અબુ જાની અને સંદીપ ખોસલાના ફેશન શોમાં અંબાણી ગર્લ ગેંગના એલિગંટ લૂકે ચાર ચાંદ લગાવી દીધા.

તાજેતરમાં મુંબઈમાં અબુ જાની અને સંદીપ ખોસલાનો એક ફેશન શો યોજાઈ ગયો. આ ફેશન શો તેમણે ફેશન ઇન્ડસ્ટ્રીમાં 33 વર્ષ પુર્ણ કર્યાં તેની ખુશીમાં યોજ્યો હતો. જેમાં દીપિકા પાદુકોણે શો સ્ટોપર રહી હતી. આ ઇવેન્ટમાં મુકેશ અંબાણીની દીકરી, મોટી વહુ અને ભાવી વહુએ હાજરી આપી હતી. મુકેશ અંબાણીનો પરિવાર અવારનવાર કોઈને કોઈ પ્રસંગોના કારણે ચર્ચામા રહે છે. હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ તેમના ગણપતિના દર્શન કરવા માટે આખુંએ બોલીવૂડ એન્ટિલિયામાં ઉમટી આવ્યું હતું.

ફેશન ઇન્ડસ્ટ્રીઝના ખ્યાતનામ ડીઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ મુંબઈમાં એક ફેશન શોનું આયેજન કર્યું હતું. તેમાં શ્લોકા મહેતા, નીતા અંબાણીની ભાવી વહુ અને અનંત અંબાણીની વુડબી વાઈફ રાધીકા મર્ચન્ટ સાથે હાજર રહી હતી. અને સાથે સાથે તેમની નણંદ ઇશા અંબાણી પણ સુંદર વસ્ત્રોમાં હાજર રહી હતી.

સોશિયલ મિડિયા પર આ અંબાણી ગર્લ ગેન્ગના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. શ્લોકા મેહતા કે જેણી હાલ પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા છે તેણી સુંદર વ્હાઇટ અનારકલીમાં જોવા મળી હતી જ્યારે તેની સાથે જ રાધિકા જાણે તેણીને કોમ્પ્લીમેન્ટ આપી રહી હોય તેમ તેણી પણ ઓફ વ્હાઇટ પંજાબી સૂટમાં સુંદર લાગી રહી હતી.

તો વળી ઇશા અંબાણીએ પણ હાજરી આપી હતી. તેણી બ્લૂ રંગની સાડીમાં આવી હતી જેની સાથે તેણીએ પ્રિન્ટેડ ઓફ શોલ્ડર સિલ્વર બ્લાઉઝ પહેર્યો હતો. તેણીએ આ લૂક સાથે સ્ટ્રેઇટ વાળ રાખ્યા હતા. આ એલિગન્ટ લૂકમાં ઇશા ખુબ જ સુંદર લાગી રહી હતી.

બીજી બાજુ દિપિકાને આ શો માટે શો-સ્ટોપર તરીકે પસંદ કરવામા આવી હતી અને તેની રેમ્પ વૉકે તો જાણે ફેશનશોમાં ઝળહળાટ કરી મુક્યો હતો. તેણી જાણે કોઈ રાણી જેવી લાગી રહી હતી. છેલ્લે જ્યારે ફેશન શોની પૂર્ણાહુતીમાં તેણી ફેશન ડિઝાઈનર્સ સાથે સ્ટેજ પર આવી તો તેણી ખુશખુશાલ થઈને નાચવા લાગી હતી.

આ ફેશન શોમાં ઘણી બધી બોલીવૂડ હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. તેમજ શોને નિહાળવા માટે અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા અને જયા બચ્ચન પણ આવ્યા હતા. આ ઉપરાંત આદિત્ય રોય કપૂરે પણ રેમ્પ વૉક કર્યું હતું. આ ફેશન શોનું ધીમ ઇન્ડિયન ટ્રેડીશનલ વીયર હતું. અને તેમાં વ્હાઇટ રંગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો.

છેલ્લે ગણેશ ચતુર્થીમાં રાધીકા મર્ચન્ટ તેના ભાવી સાસુ નીતા અંબાણી સાથે ગુલાબી ટ્રેડીશનલ ચણિયાચોળીમાં જોવા મળી હતી. સાસુ-વહુએ ખુશખુશાલ મુદ્રામાં કેટલીક તસ્વીરો પણ ક્લીક કરાવી હતી. તો વળી તે જ ઇવેન્ટમાં તેની સાથે સાથે અનંત અંબાણીએ પણ તેણીના વસ્ત્રોના રંગો સાથે મેચ થતો ગુલાબી રંગનો સિલ્કનો જભ્ભો પહેર્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી અનંદ અને રાધીકા એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેમના લગ્નની વાતો પણ વારંવાર ઉઠતી રહે છે. અંબાણી કુટુંબની દરેક મહત્ત્વના પ્રસંગે રાધીકાની હાજરી તેમજ ઘરના લોકોનું તેણી પ્રત્યેનો ઝુકાવ દર્શાવે છે કે તેણીએ અંબાણી કુટુંબના દરેક સભ્યોના દીલ જીતી લીધા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ