સવારનો સમય છે અને પક્ષીઓનો મધુર કલરવ સંભળાઇ રહ્યો છે. ખેડુતો પોતાના ખેતર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે નરેશ નામનો યુવાન ગામની બહાર તરફ જતા રસ્તા પર ચુપચાપ ઉભો છે અને કોઇની રાહ જોઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. તે કોલેજમાં જવા માટે તો તૈયાર થઇને આવી ગયો છે પરંતુ કોલેજમાં તેનું મન થોડુ આકુળ વ્યાકુળ રહેતું હોવાથી કોલેજ તરફ જવા માટે તેના પગ નથી ઉપડતા. એટલામાં જ અવાજ સંભળાય છે કે નરેશ આમ ક્યાં સુધી ઉભો રહીશ. તારૂ મન ભણવામાં લગાવ.

આ શબ્દો સાંભળતા જ તરત નરેશ બસમાં બેસીને શહેરમાં આવેલી પોતાની કોલેજમાં જવા માટે નિકળી જાય છે. નરેશ જ્યારે કોલેજ પહોચે છે ત્યારે લેક્ચર શરૂ થઇ ગયો હોય છે એટલે બહાર ઉભો રહી જાય છે પરંતુ અચાનક પ્રોફેસરની નરેશ પર નજર પડતા તેઓ તેને ક્લાસમાં બોલાવે છે. નરેશ ક્લાસમાં તો આવી ગયો છે પરંતુ તેનું મન ભણવામાં લાગતુ નથી અને તે કોઇને શોધી રહ્યો હોય તેમ આમતેમ જોયા કરે છે. અચાનક નરેશના ચહેરાના હાવભાવ બદલાય જાય છે અને તેના ચહેરા પર સ્મિત જોવા મળી છે કેમકે નરેશ ક્લાસ તરફ આવતી પ્રિયતમા નિલોફરને જોઇ જાય છે.
નિલોફર પણ નરેશની જેમ ક્લાસની બહાર ઉભી રહે છે એટલે પ્રોફેસરે કહ્યુ કે, નરેશ આવે એટલે નિલોફર તો ક્લાસમાં આવે જ ને, ક્લાસની બહાર નહી નિલોફર ક્લાસમાં આવ અને પ્રેમ કરતા અભ્યાસમાં ધ્યાન આપ. નિલેફરે કહ્યુ કે, સરજી પ્રેમ છે એટલે તો કોલેજમાં નિયમીત આવુ છુ બાકી સવાર સવારમાં લાખ રૂપીયાની ઉંઘ બગાડીને કોલેજમાં ભણવા માટે કોણ આવે. ત્યારે નરેશે કહ્યુ કે, નિલોફર તું મને ભરપુર પ્રેમ આપજે પરંતુ અત્યારે બધાને અભ્યાસમાં અડચણરૂપ ન બનીશ. પ્રોફેસરે કહ્યુ કે, નરેશ અને નિલોફર તમે બન્ને ક્લાસમાં આવ્યા એટલે બીજા વિદ્યાર્થીઓ પણ લેક્ચરમાં ધ્યાન નથી આપી શકતા. અમે ક્યા કોઇને હેરાન કરવા માટે ક્લાસમાં આવ્યા છીએ, તમે બોલાવ્યા એટલે આવ્યા બાકી તો ક્લાસની બહાર જ ઉભા હતા તેમ નરેશે જણાવ્યુ.

નરેશ તું પાછો અમને લેક્ચર ન આપીશ જો તને બોલવાનો બહું શોખ હોય તો આપણી કોલેજમાં લાલા લાજપતરાયના જીવન વિશે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે, તેમાં તુ ભાગ લે અને બીન્દાસ બોલજે તેમ પ્રેફોસરે કહ્યુ. તરજ જ નિલોફરે કહ્યુ કે, સરજી નરેશ લાલા લાજપતરાયના જીવન વિશે બોલશે અને સ્પર્ધામાં ચોક્કસ પ્રથમ આવશે. પ્રોફેસરે નરેશને પુછ્યુ કે, તારૂ શુ માનવુ છે, તારે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેવો છે ને? નિલોફરે કહ્યુ એટલે નરેશ તૈયાર જ હોય અને હું જે જાણુ છું તે બધુ જ લાલા લાજપતરાયના જીવન વિશે બોલીશ.
થોડા દિવસો પછી વક્ત્વ સ્પર્ધાનો દિવસ આવે છે અને નરેશ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લે છે. નરેશે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે, “ભારત દેશના આગળ પડતા સ્વતંત્રતા સેનાનીઓ પૈકીના એક હતા લાલા લાજપતરાય. એમને પંજાબ કેસરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના પણ કરી આવી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગરમ દળના પ્રમુખ નેતા હતા. ઈ. સ. ૧૯૨૮ના સમયમાં એમણે સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ આંદોલન દરમ્યાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે એમનું અવસાન થયું હતું. લાલા લાજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં ૨૮ જાન્યુઆરી ૧૮૬૫ના દિવસે થયો હતો.

એમણે કેટલાક સમય સુધી હરિયાણા રાજ્યમાં આવેલાં રોહતક અને હિસાર શહેરોમાં વકીલાત પણ કરી હતી. ત્યારબાદ તેઓ દેશની આઝાદી માટેની ચળવળમાં સામેલ થઇ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉગ્ર દળના અગ્રિમ હરોળના નેતા બન્યા હતા. બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલની સાથે એમને લાલ-બાલ-પાલના નામ વડે ઓળખાવા લાગ્યા હતા. આ નેતાઓએ સૌથી પહેલાં ભારત દેશની સંપૂર્ણ સ્વાતંત્રતા માટેની માંગ ઉઠાવી હતી.
એમણે સ્વામી દયાનન્દ સરસ્વતી સાથે મળીને આર્ય સમાજને પંજાબમાં લોકપ્રિય બનાવ્યો હતો. લાલા હંસરાજ સાથે દયાનન્દ એંગ્લો વૈદિક વિદ્યાલયો (ડીએવી)ના પ્રસાર કાર્યમાં ભાગ લીધો તથા અનેક સ્થાનો પર દુષ્કાળના સમયમાં શિબિર ઉભી કરીને લોકોની સેવા પણ કરી હતી. ત્રીસમી ઓક્ટોબર ૧૯૨૮માં એમણે લાહોરમાં સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો, જે દરમિયાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સમયે એમણે કહ્યું, “મારા શરીર પર પડેલ લાઠીનો એક એક ફટકો બ્રિટિશ સરકારના કોફીન પર એક એક ખીલાનું કામ કરશે” અને આમ જ થયું. તેમના મૃત્યુના ૨૦ વરસમાં જ બ્રિટિશ સામ્રાજ્યનો અંત થયો.

સત્તરમી નવેમ્બર ૧૯૨૮ના રોજ આ ગંભીર જખમોને કારણે એમનું અવસાન થયું હતું.” લાલા લાજપતરાય વિશે નરેશે આપેલા વક્તવ્યની લોકો દ્વારા ખુબજ પ્રસંસા કરવામાં આવે છે અને વકૃત્વ સ્પર્ધામાં નરેશનો પ્રથમ નંબર આવે છે. નરેશ અને નિલોફર ખુબ જ ખુશ થઇ જાય છે. પરંતુ બન્નેની ખુશીને કોઇની નજર લાગી ગઇ હોય તેવી ઘટના બને છે.
નરેશ સાથેના પ્રેમની નિલોફરના ઘરે ખબર પડી જાય છે અને ઘરના સભ્યો નિલોફરને ઠપકો આપે છે અને સામ દામ દંડ ભેદની રીતથી નરેશને ભુલી જવા માટે સમજાવે છે. પરંતુ કોઇ પણ સંજોગોમાં નિલોફર નરેશને ભુલવાની સ્પષ્ટ ના પાડી દે છે અને કહે છે કે નરેશ મારી જીંદગી છે અને હું તેની સાથે જ જીવીશ. પરીવારના સભ્યો અનેક રીતે પ્રયત્નો કરે છે પરંતુ નિલોફર મક્કમ રહે છે અને નરેશને અવિરત પ્રેમ કરતી રહે છે. ઘરમાં બનતી ઘટનાની નિલોફર નરેશને જાણ કરે છે એટલે તરત જ નિલેશ નિલોફરના ઘરે આવે છે અને નિલોફરના પિતાજીને મળે છે.

નરેશ તેમને નમસ્કાર રહે છે અને કહે છે કે હું નિલેફરને પ્રેમ કરૂ છુ અને નિલોફર પણ મને પ્રેમ કરે છે. અમે બન્ને પરીવારને જાણ કરવાના જ હતા પરંતુ અમે કહીયે એ પહેલા જ તમને ખબર પડી ગઇ. બસ હવે જે હોય તે, મારે કાંઇ સાંભળવું નથી તું નિલોફરને ભુલી જજે અને ફરીથી અહી આવતો નહિ તેમ નિલોફરના પિતાએ ઉચા અવાજમાં કહ્યુ. નરેશે નમ્રતાથી કહ્યુ કે, રાજી ખુશી થી તમે નિલોફરને મારી સાથે વિદાય આપી દો. તું નિલોફરને સાથે લઇ જવાનું ભુલી જ જા, નહિતર તું પણ અહિથી જીવતો નહિ જઇ શકે તેમ નિલેફરના પિતાએ ધમકીભર્યા અંદાજમાં કહ્યુ.
જન્મ અને મૃત્યુ તો ઇશ્વરના હાથમાં છે અને વાત રહી નિલોફર સાથેના પ્રેમની તો તમે સાંભળી લો કે નિલોફરને મારી સાથે લગ્ન કરતી કોઇ રોકી નહી શકે આટલુ કહીને નરેશ નિલોફરને સ્મિત આપીને ઘરની બહાર નિકળી જાય છે. નિલોફરના ઘરના સભ્યો ગુસ્સે થાય છે અને નિલોફરને કહે છે કે તારા કારણે ઘરનું વાતાવરણ બગડી રહ્યુ છે ત્યારે નિલોફે કહ્યુ કે જો મારા કારણે જ ઘરનું વાતાવરણ બગડી રહ્યુ હોય તો હું અત્યારે જ ઘર છોડીની નરેશ પાસે જતી રહુ છું. નરેશ ઘરની બહાર ઉભો છે અને તે ઘરમાં આવીને નિલોફરને સાથે લઇને નિકળી જાય છે અને કહે છે કે નમવાની એક સીમા હોય પછી યુધ્ધ હોય કે પ્રેમ આપણે લડી જ લેવાનું હોય. આ સાંભળીને પ્રેમના વિરોધી નિલોફરના પિતાનું હ્રદય પરીવર્તન થાય છે અને તે નરેશના હાથમાં નિલોફરનો હાથ આપીને કહે છે કે, પ્રેમથી જીવજો, હંમેશા આવી રીતે સાથે રહેજો.
લેખક – નીલકંઠ વાસુકિયા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ