંઠા – મહિસાગરમાં 2 – 2, ભરૂચમાં 7, અમરેલી – દાહોદમાં 6 – 6 કેસ, ગીર સોમનાથ – ખેડામાં 6 – 6, નર્મદામાં 5 કેસ, પાટણમાં 1 કેસ, છોટા ઉદેપુર, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 1 – 1 કેસ નોંધાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ