સુરતી વરરાજાએ ગૌમાતાની સાક્ષીમાં લીધા ફેરા, અને CAAનાં સમર્થનમાં મૂકી મહેંદી, જોઇ લો તસવીરોમાં

વરરાજાએ CAAના સમર્થનમાં હાથમાં મહેંદી મુકી, તો ગૌમાતાને રાખ્યા મુખ્ય અતિથિ

image source

જ્યારથી સરકાર દ્વારા CAAનો કાયદો જાહેરાત કરવામાં આવ્યો છે ત્યારથી સમગ્ર દેશમાં તેના વિરોધમાં તેમજ તેના સમર્થનમાં અગણિત રેલીઓ તેમજ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ બન્ને પક્ષ વિવિધ રીતે અલગ અલગ અંદાજથી પોતાના વિરેધ તેમજ સમર્થન રજૂ કરી રહ્યા છે.

image source

હાલ દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી CAAના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યું છે અને દીલ્લીમાં આવનારી ચુંટણીના કારણે આ વિરોધને લઈને પણ ઘણો બધો રાજકીય ગરમાવો ફેલાયો છે.

પણ સુરતના એક લગ્નમાં વર અને વધુએ CAAનું સમર્થન એક અનોખા અંદાજમાં કર્યું છે. વરનું નામ છે રોહિત અને કન્યાનું નામ છે અભિલાષા. તેમનો આ અનોખો વિવાહ મિડિયા તેમજ સોશિયલ મિડિયામાં ચર્ચાસ્પદ બની રહ્યો છે. તેમણે CAAના સમર્થનને પોતાના લગ્નની મહેંદીમાં વણી લીધો છે.

અને માત્ર તેટલું જ નહીં પણ ગૌરક્ષાને પ્રેરણા આપવા માટે પણ તેમણે એક અનોખો પ્રયાસ કર્યો છે. તેમણે પોતાના લગ્નમાં મુખ્ય અતિથી તરીકે ગાયને આમંત્રણ આપ્યું છે અને આ ગાયને સુંદર રીતે સજાવામાં પણ આવી છે.

image source

આ બાબતે વરરાજો રોહિત પોતાનો દ્રષ્ટિકોણ દર્શાવતા જણાવે છે કે કેટલીક પોલિટીકલ પાર્ટીઓ CAAને લઈને નાગરીકોમાં ખોટા ભ્રમ ફેલાવી રહી છે. અને માટે જ એક જાગૃત નાગરિક તરીકે હું CAAને લઈને જાગૃતિ ફેલાવા માંગુ છું અને તે જ ઉદ્દેશ પૂરો કરવા મે આ ઉપાય અજમાવ્યો છે.

image source

CAAનું સમર્થન કરવા માટે વરરાજાએ પોતાની મહેંદીમાં પોતે CAAને સમર્થન કરે છે તેવું લખાવડાવ્યું છે. તેણે દ્રઢ પણે જણાવ્યું હતું કે તે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ પાડવામા આવેલા નાગરિકતા કાયદાને સપોર્ટ કરે છે. આ લગ્નના બન્ને પક્ષ સાધનસંપન્ન છે તેઓ ઇચ્છતા તો કોઈ વીઆઈપી ગેસ્ટને આમંત્રણ આપી શક્યા હોત પણ તેમણે તેમ નહીં કરીને ગાય અને તેના વાછરડાને મુખ્ય મહેમાન બનાવ્યા છે.

image source

તેમજ તેમણે પોતાના લગ્ન પણ સંપૂર્ણ વૈદિક પરંપરાથી કરાવ્યા છે. કુલ 130 બ્રાહ્મણોએ તેમના લગ્નની વિધી પૂર્ણ કરી છે. માત્ર તેટલું જ નહીં પણ તેમની કંકોત્રી પણ સંસ્કૃત ભાષામાં છપાવવામાં આવી હતી. રોહિત પોતાની સંસ્કૃતિને હંમેશા જીવીત રાખવા માગે છે.

image source

રોહિત એક પર્યાવરણ પ્રેમી છે અને લગ્નમાં પણ તેણે પર્યાવરણનું ખાસ ધ્યાન રાખતાં આવનારા મહેમાનોને પ્લાસ્ટિકના નહીં પણ માટીના વાસણમાં જમાડ્યા હતા.

image source

અને આજકાલ જેમ પ્રાણી પંખીનો કે માણસનો વિચાર કર્યા વગર મોટા ઘોંઘાટિયા અવાજે ડીજે વગાડવામાં આવે છે તેવું પણ આ લગ્નમાં નહોતું કરવામાં આવ્યું. તેમજ વિદેશી સંગીતને બદલે ભારતીય સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક સંગીત વગાડવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ