ઝડપથી વધારવુ છે 2020માં તમારું બેન્ક બેલેન્સ, તો આજથી જ અપનાવો આ ટ્રિક

2020માં પૈસાની બચત કરવાની આ રીત અપનાવશો તો ઝડપથી વધશે બેન્ક બેલેન્સ

image source

દરેક વ્યક્તિ ઘર-પરિવાર ચલાવવા માટે નોકરી, ધંધો, વેપાર કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેની કમાણી તો સારી હોય છે પરંતુ બચત થઈ શકતી નથી.

વળી કેટલાક ઘરોમાં કમાણી કરતાં વ્યક્તિ એકથી વધારે હોય તો પણ બેન્ક બેલેન્સ વધતું નથી હોતું. પૈસા બચાવવાના પ્રયત્ન કરવા છતાં આવા લોકોની આવક ખર્ચ થઈ જતી હોય છે.

image source

જો તમે પણ બચત કરી શકતા ન હોય તો નવા વર્ષમાં બચત કરવા માટેની આ ટીપ્સ જરૂરથી ટ્રાય કરો. આ ટીપ્સની મદદથી તમે સારી એવી બચત બેન્ક ખાતામાં જમા કરી શકશો.

તો ચાલો જાણીએ કે નવા વર્ષમાં પૈસા કરી રીતે બચાવી શકાય અને કઈ રીતે બેન્ક બેલેન્સમાં વધારો થઈ શકે છે. જેનાથી તમે આર્થિક રીતે મજબૂત થઈ શકશો.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘટાડો

image source

વર્તમાન સમયમાં બેન્કો ગ્રાહકોને અનેક લોભામણી સ્કીમ આપી ક્રેડિટ કાર્ડ આપતી હોય છે. લોકો પાસે એક કરતાં વધારે ક્રેડિટ કાર્ડ હોય તે પણ સામાન્ય વાત થઈ ચુકી છે. કાર્ડ પરથી લોકો સમજ્યા વિચાર્યા વિના રૂપિયા ખર્ચ કરી દેતા હોય છે.

image source

આમ જુઓ તો ક્રેડિટ કાર્ડ માયાજાળ જેવું છે. તે તમને ક્ષમતા કરતાં વધારે ખર્ચ કરાવે છે અને પછી કર્યા કર્યા હોય તેના કરતાં વધારે રકમ વ્યાજ સાથે વસુલ કરે છે. એટલે નવા વર્ષમાં નિયમ કરો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘટાડી દેશો.

બજેટ બનાવો

image source

દરેક ઘરમાં મહિનાના ખર્ચ માટે બજેટ બને છે. પરંતુ નવા વર્ષથી ખાસ રીતે ખર્ચનું લિસ્ટ તૈયાર કરો. જેમાં ત્રણ પાર્ટ કરો એક જરૂરીયાત, બીજું આરામ અને ત્રીજું લક્ઝરી.

મહિનાની જે જરૂરીયાતો છે તેના વિના ચાલશે નહીં પરંતુ બાકીના બે વિકલ્પોમાં તમે ઓછો ખર્ચ કરી બચત કરી શકો છો. જેમ કે જે વસ્તુઓ લીધા વિના આરામથી મહિનો નીકળી જવાનો હોય તેને લેવાનું ટાળો. અન્ય મોજશોખમાં ખર્ચ ઘટાડો.

ખર્ચ કરતાં પહેલા બે વખત વિચાર કરો

image source

જ્યારે પણ ખર્ચ કરવાની વાત આવે તો બેન્ક અકાઉન્ટ વિશે જરૂર વિચારવું. શું તમે ખર્ચ કરવા જઈ રહ્યા છો તે જરૂરી છે?

બે વખત વિચાર્યા બાદ જરૂરી જણાય તો જ ખિસ્સામાં હાથ નાંખો અન્યથા પોતાની જાતને વ્યર્થ ખર્ચ કરતાં અટકાવો. એકવાર આ આદત પડી જશે તો તમે હજારો રૂપિયાની બચત કરી શકશો.

કરજ કરી જલસા ન કરો

image source

મહિનાના છેલ્લા દિવસો હોય અને તમારી પાસે રૂપિયા ન વધ્યા હોય તો ઉધાર લઈ અને મોજશોખમાં ખર્ચ ન કરો. આ ઉપરાંત લોન કે ક્રેડિટ કાર્ડમાંથી પણ પછી ચુકવાઈ જશે તેવું વિચારી વધારે ખર્ચ ન કરો.

કારણ કે પછી તમારે વ્યાજ સાથે તે રકમ ભરપાઈ કરવી પડશે જે તમારી બચતને પણ ખતમ કરી દેશે.

પિગી બેન્ક બનાવો

image source

પિગી બેન્ક માત્ર બાળકો માટે છે તેવું ન માનો. તમે પણ રોજના નાના-મોટા ખર્ચમાંથી રૂપિયા બચાવવા માટે પિગી બેન્કનો ઉપયોગ કરી શકો છો.

દર રોજ હાથમાં બચેલા રુપિયા જ્યાં ત્યાં ખર્ચ કરવાને બદલે પિગી બેન્કમાં રાખી દો. આમ એક વર્ષ સુધીમાં તમારી પાસે મોટી બચત જમા થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ