સુરત બાળકીના બળાત્કારીને ફાંસી આપવા સાબરમતી જેલમાં તૈયારી શરૂ

હવે જાણીશું ગુજરાતમાં ક્યારે, કોને ફાંસી આપવામાં આવી હતી?

ગુજરાતમાં સૌપ્રથમ ફાંસી દારાજી રાદપિયાને ૧૫ મે, ૧૯૫૩ માં વડોદરામાં આપવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી ૧૪ જૂન, ૧૯૫૩ માં વડોદરામાં જ માલા કોદરને ફાંસી આપવામાં આવી હતી. ત્યાર પછી લગભગ ૧૦ વર્ષ પછી ૧૧ નવેમ્બર, ૧૯૬૩માં ચુનીલાલ જાદવને રાજકોટમાં ફાંસી આપવામાં આવી હતી. તેના થોડાક મહિનાઓ પછી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૬૪ માં અમરભાઈ કાંજીભાઈને વડોદરામાં ફાંસી આપવામાં આવી હતી. ત્યારપછીના વર્ષે રોની કે.

image source

જે ને તારીખ ૨ જૂન, ૧૯૬૫ માં રાજકોટમાં ફાંસી આપવામાં આવી હતી. ત્યારપછી ૨૪ વર્ષના લાંબા ગાળા પછી વર્ષ ૧૯૮૯ માં ૭ સપ્ટેમ્બરના રોજ શશિકાંત માળીને ફાંસી આપવામાં આવી હતી. આ જ રીતે અનિલ યાદવને ૩૧ વર્ષના લાંબા સમયગાળા પછી ફાંસી અપાવા જઈ રહી છે વર્ષ ૨૦૨૦.

image source

ફાંસીની તૈયારી, ક્યારે કોને ફાંસી અપાઈ આ બધી જાણકારી ઉપરાંત હવે એ પણ જાણી લઈએ કે અનિલ યાદવે કયો ગુનો કર્યો છે.

અનિલ યાદવ મૂળ બિહારનો રહેવાસી સુરતમાં રોજગારની શોધ આવ્યો હતો. અનિલ સુરેન્દ્ર સિંઘ યાદવ એક પરણિત પુરુષ છે અને તેનો પરિવાર બિહારના બક્સર જિલ્લામાં રહે છે. આ દરમિયાન તા.૧૪ ઓકટોબર, ૨૦૧૮ ના રોજ એક અશ્લીલ વિડીયો જોયો હતો ત્યાર બાદ ઉપરના માળે રહેતી બાળકી નીચે રમી રહી હતી.

image source

આ બાળકી પર અનિલની નજર ખરાબ થઈ અને તે બાળકીને પોતાની રૂમમાં ફોસલાવીને લઈ જઈને બાળકી સાથે વાસના આગમાં અંધ બનીને સૃષ્ટિ વિરુદ્ધધનું કૃત્ય આચર્યું ત્યારબાદ બાળકી રડવા લાગી તો અનિલ યાદવે આ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. અનિલ યાદવે આ સાડા ત્રણ વર્ષની બાળકીના મૃતદેહને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને તેની ઉપર પાણીની ડોલ મૂકી દીધી હતી.

image source

હત્યા કરીને અનિલ પોતાના વતન બિહારના બક્સર જિલ્લામાં પરિવાર પાસે ભાગી ગયો. ત્યાર પછી જ્યારે બાળકીના માતાપિતાએ આસપાસ શોધ કરતાં મળી નહિ. અને તા. ૧૫ ઓકટોબર, ૨૦૧૮ ના રોજ સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. ત્યાર પછી પોલીસ તપાસમાં અનિલ યાદવના ઘરેથી આ સાડા ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

image source

ત્યારપછી પોલીસ દ્વારા અનિલની તપાસ શરૂ કરતાં તેને સૌપ્રથમ સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરવામાં આવી ત્યાર બાદ અનિલ સુરેન્દ્રસિંઘ યાદવને બિહારથી પકડી લાવીને કોર્ટમાં હાજર કરાયો હતો. આ સાડા ત્રણ વર્ષની બાળકીને લગભગ તેની સાથે દુષ્કર્મ થયાના ૭ મહિમામાં જ અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી છે. ઉપરાંત કાનૂની લડતને પણ સ્પીડ ટ્રાયલ કેસમાં લઈને જલ્દીથી જલ્દી ન્યાય આપવાનો પ્રયત્ન કરાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ