બટાકાની ખેતી કરીને આ ગુજ્જુ પરિવાર કમાણી કરે છે કરોડોની, વાંચવાની મજા આવે તેવી છે આ સકસેસ સ્ટોરી

આજે જયાં લોકો ખેતી છોડીને શહેરો તરફ જાય છે અને શહેરમાં રહેવાનું પસંદ કરે છે ત્યાંજ આજે એક એવા પરિવાર વિષે જાણીશું જે આજે પણ ખેતી કરે છે. ઉપરાંત આ પરિવાર ખેતીના આધારે જ કરોડપતિ પણ બન્યા છે અને હજી પણ કરોડોની કમાણી કરી રહ્યા છે. તે પણ બટેકાની ખેતી કરીને. આ પરિવાર પ્રતિ વર્ષ ખાસ પ્રકારના ૨૦ હજાર મેટ્રિક ટન બટાકાનું ઉત્પાદન કરીને વર્ષે લગભગ ૨૫ કરોડની આવક મેળવી રહ્યો છે આ પરિવાર. ગુજરાતનાં અરવલ્લી જિલ્લાના દૌલપુર કામ્પા ગામના નિવાસી જીતેશ પટેલ જે એક ખેડૂત છે. જીતેશે કૃષિ વિજ્ઞાનના અભ્યાસનો ઉપયોગ પોતાની ખેતીવાડીમાં બટાકાની લેડી રોસેટા (LR) પ્રકારની ખેતીમાં કર્યો છે.

image source

LR પ્રકારના બટાકાનો વધારે ઉપયોગ બટાકાની ચિપ્સ અને વેફર્સ બનાવવામાં થાય છે. વર્તમાન સમયમાં પટેલ પરિવાર દ્વારા ઉત્પાદિત બટાકાની સપ્લાઈ બાલાજી અને આઇટીસી જેવી મોટી ચિપ્સ અને વેફર બનાવતી કંપનીઓને કરે છે. આ પટેલ પરિવાર છેલ્લા ૨૬ વર્ષથી બટાકાની ખેતીના કામમાં કાર્યરત છે.

image source

જીતેશ પટેલ જણાવે છે કે, ‘વર્ષ ૨૦૦૫ માં જ્યારે મે કૃષિ વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે મારો ઉદેશ ખેતીના વ્યવસાયમાં પાછા ફરવાનો હતો. એટલે મે તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો.’

જીતેશ પટેલે LR પ્રકારના બટાકાની ખેતી વર્ષ ૨૦૦૭ માં શરૂ કરી. શરૂઆતમાં જીતેશે ફક્ત ૧૦ એકર જમીનમાં જ બટાકાની ખેતી કરવાની શરૂઆત કરી હતી. વધુ જણાવતા જીતેશ પટેલ કહે છે કે ‘જ્યારે ઉત્પાદન વધારે અને સારું થવા લાગ્યું ત્યારે તેમણે પોતાના પરિવારને આ ખેતીમાં સમાવેશ કરવાનો વિચાર કર્યો,’

image source

ઇન્ડસ્ટ્રીઝ એક્સપર્ટનું કહેવું છે કે LR ક્વોલિટીના બટાકાની માંગ ચિપ્સ અને વેફર બનાવતી કંપનીઓ કરતી રહે છે. વર્ષ ૨૦૧૯ માં ફક્ત ગુજરાતમાંથી LR જાતના બટાકા એક લાખ ટન જેટલા ઈન્ડોનેશિયા, કુવૈત, ઓમાન અને સાઉદી અરબ જેવા મોટા માર્કેટમાં નિકાસ કરવામાં આવ્યા.

image source

જીતેશ પટેલના પરિવારમાં ૧૦ લોકો છે. આ પરિવારના બધા સભ્યો અલગ અલગ કામમાં એક્સપર્ટ છે. કોઈ બ્રીડિંગમાં એક્સપર્ટ છે તો કોઈ માઇક્રોબાયોલોજીમાં તો કોઈ પેથો લોજીમાં. LR ગુણવત્તાવાળા બટાકા ચિપ્સ અને વેફર્સ બનાવતી કંપનીઓ ૧૭ રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવ પર ખરીદી કરે છે. આમ જીતેશ પટેલ અને તેમની પૂરી પટેલ ફેમિલીએ મળીને ખેતીને એક ફેમિલી બિઝનેસ તરીકે ચલાવવામાં એકબીજાને મદદરૂપ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ