શું તમે જાણો છો દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલા આ રોચક તથ્યો? નહિ, તો ચાલો જાણીએ…

મિત્રો, આપણા ગુજરાત રાજ્યમા ગોમતી નદીના કિનારે આવેલુ દ્વારકાધીશ મંદિર ગુજરાતનુ સૌથી પવિત્ર મંદિર છે. પ્રભુ શ્રી કૃષ્ણને સમર્પિત આ મંદિરને ગુજરાતની સાથે ભારતના સૌથી પવિત્ર, ભવ્ય અને સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક માનવામાં આવે છે.

image source

દ્વારકા શહેરમાં આવેલું આ મંદિર પોતે જ એક પવિત્ર ભૂમિ છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દ્વારકાધીશ મંદિરની મુલાકાતે આવે છે. આ મંદિર વિશે કેટલીક રસપ્રદ અને પૌરાણિક હકીકતો છે, જે તમે કદાચ નહીં જાણતા હોવ તો ચાલો જાણીએ.

image source

એવું માનવામાં આવે છે કે, આ દ્વારકાધીશ મંદિર લગભગ બે હજાર બસો વર્ષ જૂનું છે. એવુ કહેવાય છે કે, આ મંદિરનું નિર્માણ કૃષ્ણકાળમાં વ્રજ્ભાન દ્વારા કરવામાં આવ્યું હતું. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે વ્રજ્ભાનને પ્રભુ શ્રી કૃષ્ણજીના પૌત્ર માનવામાં આવે છે. પૌરાણિક કથાઓમા કહેવામાં આવ્યુ છે કે, આ સ્થળને પ્રભુ શ્રી હરિનુ નિવાસસ્થાન માનવામા આવતુ હતું, જે પાછળથી મંદિર તરીકે બાંધવામાં આવ્યું હતું.

આ દ્વારકાધીશ મંદિર અનેક નામોથી જાણીતું છે. આ મંદિરને “કૃષ્ણ મંદિર” કહેવામાં આવે છે. આ સિવાય “દ્વારકા મંદિર” , “હરિ મંદિર”, “જગત મંદિર” વગેરે નામોથી ઓળખવામા આવે છે. એક દંતકથા અનુસાર આ નગરનું નિર્માણ સમુદ્રમાંથી બનેલી જમીનના ટુકડા પર કરવામાં આવ્યું હતુ, જે ભગવાન શ્રી કૃષ્ણએ કર્યુ હતુ.

image source

આ મંદિરનું નિર્માણ ભવ્ય રીતે કરવામા આવ્યુ છે. એવુ કહેવાય છે કે, તેનુ નિર્માણ મીરમાન ચાલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું, જેમા ચૂનાના પથ્થર અને રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ભારતની પ્રારંભિક શૈલીને પ્રતિબિંબિત કરે છે. એવું પણ કહેવાય છે કે, આ મંદિર પથ્થરના ટુકડા પર બનાવવામાં આવ્યું છે. પાંચ માળનું આ મંદિર ૭૨ સ્તંભો પર બનેલું છે, જે કોઈ આશ્ચર્યથી કમ નથી.

આ મંદિરની ટોચ પર ધ્વજ લહેરાવવામાં આવે છે, જેને ભક્તો સૂર્ય અને ચંદ્રનું પ્રતીક માને છે. એવુ કહેવાય છે કે, આ ધ્વજની ઊંચાઈ લગભગ ૭૫ ફૂટ છે. એવું પણ કહેવાય છે કે મંદિરનો ધ્વજ દિવસમાં ઓછામાં ઓછો પાંચ વખત બદલવામાં આવે છે પરંતુ, પ્રતિક તે જ રહે છે. લોકો એવુ માને છે કે, તે ભગવાન શ્રી કૃષ્ણની નકલ છે. એવુ કહેવાય છે કે, જ્યારે પણ ધ્વજ ફરકાવવામા આવે છે ત્યારે ભક્તો તેને સ્પર્શ કરવા માટે ઉત્સાહિત હોય છે.

image source

આ મંદિરમાં હાજર બે દરવાજા પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉત્તર તરફ એક દરવાજો હાજર છે, જેને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે. બીજો દરવાજો દક્ષિણ તરફ છે, જેને સ્વર્ગનો દરવાજો પણ કહેવામાં આવે છે. દક્ષિણ દરવાજામાંથી તમે ગોમતી નદી પર પણ જઈ શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ