સુરતની આ કિશોરીના પરિવારોએ કર્યુ ઉમદા કામ, આ રિયલ સ્ટોરી તમારી આંખમાં પણ લાવી દેશે આસું

મરણ પથારીએ પડેલી સુરતની કિશોરીએ જતાં જતાં ત્રણ બાળકોને આપી ગઈ જીવતદાન, મૃત્યુ પર્યંત પણ આ કીશોરીનો ઉપકાર આ બાળકોના માતાપિતા ક્યારેય નહીં ભૂલી શકે. ત્રણ મહત્ત્વના અંગોનું દાન કરતી ગઈ, અંગદાન કરીને ખુશી સાચા અર્થમાં પોતાના નામને સાર્થક કરીને ત્રણ મરતાં બાળકના પરિવારજનોને ખુશ કરતી ગઈ

image source

જ્યારથી દાક્તરી જગતે પ્રગતિ કરી છે ત્યારથી અંગદાન પણ એક વિશેષ અને મહત્ત્વનું દાન બની ગયું છે. કારણ કે હવે કોઈ એક વ્યક્તિના અંગ દાનથી બીજી વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. ખાસ કરીને એવી વ્યક્તિ કે જેના જીવવાની કોઈ જ આશા નથી રહી અને તેમનો કોઈ ઇલાજ નથી તેવી કેટલીક પરોપકારી વ્યક્તિઓ જીવનના અંત સમયે પોતાના શરીરના મહત્ત્વના અંગોનું દાન કરીને લોકોને જીવતદાન આપતી જાય છે.

image source

આવી જ એક વ્યક્તિ છે સુરતની કિશોરી ખુશી દૂધરેજા. ખુશી દૂધરેજા સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી 15 વર્ષિય કિશોરી હતી (આમ તો ‘છે’ જ કહેવાય કારણ કે તેના પૂણ્ય કાર્યથી તે અમર બની ગઈ છે). તેણી 21મી ડિસેમ્બરે એક અકસ્માતનો ભોગ બની હતી. તેણીને સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 26મી ડિસેમ્બરે તેણીને બ્રેઇડેડ જાહેર કરવામાં આવી.

બ્રેઈન ડેડ શું છે ?

image source

જ્યારે કોઈ વ્યક્તિ બ્રેઇનડેડ થઈ જાય ત્યારે તે ધબકારા તો લેતી જ હોય પણ તેનું મગજ સદંતર કામ કરતું બંધ થઈ જાય છે. તેની હલન ચલનની, કામ કરવાની વિચારવાની વિગેરે બધી જ શક્તિઓ ખતમ થઈ ગઈ હોય છે અને તે ક્યારેય પાછી આવી શકે તેમ નથી હોતી.

image source

જો કે આવી વ્યક્તિના બીજા અંગો જેમ કે હૃદય, કીડનીઓ, લીવર, વિગેરે બધું જ થોડા સમય માટે સ્વસ્થ રીતે કામ કરી શકતું હોય છે જો તેને બ્રિધિંગ મશીન સાથે જોડવામાં આવે તો. પણ જ્યારે કોઈ વ્યક્તિને બ્રેઇન ડેડ જણાવવામાં આવે ત્યારે સમજવું કે વ્યક્તિ જ મૃત પામી છે.

image source

માટે જ સુરત સ્થિત એક એનજીઓ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ મન્ડલેવાલાએ તેણીના કુટુંબની સાથે ચર્ચાવિચારણા કરીને તેમને તેણીના અંગોનું દાન કરવા સમજાવ્યા અને તેણીનું કુટુંબ તેના માટે માની ગયું. સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, ખુશીની કીડની અને લીવરને અમદાવાદ સ્થિત ઇન્સ્ટીટ્યૂટ ઓફ કીડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. જ્યારે તેણીના હૃદયને મુંબઈ મોકલી દેવામાં આવ્યું. તેણીની આંખોને સુરતની જ એક સંસ્થાને દાન કરી દેવામાં આવી.

image source

ખુશીની કીડની અને લીવરે અનુક્રમે ચાર વર્ષ, 10 વર્ષ અને 17 વર્ષના બાળકનો જીવ બચાવ્યો. IKDRCના ઓફિશિયલ જણાવે છે કે દરેક શવદાન કંઈ કેટલાએ જીવને બચાવી શકે છે.

ખરેખર ખુશી જેવી પરોપકારી વ્યક્તિ જતાં જતાં પણ ત્રણ પરિવારને ખુશીનો અવસર આપતી ગઈ છે. આજે તેનું હૃદય કોઈકના શરીરમાં ધડકતુ હશે તો તેની કીડની પણ કોઈનો જીવ બચાવીને બેઠી હશે. તો તેની આંખે પણ કોઈ સુંદર જગતના દર્શન કરતુ હશે. ધન્ય છે ખુશી દૂધરેજા અને તેણીના પરિવારજનોને જેમણે બીજાના લાડકવાયા સંતાનોને નવજીવન આપ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ