શિયાળામાં જો આ સમયે બેસશો તડકામાં, તો હાડકા થશે મજબૂત અને સાથે થશે આ અનેક લાભ

શિયાળામાં સવારે અને સાંજે જ નહીં પરંતુ આ સમયે 15 મિનિટ તડકામાં બેસો હાડકાં મજબૂત બનશે.

image source

સ્વસ્થ જીવન માટે હાડકાં મજબૂત હોવા ખૂબ જ જરૂરી છે અને મહત્વપુર્ણ પણ છે.

શિયાળાની ઋતુમાં દિલ્હી જેવા મહાનગરમાં પ્રદૂષણના વધતાં પ્રમાણને કારણે સૂર્ય કિરણોમાંથી મળતું કુદરતી વિટામિન-ડી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. આવા સમયે લોકોના શરીરમાં વિટામિન-ડીની ઉણપ થવી સ્વાભાવિક છે.

આના વિષયમાં ફોર્ટિસ રાજન ગઢ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ઓર્થોસ્કોપી અને સ્પોર્ટ્સ ઈન્જરીના વરિષ્ઠ સલાહકાર ડૉ વિશ્વદીપ શર્મા એ ઘણા બધા મુખ્ય બિંદુઓ પર ભાર મૂક્યો છે કે દિવસમાં તડકામાં બેસવાનો અને વિટામિન-ડીના પૂરતા સ્તરને જાળવી રાખવા માટે ઘણી બધી શોધ કરી છે.

image source

સામાન્ય રીતે એવું માનવમાં આવે છે કે શરીરનો 20% ભાગ એટલે કે ઢાંક્યા વગરનો શરીરનો ભાગ જેમ કે હાથ અને પગને રોજ દિવસમાં 15 મિનિટ તડકામાં રહે તો શરીરના આ ભાગમાં વિટામિન-ડી સારી માત્રમાં મળે છે.

આગળ એ પણ પ્રશ્ન આવે છે કે સૂર્યની રોશનીના સંપર્કમાં આવવાનો સૌથી સારો સમય કયો ગણાય છે.

સામાન્ય ધારણા મુજબ જોઇએ તો સવારે અને સાંજે તડકામાં રહેવાથી સવારે 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી તડકાના સંપર્કમાં રહેવાથી સૌથી વધુ ફાયદો થાય છે અને સારા પ્રમાણમાં વિટામિન -ડી મળે છે.

image source

હા એ વાત પણ ખાસ ધ્યાનમાં રાખજો કે તડકો લેતી વખતે હાથ કે પગ ઉપર કોઈ પણ પ્રકારનું લોસન કે સન સ્ક્રીન જેવુ કંઈ પણ લગાવવું નહીં.

દિલ્હી જેવા શહેરમાં જ્યાં પ્રદૂષણને કારણે લોકો સુધી પૂરતા પ્રમાણમાં તડકો પહોંચી નથી શકતો ત્યાંના લોકોએ વિટામિન-ડીની ઉણપ પૂરતી કરવા માટે દૂધ, દૂધની બનાવટો અને ખોરાક દ્વારા વિટામિન-ડીની ઉણપ પૂરી કરી શકાય છે.

image source

ખાસ કરીને મહિલાઓએ પ્રી મોનોપોઝ અને પોસ્ટ મોનોપોઝના સમયે ઓસ્ટિયોપોરોસિસ અને ઓસ્ટિયોમલેશિયા થવાની શક્યતા છે. આખા શરીરને ઢાંકીને ફરતી તેમજ સતત સનસ્ક્રીન લગાવીને ફરતી મહિલાઓ મોટા પ્રમાણમાં આનો શિકાર થાય છે.

નાના બાળકોને પણ કુમળો તડકો શરીર પર આવે તે જોવુ ખુબ જ જરૂરી છે. ખાસ કરીને એવા બાળકોને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે જેઓએ માતાનું દૂધ વધારે પીધુ નથી આવા બાળકોને વિટામિન ડી મળે તે જોવું ખુબજ જરૂરી છે.

image source

તડકાની સાથે સાથે હળવી કસરત કરવાથી ખુબજ ફાયદો થશે. કસરતથી હાડકાઓ મજબુત થાય છે અને કેટલીક ગંભીર બીમારીઓથી બચી શકાય છે.

આ સાથે જ ઉષ્મા મુખ્ય સ્ત્રોત હોવાના કારણે સૂર્ય પ્રકાશ ઠંડીમાં શરીરને ગરમી આપે છે, જેના કારણે શરીરની અંદરની ઠંડક અને પિત્તની સમસ્યા દૂર થાય છે.

આયુર્વેદમાં પણ સનબાથનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વિટામિન ડી શરીરનાં હાડકાઓની મજબૂતી માટે જરૂરી છે.

image source

આ વિટામિન મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. શરીરમાં પૂરતી માત્રામાં વિટામિન ડી હોય તો શરીરમાં કેલ્શિયમને શોષી લે છે.

સૂર્યના પ્રકાશમાં એવા ચમત્કારી ગુણ હોય છે કે જેના કારણે શરીરમાં અલગ-અલગ પ્રકારના ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહે છે. આ સાથે શરીરમાં ઇમ્યૂનિટી પણ વધે છે.

તડકો ખાવાથી શરીરમાં WBC ઉત્પન્ન થાય છે જે રોગ પેદા કરનારા તત્વો સામે લડવામાં મદદ કરે છે. સૂર્યના કિરણોથી શરીરમાં કેન્સર સામે લડનારા તત્વો મળે છે.

image source

જેનાથી કેન્સર થવાનો ખતરો ટળે છે, તો જે લોકોને કેન્સર છે તેમને પણ સનબાથ લેવાથી ફાયદો થાય છે. આયુર્વેદ પ્રમાણે શરીરમાં પાચનનું કામ જઠરાગ્નિ દ્વારા કરવામાં આવે છે, જેનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે.

બપોરે (12 વાગ્યની આસપાસ) સૂર્ય ચરમ પર છે અને તે સમયે જઠરાગ્નિ પણ વધારે સક્રિય હોય છે. એટલે કહેવાય છે કે આ સમયે ભોજન લીધું હોય તો તે સારી રીતે પચી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ