આજથી જ ફોલો કરો આ ટિપ્સ, અને આંખ નીચેના કાળા કુંડાળા અને કરચલીઓને કરી દો દૂર

આંખના કાળા કુંડાળા, આંખ આસપાસની કરચલીઓ દૂર કરવા હોય તો આજથી જ ફોલો કરો આ ટીપ્સ

તમારી આંખોને યુવાન બનાવવા આ સ્કીનકેર ટીપ્સ અપનાવો

તમારી આંખોની આસપાસની સુંવાળી ચામડી અત્યંત સંવેદનશીલ હોય છે, કારણ કે તે ચહેરા પરની સૌથી પાતળી ચામડી હોય છે. શરીરનો આ એક ભાગ તમારી વધતી ઉંમરની ચાડી સૌથી પહેલા ખાય છે. અને જો યોગ્ય સંભાળ લેવામાં ન આવે તો ઉંમર વધે કે ન વધે પણ તેના લક્ષણો તો ચોક્કસ દેખાવાના શરૂ થઈ જાય છે.

image source

આંખ આસપાસના કાળા કુંડાળા, ફુલેલી આંખો, આંખ આસપાસની કરચલીઓ આ બધી જ સમસ્યા લગભગ દરેક સ્ત્રીને સતાવતી હોય છે. પછી તમે ત્રીસીમાં હોવ કે ચાલીસીમાં હોવ, સમસ્યામાં કોઈ જ ફરક નથી પડતો. માટે તમારી આંખોને યુવાન બનાવવા માટે તેની સંભાળ લેવાની આજથી જ શરૂ કરી દો.

જેના માટે અમે અહીં તમને કેટલીક ટીપ્સ આપી રહ્યા છે.

image source

– સૌ પ્રથમ તો જો તમને સતત તમારી આંખો ચોળવાની આદત હોય તો તેને અલવીદા કહી દો. આંખો ચોળવાથી તેના પર ઉંમરના લક્ષણો તરત જ ઉભરી આવે છે, તેમ કરવાથી કરચલીઓ તેમજ પાતળી રેખાઓ પણ ઉપસી આવે છે. આ ઉપરાંત જો તમે આંખ પર કોઈ મેકઅપ કરો તો તેને દૂર કરવામાં પણ આક્રમક ન બનો.

– કોઈ પણ સ્કીન કેર પ્રોડક્ટને ધ્યાનથી પસંદ કરો. સામાન્ય રીતે જો તમને કોઈ સ્કીન પ્રોડક્ટ અનુકુળ ન આવી હોય તો તેનો સૌથી પહેલો સંકેત તમને આંખ આપે છે. પછી તે કોઈ ક્રીમ હોઈ શકે, આઈશેડો, કે પછી કન્સીલર હોઈ શકે છે. કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલાં તેની અંદરની સામગ્રી ચોક્કસ ચેક કરો.

image source

આ ઉપરાંત તેને ટ્રાઈ કરતાં જો તમારી ત્વચા પર કોઈ લાલાશ, ખજવાળ, ઇરીટેશન કે અન્ય કોઈ લક્ષણો જણાય તો તેનાથી દૂર રહો. આ ઉપરાંત તીવ્ર સામગ્રીઓ તેમજ પેરાબેન્સથી તમારી ત્વચાને દૂર રાખો.

– એવા ખોરાક તેમજ પીણાને ટાળો જે પાણીને શરીરમાં જમા કરી રાખે જેમ કે આલ્કોહોલ, કોફી, ધોળી ખાંડ, તળેલો ખોરાક, મેંદો તેમજ મીઠુ.

image source

– આખા વર્ષ દરમિયાન તમને સૂર્યથી સુરક્ષા મળે તેની કાળજી ખાસ લો. તમારી આંખની આસપાસના વિસ્તાર પર સૂર્યના કીરણનું નુકસાન તરત જ દેખાઈ આવે છે. માટે બહાર નીકળતી વખતે તમારે સનગ્લાસ તો પહેરવા જ જોઈએ પણ સનસ્ક્રીન પણ લગાવવું જ જોઈએ. સનસ્ક્રીનમાં તમે ઝીંક ઓક્સાઇડ યુક્ત સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો તે તમારી આંખને ઇરીટેટ નહીં કરે.

image source

– એક નાઇટ સ્કીનકેર રુટીન અપનાવો. સુતા પહેલાં તમારી આંખો નીચે થોડું આઈ સીરમ લગાવો. તેના માટે તમારે વિટામીન સી, તેમજ એમીનોગ્યુનાઇડીન યુક્ત આઈ સીરમ યુઝ કરવું જોઈએ જે કોલેજનને મજબૂત બનાવે છે અને ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. આઈ સીરમ ત્વચામાં અંદર ઉતરે છે માટે તેને આંખની નીચેના એરિયામાં જ લગાવવું જેથી કરીને તે જ એરિયાને લાભ મળે.

image source

– માઇક્રોબીયમને સંતુલીત કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રોબાયોટીક લો, તે તમારા શરીરમાં રહેલા વિટામીનન્સ બીને શોષવામાં મદદ કરશે, વિટામીન્સ બી સુંદર, સ્વસ્થ ત્વચા માટે મહત્ત્વના છે. દહીં જેવો ખોરાક લો જેમાં પ્રોબાયોટીક પુષ્કળ હોય.

image source

– આંખને સ્વસ્થ રાખવા માટે મીઠાનો વપરાશ ઘટાડી દો. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજી વધારે ખાઓ, કોથમીર તેમજ કેળાનુ સેવન વધારો. તેનાથી તમારી આંખ નીચેના કાળા કુંડાળા અંકુશમાં આવશે. પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ્સ લો જેનાથી તમારી આંખ પરના સોજા તેમજ કાળાશ દૂર થશે. અને ત્વચાની હેલ્થ વધશે. પાણી પીતી વખતે તેમાં લીંબુ, કાકડી કે પછી નારંગીની સ્લાઇસનો ઉમેરો કરો.

image source

– જો તમે આંખ માટે કોઈ પ્રોડક્ટ પસંદ કરી રહ્યા હોવ તો તે પ્રોડક્ટ આંખ માટે જ બનાવવામાં આવી હોવી જોઈએ. આઈ કેર પ્રોડક્ટને શોધો, તેમાં રેટીનોલ, હાઇલુરેનીક એસિડ, પોલીપેપ્ટાઇડ્સ, વિટામીન્સ બી, સી અને કે, કેફેન, કેરામાઇડ્સ અને મોઇશ્ચરાઇઝર હોય તેવા ઉત્પાદન પસંદ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ