120 વર્ષ પછી સુરતમાં અનાથાશ્રમમાં ઢોલ-શરણાઈ સંભળાયા, 18 વર્ષની લક્ષ્મીના યોજાયા ધામધૂમથી લગ્ન

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અનાથ આશ્રમમાં રહેતા બાળકો અને દીકરીઓનું જીવન કષ્ટભરેલું હોય છે. પરંતુ આ માન્યતા ભુલભરેલી છે. બાળકોને અહીં પણ અઢળક પ્રેમ મળે છે. તેમના જીવનમાં પ્રેમ અને હુંફની ખોટ રહેતી નથી. આ વાતનો તાજેતરનો જ પુરાવો છે સુરતના કતારગામનું 120 વર્ષ જુનું મહાજન અનાથ બાળાશ્રમ.

image source

આ બાળઆશ્રમ ખાતે તાજેતરમાં જ એક દીકરીના લગ્ન કરવામાં આવ્યા છે. 120 વર્ષમાં પહેલીવાર આ આશ્રમમાં લગ્ન પ્રસંગ થવાનો હોવાથી સમગ્ર આશ્રમને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. કતારગામના આ આશ્રમમાં 4 વર્ષની ઉંમરે આવેલી લક્ષ્મી 18 વર્ષની થતા તેના લગ્ન કરવામાં આવ્યા હતા.

image soucre

લગ્ન પણ એવા ધામધૂમથી કે જાણે દીકરીના માવતર જ કરી શકે. લક્ષ્મીના લગ્ન કશ્ય મહેતા સાથે થયા છે. આ લગ્ન સંપૂર્ણ વિધિવિધાન સાથે કરવામાં આવ્યા. લક્ષ્મીનું કન્યાદાન ટ્રસ્ટીઓએ કર્યું અને માતા-પિતાની ફરજ બજાવી હતી. જ્યારે લક્ષ્મીની વિદાઈ થઈ ત્યારે પણ આશ્રમ પરીવારમાં કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતા. લક્ષ્મી 4 વર્ષની હતી ત્યારથી અહીં રહેતી હોવાથી દરેક વ્યક્તિ તેની વિદાઈમાં રડી પડી હતી.

image soucre

લક્ષ્મી જ્યારે 4 વર્ષની હતી ત્યારે તે કચરાપેટીમાં મળી આવી હતી. ત્યારબાદથી તે બાળાશ્રમમાં રહેતી હતી. લક્ષ્મીએ ધોરણ 10 સુધી અભ્યાસ પણ કર્યો છે અને તેને રમતગમતમાં પણ ખૂબ રસ પડે છે. તે કરાટે પણ બ્લેક બેલ્ટ છે. લક્ષ્મી જ્યારે લગ્ન લાયક થઈ ત્યારે તેના માટે યોગ્ય વર મળતા ટ્રસ્ટીઓએ તેના લગ્ન ધામધૂમથી કર્યા છે.

image soucre

લક્ષ્મીના લગ્ન કશ્યપ મહેતા સાથે થયા છે. તેના પિતા બાળઆશ્રમમાં ઘણા વર્ષોથી સેવા કરતા હતા. તેમણે લક્ષ્મીને જોઈ અને પોતાના દીકરા સાથે તેના લગ્ન કરાવવાની વાત ટ્રસ્ટીઓને કરી. ત્યારબાદ લક્ષ્મી અને કશ્યપ વચ્ચે મુલાકાત થઈ અને બંનેના મન મળી જતા તેમના લગ્ન નક્કી કરવામાં આવ્યા.

image source

લક્ષ્મીના લગ્ન ટ્રસ્ટી અને આશ્રમના અન્ય લોકોએ ધામધૂમ અને ઉત્સાહથી કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. કોઈ પરીવાર જેમ પોતાની દીકરીના લગ્ન પહેલા સંગીત, મહેંદી જેવી વિધિ કરે તે તમામ વિધિ કરી આશ્રમમાં લક્ષ્મીના લગ્ન કરવામાં આવ્યા. ટ્રસ્ટીઓ તરફથી લક્ષ્મીને લગ્નમાં જરૂરી તમામ સામાન પણ આપવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ