પ્રિયંકાએ માણી સમુદ્ર કિનારાની મજા, અને પડાવ્યા ફોટો, જોઇ લો જલદી તમે પણ

પ્રિયંકા ચોપડા આ દિવસોમાં કામથી રજા લઈને પતિ નિક જોનાસ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી રહી છે.

પ્રિયંકા ચોપડા જોનાસ આ દિવસોમાં ન્યુ યર વેકેશન પતિ નિક જોનાસ સાથે એન્જોય કરી રહી છે. જ્યાં એકબાજુ આ કપલ બરફમાં મસ્તી કરતું જોવા મળે છે અને હવે બન્ને દરિયા કિનારે ક્વોલિટી ટાઇમ વિતાવતા પણ જોવા મળી રહ્યા છે.

image source

પ્રિયંકા ચોપડાએ એક તસ્વીર શેર કરી છે. જેમાં પ્રિયંકા ચોપડા પતિ નિક જોનાસ સાથે બેઠેલી જોવા મળી રહી છે. આ ફોટા પ્રિયંકાના ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહ્યા છે.

image source

પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ખુબસુરત તસ્વીર શેર કરી છે. જેમાં નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા જોનાસ કોઈ વસ્તુને નિહાળી રહ્યા છે. તેમજ આ તસવીર શેર કરતા લખે છે કે “જૈસા હોના ચાહિયે વૈસી લાઈફ”.

image source

પ્રિયંકા ચોપડા જોનાસ પોલ્કા ડ્રેસ પહેરીને નજર આવી રહી છે. પ્રિયંકા આ સિમ્પલ લુકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ત્યાં જ નિક જોનાસ પણ ગ્રે કલરની સ્વેટશર્ટ પહેરીને જોવા મળી રહ્યો છે.

ત્યાં જ વેકેશનની અન્ય એક તસ્વીર શેર કરી છે. જેમાં પ્રિયંકા દરિયા કિનારે બીચ પર હાથમાં ગ્લાસ લઈને બેઠેલી નજરે આવી રહી છે. આ તસ્વીરમાં પ્રિયંકા ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે. આ ફોટાના કેપ્શનમાં પ્રિયંકા લખે છે કે ‘સો…નો કમ્પ્લેન.’ આ સિવાય પ્રિયંકા ચોપડા જોનાસ અને નિક જોનાસ બર્ફીલી વાદીઓમાં પણ નજરે આવી રહ્યા છે.

image source

જણાવીએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન વર્ષ ૨૦૧૮માં થઈ હતી. ૨ ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિકે પોતાની પહેલી મેરેજ એનિવર્સરી ઉજવી હતી. આ ખાસ અવસર પર બન્નેએ લગ્નની તસ્વીર શેર કરતા પ્રેમભર્યો મેસેજ પણ લખ્યો હતો.

image source

પ્રિયંકાના કામની વાત કરીએ તો તે હવે રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ