માત્ર 100 રૂપિયાનું સોલર કૂકર ! ગ્રામીણ તેમજ આદિવાસી મહિલાઓને આ ગુજરાતી યુવકની ભેટ

દુનિયામાં ઘણા બધા ભલાઈના કામ ચાલતા હોય છે. આ સતકાર્યો અલગ અલગ રીતે લોકો કરતાં હોય છે. કોઈ દાન આપીને જરૂરિયાત મંદોને મદદરૂપ થાય છે તો વળી કોઈ રૂપિયા આપીને કે પછી હોસ્પિટલો તેમજ શાળાઓ ખોલાવીને મદદરૂપ થતું હોય છે પણ આ ગુજરાતી યુવક પોતાના સંશોધનના કારણે સેંકડો આદીવાસી મહિલાઓ માટે મદદગાર સાબિત થયો છે.

યુવાનનું નામ છે અલ્ઝુબૈર સૈયદ, તેઓ ગુજરાત ગ્રાસરૂટ્સ ઇનોવેશન ઓગમેન્ટેશન નેટવર્કના મેનેજર છે, તેમણે ગ્રામીણ તેમજ આદિવાસી સ્ત્રીઓ માટે એક ખુબ જ સસ્તુ સોલર કુકર બનાવ્યું છે. અને આ કૂકરથી કેવી રીતે રસોઈ કરવી તે પણ તેમણે પોતાના ડેમોમાં શિખવ્યું છે.

સરકારની ઘણી બધી યોજનાઓ દ્વારા ભલે ઘરેઘરે ગેસનો સ્ટવ તેમજ ગેસ પહોંચ્યા હોય તેમ છતાં હજુ પણ દેશમાં એવા ઘણા બધા અંતરિયાળ પ્રદેશો છે જ્યા આજે પણ બળતણ માટે લાકડા તેમજ ગાયના છાણ વિગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેના માટે તેમણે કંઈ કેટલાએ વૃક્ષોનો વિચ્છેદ કરવો પડે છે જોકે તે એક અલગ ચર્ચાનો વિષય છે.

અલ્ઝુબૈયર પોતાના આ ઇનોવેશન વિષે જણાવે છે કે ગુજરાતના ગામડાઓની તેમણે જ્યારે મુલાકાત લીધી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ગ્રામીણ તેમજ અંતરિયાળ વિસ્તારોની મહિલાઓ રસોઈમાં કેવી રીતે લાકડાનો ઉપયોગ કરે છે અને આ લાકડા મેળવવા માટે તેમણે દૂર દૂર સુધી તેને વિણવા કે તેને કાપવા માટે જવું પડે છે.

ઝુબૈર એન્જિનિયરિંગ કોલેજમાં સહાયક પ્રોફેસર તરીકે કામ કરતા હતા. સાથે સાથે તેઓને એક બાબતમા ઉંડો રસ હતો અન તે હતો ભારતીય ગામોમાં રસોઈ બનાવવાની બિનઆરોગ્યપ્રદ પદ્ધતિઓ વિષે જાણવાનો અને તે સમસ્યાનું નિરાકરણ લાવવાનો અને છેવટે તેમણે લાંબા સંશોધન બાદ આ સોલર કૂકર બનાવ્યું.

ઝુબૈર સોલરકૂકરની તરફેણ કરતાં જણાવે છે કે સોલર કૂકર પ્રદૂષણ ઘટાડે છે અને રસોઈ બનાવવાનું આ એક સ્વસ્થ માધ્યમ પણ છે. તેમણે પોતીના આ સંશોધન માટે પોતાની નોકરી પણ છેડી દીધી હતી. જો કે તેમણે કૂકર તો તૈયાર કરી લીધું પણ તેને વ્યવહારુ રીતે બજારમાં ઉતારવા માટે તેમને બીજી ઘણી અડચણોનો સામનો કરવાનો હતો.

માર્કેટમાં બે પ્રકારના સોલર કૂકર ઉપલબ્ધ છે. બોક્સ ટાઈપ સોલર કૂકર અને પેરાબોલા સોલર કૂકર. બોક્સ ટાઈપના સોલર કૂકરની કીંમત 2000થી 2500 રૂપિયા હોય છે જ્યારે પેરાબોલા પ્રકારના સોલર કૂકરની કીંમત 7000 રૂપિયાથી 11000 રૂપિયા સુધીની હોય છે. જે ભારતીય માર્કેટમાં ખાસ કરીને સામાન્ય માણસો માટે સાવ જ અવ્યવહારુ કીંમત છે.

કારણ કે આટલા મોંઘા કૂકર શહેરમાં રહેતાં પરિવારો પણ માંડ વસાવે ત્યાં ગામડાના લોકોની તો વાત જ ક્યાં આવે. પણ અલ ઝુબૈરનું કૂકર તદ્દન સસ્તુ છે. તેમણે પોતે સોલર કૂકર વિષે પોતાના સહયોગી વિરેન્દ્ર ભાઈ સાથે માહિતી આપવાનું શરૂ કર્યું. આ કામ તેમણે 2016ના ઓક્ટોબર મહિનાથી કર્યું હતું.

તેમણે આ માહિતી વહેંચવાનું કામ ગ્રાસરૂટ લેવલ પર જ શરૂ કર્યું એટલે કે તેમણે સીધા ગ્રામીણ તેમજ આદિવાસી લોકોથી જ આની શરૂઆત કરી. તેમણે પંચમહાલ, નર્મદા, જામનગર, જેતપુર જેવા ગામોમાં આ જાણકારી આપવાની શરૂ કરી. તેમણે 2017માં આ સાવ જ વ્યાજબી એવા સોલર કૂકરને બનાવી લીધું. આ કૂકરમાં આરામથી 5થી 6 વ્યક્તિનું ભોજન માત્ર 2થી 3 કલાકમાં જ બનીને તૈયાર થઈ જાય છે.

આ કુકરની આવરદા લગભગ દોઢ વર્ષની છે. અને આ કૂકરમાં કોઈ પણ વ્યક્તિ માટે રસોઈ કરવી સરળ છે. આ તદ્દન સસ્તા, એટલે કે માત્ર 100 રૂપિયાના કૂકરને તમે અલઝુબૈર ભાઈ પાસેથી લઈ શકો છો. જેમનો સંપર્ક મોબાઈલ નંબર 9558350506 પર કરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ