અંતરિક્ષમાં બનવા જઈ રહી છે પ્રથમ લક્ઝરી હોટેલ ! જાણો તેની ખાસિયત…

માનવજાતિ માટે અંતરિક્ષ એ હંમેશા એક કુતુહલ, આકર્ષણ અને અસિમ જ્ઞાનની બાબત રહી છે. અને જેમને વિજ્ઞાનમાં રસ ન હોય તો તેમના માટે પણ ગ્રહો તો મહત્ત્વના રહ્યા p છે. અંતરિક્ષને લઈને હોલીવૂડ માં કંઈ કેટલીએ સાયન્સ ફિક્શન ફિલ્મો બની ગઈ અને તાજેતરમાં જ રિલિઝ થયેલી મિશન મંગલ નામની હિન્દી ફિલ્મે પણ બોક્ષ ઓફિસ પર ધૂમ મચાવી છે.

જો તમે હોલિવૂડ ફિલ્મ ‘પેસેન્જર્સ’ જોઈ હશે તો તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે અંતરિક્ષમાં કેવો માહોલ હશે. આ ફિલ્મમાં એક મોટું અંતરિક્ષયાન બતાવવામાં આવ્યું છે. જેમાં લક્ઝરી હોટેલની બધી જ ખાસિયતો હતી અરે તેમાં સ્વિમિંગપુલ પણ હતો.

તો આવી જ એક હોટેલ અંતરિક્ષમાં વાસ્તવમાં બનવા જઈ રહી છે. જેની ડિઝાઈન ‘ગેટવે ફાઉન્ડેશન’એ કરી છે. પૃથ્વી પરની લક્ઝરી હોટેલ જેવી બધી જ સગવડો આ હોટેલમાં પણ હશે. આ હોટેલમાં 400 લોકો રહી શકે તેવી વ્યસ્થા કરવામાં આવશે. અહીં પણ એક લક્ઝરી હોટેલની જેમ, રેસ્ટોરન્ટ, બાર, એન્ટરટેઇનમેન્ટ સ્પેસ વિગેરે ઘણું બધું હશે. કોઈ ક્રુઝ શિપ જેવી જ સગવડ અહીં પ્રવાસીઓને આપવાનો ઉદ્દેશ છે.

આ હોટેલનું નામ હશે વોન બ્રાઉન સ્પેસ સ્ટેશન. આ ભલે એક હોટેલ તરીકે ઉપયોગમાં લેવામા આવશે પણ તેમાં ઉપયોગમાં લેવામાં આવનાર ટેક્નોલોજી તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની જ હશે. અહીં હોટેલ માટે સૌથી મોટી ચેલેન્જ ગ્રેવીટી રહેશે. અને અહીં પણ પેસેન્જર ફિલ્મના અંતરિક્ષ યાનની જેમ આર્ટિફિશિયલ ગ્રેવીટેશન એટલે કે ગુરુત્વાકર્ષણ બળ ઉભુ કરવામાં આવશે જેથી કરીને પૃથ્વી પરની કોઈ સામાન્ય જગ્યાની જેમ અહીંના મહેમાનો પણ સરળતાથી અવરજવર કરી શકે.

આ હોટેલ ભલે અંતરિક્ષમાં હશે તેમ છતાં તેનો લૂક કોઈ સાઇફાઈ મૂવી જેવો નહીં આપવામાં આવે પણ જાણે પૃથ્વી પરની જ કોઈ હોટેલ હોય તેવી તેને બનાવવામાં આવશે તેમજ તેમાંની બધી વસ્તુઓ પણ કુદરતી મટીરીયલથી જ બનાવવામાં આવશે અને તેના રંગો પણ લોકોને ગમે તેવા હશે જેથી કરીને તેમને તેમાં ઘરે હોવાનો અનુભવ થાય.

આ ઉપરાંત તમને જો એ કુતુહલ થતું હોય કે આ હોટેલમાં જમવા માટે તો એસ્ટ્રોનટ જેવો બોરિંગ ખોરાક જ મળશે તો તેવું નહીં હોય. કારણ કે વોન બ્રાઉન સ્ટેશનનું આયોજન છે કે તેઓ આ સ્પેશ ક્રાફ્ટ હોટેલમાં એક ફુલ સર્વિસ કિચન રાખશે. કારણ કે આ સ્પેસ હોટેલમાં ગ્રેવીટી હશે માટે પ્રવાસીઓએ તેને લગતી કોઈ સમસ્યાઓનો સામને નહીં કરવો પડે અને તેમને ગમતો આહાર તેઓ મેળવી શકશે.

આ ઉપરાંત અંતરિક્ષની 0 ગ્રેવીટીનો ફાયદો ઉઠાવી હોટેલનું એવું પણ આયોજન છે કે તેઓ કેટલીક લો ગ્રેવીટી રમતો પણ શામેલ કરશે જેમ કે લો-ગ્રેવિટી બાસ્કેટબોલ, લો-ગ્રેવીટી ટ્રેમ્પોલીંનીંગ, રૉક ક્લાઇમ્બિંગ. આ હોટેલમાં દર અઠવિયે ઓછામાં ઓછા 100 મહેમાનોને એકોમોડેટ કરી શકાશે.

જો કે આ હોટેલ બનાવવા નો ખર્ચો તો લાખો ડોલરમાં આવશે જ પણ તેને એકધારી મેઇન્ટેઇન કરવા તેમજ તેનો ઓવરઓલ ખર્ચો પણ વધારે હોવાથી લોકોનું એવું માનવું છે કે આ પ્રવાસ માત્રને માત્ર ધનાઢ્ય લોકો માટે જ શક્ય બનશે. જો કે કંપનીના સંવાદદાતાનું એવું કહેવું છે કે શરૂઆતના વર્ષો દરમિયાન આ વાત સાચી સાબિત થશે પણ ધીમે ધીમે સામાન્ય લોકો માટે પણ આ પ્રવાસ શક્ય બનશે.

આ હોટેલ ગોળાકાર રહેશે જે સતત ફરતી રહેશે. તેનો ડાયામિટર 190 મીટરનો રહેશે. એક અહેવાલ પ્રમાણે આ હોટેલ 2025 સુધીમાં તૈયાર થઈ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ