કાજલ મહેરિયા મહામારીમાં ભૂલી ભાન, હજારો લોકોને ગરબે રમાડયા

ગુજરાતની પ્રખ્યાત લોક ગાયિકા કાજલ મહેરિયા અને વિવાદ વચ્ચે જાણે ગઠબંધન બની ગયું છે. જ્યાં જ્યાં કાજલ જાય છે ત્યાં વિવાદ શરુ થઈ જ જાય છે. અગાઉ થરાદમાં ભીડ એકઠી કરવા પર પોલીસ ફરિયાદ થઈ હતી, ત્યારે હવે વધુ એક ફરિયાદ કાજલ વિરુદ્ધ નોંધાઈ છે. લોકગાયિકા થોડા દિવસ પહેલા બનાસકાંઠાના થરાદમાં આવેલા કેસર ગામમાં યોજાયેલા લગ્નપ્રસંગમાં પહોંચી હતી. હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે લગ્ન પ્રસંગમાં 100 લોકોની જ મંજૂરી આપવામાં આવી છે અને તેમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત છે અને સામાજિક અંતર પણ જાળવવું જરૂરી છે. તેવામાં કાજલ મહેરિયા જે લગ્નમાં ગઈ હતી ત્યાં ન તો લોકોએ માસ્ક પહેર્યું ન તો સામાજિક અંતર જળવાયું. આ ઉપરાંત ભીડ પણ એકઠી કરી હતી.

image source

લગ્ન પ્રસંગમાં ભીડ એકઠી હોય અને કાજલ ગીતો ગાતી હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. થરાદ પોલીસે આ મામલે વરરાજા, કાજલ સહિત 3 લોકો સામે ગુનો નોંધ્યો છે.

image source

હવે આ અંગે વધુમાં જાણવા મળેલ છે કે લોકગાયિકા કાજલ મહેરિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે કેસર ગામે નાગજીભાઈ નામના વ્યક્તિએ પોતાના પુત્રના લગ્નમાં કાજલ મહેરિયાને બોલાવી રાસગરબાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી. આ વાત ચર્ચાનો વિષય બનતા થરાદ પોલીસે વરરાજા અને ગાયિકા કાજલ મહેરિયા વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં કાજલ મહેરિયા સામે નોંધાયેલો આ બીજો ગુનો છે. બે દિવસ પહેલા કાજલ સામે વીસનગર તાલુકામાં ફરિયાદ નોંધાઈ હતી.

image source

મહત્વપૂર્ણ છે કે કાજલ મહેરિયાએ જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો લાઈવ કર્યો હતો. તેણે શેર કર્યા બાદ આ વીડિયો વાયરલ થયો અને જાહેરનામા ભંગનો વિવાદ શરુ થયો હતો.

image source

આ વીડિયોમાં કાજલ મહેરિયા એક ટ્રકમાં સવાર જોવા મળે છે અને તેના ગીત પર વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો ડાન્સ કરે છે. આ મામલે પહેલા વિસનગર પોલીસે કાજલ મહેરિયા ઉપરાંત 14 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ