શમણું એક સોનેરી સાંજનું…2 – બંને એકબીજાને સરપ્રાઈઝ આપવાના હતા ત્યાં આ અચાનક…

પહેલો ભાગ વાંચવા અહીંયા ક્લિક કરો.

શમણું એક સોનેરી સાંજનું…2

સંજય અને મારા સંબંધ પણ કેવા ગઢયાં છે તમે કાંઈ સમજાતું નથી. સંજય જયારે મને જોવા આવ્યા અમને બંનેને એકબીજા સાથે ફાવી પણ ગયું અને ટૂંક સમયમાં અમે લગ્નગ્રંથિમાં જોડાઈ ગયા. અમારું લગ્ન જીવન પણ કાંઈક જુદું નહતું, બધા જીવે એમ અમે પણ અમારી જિંદગીમાં ખુશ રહેવા લાગ્યા. નાનકડો પરિવાર અને મોટો કારોબાર બસ આ બંનેમાં અમે સાથે હોવા છતાં વિખુટા પડી ગયા હોઈએ એવો જ ભાવ હંમેશા મને ઉમટી આવતો છતાં માં-બાપના સંસ્કાર અને સાચી સમજણના કારણે મેં બધું જ એક સાથે સાંભળી લીધું અને પપ્પાનો સ્વભાવ પણ ખૂબ સરસ અને સંજય પણ મને આજ સુધી ક્યા કાંઈ કીધું છે કોઈ વાતમાં! અમારું લગ્ન જીવન પણ ખૂબ સારું હતું અમે બંને ખુશ જ હતા એકબીજાના સાથથી એ અમારા વ્યવહારમાં દેખાતું હતું પરંતુ કાંઈક હતું જે ખૂટી રહ્યું હતું એ જ શોધવામાં હું વિચારોમાં ખોવાયેલી હતી.

ઘરમાં પણ નોકર-ચાકર ને મહારાજ છે એટલે કામનું એટલું ભારણ તો આવતું જ નથી. બસ અમુક વાર એકલતાનો અનુભવ થયા કરે ત્યારે વાંચન કરું અને નવું કાંઈક રોસોઈમાં બનાવવામાં મન પરોવું એટલે જીવનમાં આમ જોવા જઈએ તો શાંતિ જ શાંતિ છે ને એટલે આપણે પણ ખુશ જ રહેવા લાગ્યા હતા અને આ શૈલીમાં ટેવાઈ પણ ગયા હતા પરંતુ એક દિવસ અચાનક જ સવાર ઉગી અને સુખનો સૂરજ લઈને આવી. કાંઈક નવી જ તાજગી, નવો જ પવન ને નવું જ વાતાવરણ, આજે સંજયે ચાલુ દિવસોમાં પહેલી વાર શાંતિ થી બેસીને મારી સાથે નાસ્તો કર્યો, મારી સાથે વાતો કરી પછી ટિફિન લઈને જવાને બદલે ઘરે જમવા આવશે એમ કહીને બપોરે જમવા પણ અમે સાથે બેઠા અને સાંજે પણ અમે સાથે જમ્યા. પછી તો રાત્રે ફરવા પણ ગયા અને ઘણી બધી વાતોથી જ પેટ ભરાઈ ગયું અને પછી તો રોજ આ અમારું રૂટિન બની ગયું.

image source

કામના સમયે ઓફિસમાં કામ અને ઘરે આવીને કામને આરામ આપવા લાગ્યા હતા અમારા પતિદેવ. આ બધું જોતા જ મેં નક્કી કર્યું કે હું એનિવર્સરી પણ સંજયને ખૂબ સરસ સરપ્રાઈઝ આપીશ પરંતુ હું કાંઈક કહું કે કરું એ પહેલા તો એણે જ મને આટલી મોટી સરપ્રાઈઝ આપી દીધી જેની મેં તો ક્યારેય કલ્પના જ નહોતી કરી. પછી મેં પણ રિસોર્ટમાં આવીને નક્કી કર્યું કે હું કાંઈક તો નવું કરીશ જ એટલે આજે અમારી આ સાંજને ખૂબ વધારે રંગીન બનાવવા માટે મેં સરપ્રાઈઝ ડિનર પ્લાન કર્યું. આ બધું વિચારતા વિચારતા હાથમાં એડમિશન માલ્યાની એપ્લિકેશન પણ હતી જેમાં ઈશાની પર્યાવરણ રિસર્ચના આગળના અભ્યાસ માટે પોતાની જાતને તૈયાર કરી ચુકી હતી અને જાતે જ એડમિશન મેળવ્યું હતું. આ બધું વિચારતા-વિચારતા અને મનમાં અનેક ઉમંગો સાથે ઈશાની ડિનર હૉલની બહાર નીકળે છે એની નજર ફોનમાં પડી તો સંજયના ૪ મિસકોલ જોયા અને ઘભરાઈને કોલ કરવા જ જતી હતી ત્યાં જ સંજય સામે મળ્યો.

“અરે ઈશુ, શુ કરે છે તું ક્યારની? ક્યા હતી? હું તને આખા રિસોર્ટમાં શોધી આવ્યો.” સંજયને જોતા જ ઈશાની તો કદાચ પહેલી વાર પ્રેમમાં પડતી હોય એમ ઘાયલ થઇ ગઈ. “આયે હૈયેયેયેયેયેયે!!!, મેં મર જાવાં દુલ્હેરાજા, ફિરસે શાદી કા ઈરાદા હૈ ક્યા? ગોરા ચહેરા, નશીલી આંખે, સિલ્કી બાલ, સૂટ-બૂટ ઔર ટાઈ. ક્યા બાત હૈ!!! કોઈને ઘાયલ કરવાનો ઈરાદો છે કે?? સંજય ઈશાનીને નજીક જઈને પ્રેમથી બે શબ્દ કેહવા જાય છે કે, “ઘાયલ હમ ક્યા કરેંગે કિસીકો? હમ તો ખુદ ઘાયલ હૈ આપકી અદાઓકે.”

“ચાલ હવે, બહુ લેટ થઇ ગયું છે, આજે આપણો દિવસ છે એણે યાદગાર બનાવીએ.”, ઇશાનીએ સંજયને પ્રેમથી કહ્યું. “યસ મય લવ, લેટ’સ ગો.” એનિવર્સરીની રંગીન સાંજની શરૂઆત આપણે આવતા અંકે જોઈએ ને? ત્યાં સુધી અભિપ્રાયની રાહમાં….સંજય-ઈશાની એનિવર્સરી માટે રિસોર્ટ આવે છે,અરેન્જ મેરેજમાં સહમંજુરીથી થયેલા લગ્ન છતાં જવાબદારીઓના પોટલામાં પરોવાયેલા બંને નવયુગલ પોતાના અંગત જીવનને ક્યાંક પાછળ છોડી આવ્યા હોય એવો એહસાસ અને એટલે જ એકાંતમાં પ્રેમ,સ્નેહ,લાગણી અને શબ્દોના તાંતણે બાંધવા આવેલા નવદંપતી તૈયાર થઈને નીકળે છે અને બંનેએ એકબીજા માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું છે, હવે આગળ.

image source

‘ઈશાની, આમ મને કહ્યા વગર તું આખા રિસોર્ટમાં એકલી ફરે છે એ પણ આટલી ગોર્જીયસ થઈને! ખબર છે તું બહુ બહાદુર છે પરંતુ આપણે નવી જગ્યાએ આવ્યા છીએ અને અજાણી જગ્યાએ અજાણ્યા લોકોથી સાવધાન રેહવું જોઈએ ને?? શું આ આ વાત વકીલ સાહેબ(સંજયના એડવોકેટ સસરા)એ સમજાવી નથી??’, સંજયે ઈશાનીને મીઠો ઠપકો આપતા કહ્યું.

પ્રેમ પણ એવો હોય ને સાહેબ કે, ‘પહેલા તો મેળ ના પડે, અને જો ભૂલે-ચુકે મેળ પડી પણ જાય તો ખબર ના પડે, અને જયારે ખબર પડે કે પ્રેમમાં છીએ પછી તો જરાય ચેન ના પડે.’ હાહાહાહા… શું કેહવું બરાબર ને??

સંજયને હવે આવા જ કાંઈક અનુભવ થયા થઇ રહ્યા હતા. પહેલા તો ઈશાની જેવી સારી છોકરી શોધવામાં સમય ગયો. એ મળી ગઈ પછી ખબર જ ના પડી કે સાહેબને પ્રેમ થયો છે પછી ખબર પડી ત્યારથી હવે કાંઈ ચેન પડતું નથી બસ આખો દિવસ ઇશાનીના ખયાલોમાં ખોવાયેલું રેહવું ગમે છે, એ હોય તો એની આંખોમાં આંખમિચોલી રમવું ગમે છે, એ ના હોય સામે તો એના ફોટા સાથે વાતો કરવું ગમે છે, તનને પામવા કરતા મનને પામવું વધારે ગમે છે, એની દરેક વાતોમાં ખોવાવું ગમે છે, જિંદગીભર બસ આ જ અહેસાસ અને આ જ જીવનસાથી સાથે રેહવું છે એવું વિચારવું ગમે છે, ૬ મહિનામાં જે સમય-સંજોગો સર્જાયા એ બધા જ સંજોગોને ફરી જીવીશું એવી કલ્પનાઓ સાથે રેહવું ગમે છે.

બસ એને મન ઈશાની હવે ઘર કરી ગઈ છે અને હોય પણ કેમ નહિ સાહેબ?? ઈશાની એટલે પરફેક્ટ અરેન્જ મેરેજ કેન્ડિડેટ કહી શકાય એવી જેનામાં ત્રણ ‘સ’નો ભરપૂર સમાવેશ:- સુંદર,શુશીલ,સંસ્કારી.. આજના જમાનામાં આ ત્રણ એકસાથે એક જ પેકેજ ડીલમાં મળે એવું વિચારવું કદાચ આપણને અસંતોષ આપી શકે. પરંતુ સંજયના નસીબમાં ઈશાની અને ઇશાનીની કુંડલીમાં સંજયનો સાથે આજીવન લખ્યો હશે એટલે જ આ કહાનીની શરૂઆત થઇ અને આજે એ કહાની એક નવા વળાંક તરફ જઈ રહી છે.

image source

‘અચ્છા!! તો હવે સાહેબ ટોન્ટ પણ મારશે એમ? અને હા, તમારા father-in-law એ બહુ બધા LAW શીખવાડ્યા છે. હવે તમે વિચારી લેજો કે તમારે ક્યાં ગુનાહ માં અંદર જવું છે??’, ઇશાનીએ આંખ મારતાં સંજયને કહ્યું. ‘મને એવું કેમ લાગે છે કે તું ૨ દિવસથી કાંઈક વધારે જ સ્માર્ટ જવાબ આપવા લાગી છે!’ ‘સ્માર્ટ તો હમ પહેલે સે હી થે, કિસીકો કામ સે ફૂરસદ હી કહાં કે વો હમારી સ્માર્ટનેસ કી થોડી સી તારુફ હી કર લે!’ ‘ક્યાં બાત હૈ!!! આજે તો હિન્દીમાં ડાયલોગો એ પણ એકદમ ફ્રેશ!

સંજય અને ઈશાની સોનેરી સાંજને માણવા અને એમની એનિવર્સરીને વધારે યાદગાર બનાવવા માટે બસ એકબીજામાં ખોવાઈ રહેવાનું વધારે પસંદ કર્યું અને એમાં જ ચાલતા-ચાલતા દરિયા કિનારાથી થોડા દૂર એક રિસોર્ટના ગાર્ડનમાં પહોંચ્યા અને ત્યાં જ ગાર્ડનની બહાર એક કવર અપ થયેલું મોટા પેકીંગ સાથે રેડ કલરના રેપરમાં કાંઈક ચમકી રહ્યું હતું.

‘અરે! આ જો તો સંજય શું છે??’ ‘અરે! આ કોણ લાવ્યું હશે? ખબર નહિ.. બટ ઈશુ, એમાં તો તારું નામ લખેલું છે. જરાક ખોલીને જો તો ખરા કે શું છે.’ ઈશાનીને ખબર તો પડી જ ગઈ કે સંજયે જ આ બધું પ્લાન કર્યું છે છતાં એણે ધીરજ રાખીને મોટું કવર ખસેડ્યું અને જોવે તો એની આંખો અને ચહેરો બંને સ્તબ્ધ થઇ ગયા, ‘omg !!! સંજય. બ્લેક કલર sexy BMW !!!!!!!! આટલી મોટી સરપ્રાઈઝ????’, દિલમાં આનંદ અને આંખોમાં ખુશીના ઝાકળબિંદુ સાથે આશ્ચ્ર્ય સાથે સંજય સામે જોઈ રહી.

‘યેસ લવ, ધીસ ઇસ એન એનિવર્સરી ગિફ્ટ ફ્રોમ માય સાઈડ ટુ ધ મોસ્ટ beautiful & understanding ગર્લ ઈન થે હોલ યુનિવર્સ. I love you from the depth of my heart and soul ..’ આટલું સાંભળતા જ ઈશાની સંજયને એવી રીતે વળગી પડી જાણે કે ઝાડને વેલ. કારની ગિફ્ટ જોઈને કોણ ખુશ ના થાય દોસ્ત? અને એ પણ જયારે મૌકા ભી હો ઔર દસ્તુર ભી, પહેલી ૬ મંથ એનિવર્સરી, સંજયનું નવું જ એક રૂપ, પોતાના માટેનો અનહદ પ્રેમ,સ્નેહ અને લાગણી. વધારે ખુશ થવાનું કારણ કાર નહતી પરંતુ જે શમણાંઓ સાથે એ સંજય સાથે પટેલ હાઉસમાં આવી હતી એ શમણાંઓ આજે આળસ મરડીને ઉભા થયા હતા અને એને જોઈતું બધું જ મળી ગયું હતું.

‘હવે, આ કાર તારી રાહ જોવે છે, ચાલ આપણે એને પણ મોકો આપીએ ને આપણી ખાતિરદારી કરવાનો??’, સંજયે ઈશાનીને માથે ચૂમી લેતા કહ્યું. ઈશાની કારમાં બેઠી. સંજય Co-Driver સીટ પર બેઠો. જેવી ઈશાની કારમાં બેઠી કે તરર જ કાર પર પોતાના કોમળ હાથથી નિહાળવા લાગી અને પછી એની નજર એક કાગળ પર પડી જે કદાચ લવ લેટર જ હોઈ શકે એવું સમજીને સંજય સામે થોડા શર્મિલા અંદાજમાં જોતા એણે લેટર હાથમાં લીધો એમાંથી આવતી પ્રેમની સોડમ શ્વાસમાં ભરીને લેટર ઓપન કર્યો અને એ જ સમયે સંજયે એની રોકી.

‘હમણાં નહિ. આ લેટર તું એકાંત માં વાંચ જ. મારી સામે નહિ.’, સ્માઈલ સાથે સંજયે કહ્યું. ‘સંજય, કાર ચલાવવાનો મને અનુભવ ઘણા ટાઈમથી રહ્યો નથી. નવી કાર છે તો તું જ ડ્રાઈવ કર.’ ‘ઈશાની કાર ખાલી બહાર પાર્કિંગ માં જઈને પાર્ક કરી દે. શરૂઆત તો તારા હાથે જ થવી જોઈએ.’ એમ કહીને ઈશાની-સંજયે સાથે કારણે સેલ માર્યો ઇશાનીએ કાર ધીમે રહીને ચાલુ કરી અને પાર્કિંગ માં આવીને ઉભી રાખી. ‘વાવ!!!!! કાર ચલાવીને એક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે. શું કાર છે!!!!! આઈ એમ સો સો સો સો હેપી સંજુ.’ ‘લેટ’સ ગો ફોર આ લોન્ગ ડ્રાઈવ..’, ઇશાનીએ સંજયને આંખ મારતાં કહ્યું. ‘નો હની, હજી તો ઘણું બધું સરપ્રાઈઝ બાકી છે. આપણે લોન્ગ ડ્રાઈવે જઇશુ તો એ રહી જશે.’

image source

સંજય-ઈશાની કાર પાર્કિંગમાં પાર્ક કરીને આગળ વધતા હતા ત્યાં જ સંજયને ઓફિસમાંથી કોલ આવ્યો અને ઈશાનીને હમણાં આવું એક કહીને થોડા દૂર જઈને બિઝનેઝની કોઈક વાતમાં વ્યસ્ત થઇ ગયો. થોડો વધારે સમય થયો એટલે ઈશાનીને થયું કે ચાલ પેલો લેટર જ વાંચી લઉં એટલે એણે કારમાંથી પેલો લેટર વાંચવા માટે કાઢ્યો અને રિસોર્ટના ગાર્ડનમાં જઈને એક સરસ અમેરિકન સ્ટાઇલના સોફા હતા એમાં થોડા આરામથી લંબાવ્યું.

૨૧મી સદી, કોબ્રાની જેમ ફંન ફેલાવનાર કળિયુગ, આધુનિક યુગના નવયુગલ, અંગ્રેજી માધ્યમમાં લીધેલું ભણતર, લાઈફ ટાઈમ અંગ્રેજીમાં વાત કરતા લોકો વચ્ચે રેહનાર, મોટો બિઝનેઝ ચલાવનાર મોભાદાર વ્યક્તિ, વિદેશી ધરતી પર પોતાનું નામ કરનાર વ્યક્તિ આ બધાનું જ્યાં મિશ્રણ હોય ત્યાં ગુજરાતી ભાષા પ્રતેનો પ્રેમ, પ્રેમમાં સમર્પણ, વફાદારી, પારદર્શિતા, સંબંધમાં સમજણ, પ્રેમિકાને પત્ર અને અઢળક પ્રેમ ક્યાં જોવા મળે સાહેબ? પરંતુ આ બધાનું મિશ્રણ એટલે ‘સંજય પટેલ’. સંજયે જે રીતે પ્રેમિકાને પત્ર આપ્યો એ જોઈને આપણે માની ના શકીએ કે આ લવસ્ટોરી આધુનિક જમાનાની હશે! બરાબર ને?? પ્રેમ તો ત્યાગ, સમર્પણ, વફાદારી અને સમય માંગે દોસ્ત. એ પ્રેમ રાધા-કૃષ્ણ, રામ-સીતા અને રોમિયો-જુલિયટ કે હીર-રાંઝાની પ્રેમકહાનીઓમાં આપણે જોયો છે અને એટલે જ કદાચ આવો પ્રેમ ૨૧મી સદીમાં જોવા પણ મળે તો આપણે ભરોસો નથી કરી શકતા.

દોસ્ત, પ્રેમતો અનંત અકાળ છે.એનું ક્યાં કોઈ સ્વરૂપ છે. એ તો બસ, ‘આંખોથી રમાતી આંખમિચોલી, બંધ હોઠોની થતો વાર્તાલાપ, પહેલા વરસાદની એ બુંદ અને માટીની ભીની સુગંધ, અહેસાહની અનુભૂતિ ને સ્પર્શની સોડમ, અહાહાહાહા!!!!!!! આવા જ પ્રેમની ઝલક ઈશાનીને એ પત્રમાં આવી રહી હતી. આવી જ અનુભૂતિ એના મનને વધારે રોમાંચિત કરી રહી હતી. વિચારોમાંથી હકીકતની દુનિયામાં પાછું પગલું ભરતાં ઇશાનીએ સંજયનો પત્ર વાંચવાનું શરુ કર્યું ને શરૂઆતથી જ ઇશાનીના હાવભાવ બદલ્યા જાણે કે,

 • ‘આંખોએ સાગરનું સ્વરૂપ લીધું, હ્દય એક ધબકારો ચુકી ગયું.’
 • * સમય આ નવદંપતીને કાંઈક કેહવા માંગતો હતો?
 • * પ્રેમમાં ભીંજાય પછી એ જ ભીંજાશ આંખોમાં કેમ?
 • * સપનાનું કયું સોનેરી શહેર ઝળહળવાનું હતું?
 • * પ્રેમ-પત્રમાં ઉચ્ચારેલ શબ્દોનું એવું તો કેવું કામણ??
 • * સોનેરી સાંજનું એ કયું નવું કિરણ ? હકારાત્મક કે નકારાત્મક??
image source

ઈશાની ગાર્ડનમાં બેસીને સંજયનો એ પહેલો પ્રેમ પત્ર વાંચવા માટે ખૂબ જ ઉત્સુક નજરે પડે છે. સંજય હજી એના કામમાં ગળાડૂબ છે અને ઈશાનીને મેસેજ કરે છે કે એને આવતા થોડો વધારે સમય લાગશે. બિઝનેઝ હોય એટલે ગમે ત્યારે ઇમરજન્સી આવે એટલે કામે લાગી જવું પડે અને અહીંયા એવું જ કાંઈક કામ આજના દિવસે ના ઇચ્છવા છતાં સંજય લઈને બેસે પરંતુ એનું ધ્યાન તો ઇશાનીમાં જ પરોવાયેલું છે. વાંચતા અનરાધાર આંસુઓ સાથે ઈશાની પ્રેમ પત્ર વાંચી રહી છે એ પ્રેમપત્રની શરૂઆત આ રીતે થાય છે અને પછી આગળ તો પૂછવું જ શું!

ઈશાની,

 • “કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ,
 • બોલ્યા વિના એ કહી દે, શું એવું ના થાય કૈં.
 • હૈયા ને બોલવું છે,હોંઠોં છે ચુપશરમ માં,
 • શબ્દોને ભૂલી ને સીધું ચૂમી શકાય નહિ,
 • કહેવું ઘણું ઘણું છે.
 • મનગમતો સાથ છોડી પલભર જીવાય નહિ,
 • શબ્દોને ભૂલી ને સીધું ચૂમી શકાય નહિ…”

શરૂઆત ક્યાંથી કરું એ જ વિચારી રહ્યો છું. આજે કેહવું એટલું બધું છે કે કલમ ને કાગળ પણ ઓછા પડી જાય,શબ્દોની દરેક મર્યાદા તૂટી જાય. વિચાર્યું છે એટલે એને કેહવું જ રહ્યું પરંતુ જીભ મારી આ બધું ક્યારે કહી શકશે એ તો ખબર જ નથી એટલે આજે આ તારા અંદાઝમાં એક નાની અમથી કોશિશ સમજીને દિલની વાતોને દિલમાં ના રાખતા મેં એને કાગળ પર કોતરી છે.

 • તને મળ્યાનો એ પહેલો દિવસ,
 • આંખોમાં થોડી શરમ, હૈયામાં જાણે ખુશીની ઝલક,
 • તારા હાથની એ પહેલી ચાહનો સ્વાદ,
 • એકાંતની એ ક્ષણિક પળો,
 • થોડી ઘણી નાની-મોટી વાતો,
 • તને હા કહું કે ના, એની પર આખી-આખી રાતો જાગીને કરેલા એ વિચારો,
 • અંતે હા કહીને તારી સાથે શરુ કરેલ એ અનોખા સંબંધની શરૂઆત,
 • સગાઈની સજાવટ ને તારી સાદગીની સોડમ,
 • અડધો પ્રેમમાં પડી ચુકેલો આ સંજય,
 • સગાઈથી લગ્ન સુધીનો એ સમય,
 • ઓછા સમયમાં જાણે જનમનો સાથ હોય એવી અનુભૂતિ,
 • શબ્દોમાં ક્યારેય ના વર્ણવેલો એ પ્રેમ,
 • લગ્નની એ સાંજ, શોળે કળાયે ખીલેલું તારું યૌવન,
 • નજરોથી થતી એ વાત, વિદાયની વેળા,
 • તારી આંખોના એ મોટી સમા આંસુ,
 • મનમાં હજારો હીબકા લેતા સવાલો,
 • ગ્રહ પ્રવેશ, વિધિ અને સુહાગરાત,
 • લગ્ન જીવનની એ નવી શરૂઆત,
 • મારા મકાન ને ઘર બનાવવું, તારું મારા ઘરને પ્રેમથી સાંભળી લેવું,
 • મારા પરિવારને ખુશીઓની ચાવી આપીને હાસ્ય રેલાવવું,
 • મારા પિતાને સસરા નહિ પરંતુ ‘પિતા’નો દરજ્જો આપી સમ્માન કરવું,
 • મારા દરેક સમયનું ધ્યાન રાખવું,
 • તારો એ નિખાલસ, ભાવુક અને ચંચળ સ્વભાવ,
 • નાના બાળક જેવું હાસ્ય,
 • પ્રેમમાં મને રોજ પડવાની આવતી એ મઝા,
 • કામની એ વ્યસ્તતા, તને સમય ના આપી શક્યાનું દુઃખ,
 • તારા અંદર ચાલી રહેલા છુપા સવાલોનું વાંચવું,
 • છતાં તને કાંઈ ના કહી શક્યાની એ તકલીફ,
 • તારી આંખોમાં ઉગતા એ દરેક સપનાને વાંચીને,
 • એને પૂરાં ના કરી શક્યાંની મૂંઝવણ,
 • અંતે અસહ્ય વેદના, તને કશું ના કહી શકવાની,
 • આ બધા જ ભાવોને આજે હું કાગળ-કલમ દ્વારા તારા હ્દયના દ્વાર સુધી પહોચાડું છું.

હજી આ તો કાંઈ જ નથી, મેં જે દરેકે-દરેક ક્ષણને યાદ કરીને આ છ મહિનામાં મારુ જે કાંઈ પણ વર્તન તારા પ્રત્યેનું વિચાર્યું, સ્મરણ કર્યું ત્યારે મને સમજાયું કે મેં કેટલો અન્યાય કર્યો છે અને એ જ ક્ષણે નક્કી કર્યું કે હવે હું બધું જ ઠીક કરી દઈશ. ૬ મહિના વીતી ત્યાં એને તો હું પાછા નહિ લાવી શકું પરંતુ એ દરેક ક્ષણનો હિસાબ કરીને એ ખુશીઓથી વંચિત રહી છું એને તારા કદમોમાં લાવી શકીશ.

image source

મને નથી ખબર કે હું જે કાંઈ પણ કહી રહ્યો છું એ શું છે, મને બસ એટલું ખબર છે કે ઈશાની એ મારી જિંદગીની એવી ધાર છે જેના વગર મારા જીવનનો પાયો હાલી શકે એમ છે, એવું પિલ્લર છે કે જેના વગર મારુ આ ઘર બની શકે એમ નથી, ચાહમાં ભળી ગયેલી એ મોરસ છે જેના વગર ચાહ પણ ફિક્કી લાગે.

 • પાનખરની એ ઋતુ બની ખુશીઓને સંજય પર ખંખેરી નાખે એ ઈશાની,
 • ઉનાળે ઉકળતા, ધગધગતા તાપ, દુઃખ-દર્દને પોતાના અંચલમાં સમેટી લે એ ઈશાની,
 • વીજળીના ઝટકા સહી વરસાદની બૂંદો વરસાવે એ ઈશાની,
 • જિંદગીનો અંધકાર બસ એક દિપક પ્રગટાવી અજવાસ કરે એ ઈશાની,
 • ધૂપમાં પડછયો બની સાથ નિભાવે એ ઈશાની,
 • મારા સપના ખાતર પોતાના સપના ભૂલે એ ઈશાની,
 • હૈયામાં હામ ને હોઠો પર હેત રાખે ને એ ઈશાની,
 • પોતાના દુઃખને ભૂલી સંજય & family માટે ગમે તે કરે ને એ ઈશાની,
 • ૨૧મી સદીમાં સત્યનો એક અનોખો પ્રકાશ જ કહી શકાય ને એ ઈશાની,
 • કળિયુગમાં પણ સતી બની અગ્નિ પરીક્ષા આપે ને એ ઈશાની,
 • હર તકલીફ અને સમયની દરેક પરીક્ષામાંથી પાર ઉતરે એ ઈશાની,
 • સાદગીમાં સુંદરતા એ વાતને સાર્થક કરે એ ઈશાની,
 • તન કરતા મનને પ્રેમ કરવાનું ગમે ને એવી ઈશાની,
 • જેને મનમાં રાખી જીવનભર સાથ નિભાવવાનું ગમે ને એવી ઈશાની,
 • મારા જીવનના રંગ,ઉમંગ અને તરંગનું બસ એ જ સરનામું એટલે ઈશાની….

ઈશાની પાત્ર વાંચે છે અને આંસુઓ રોકાવવાનું નામ નથી લેતા. સંજય હજી પણ કામમાં ગળાડૂબ છે. ઈશાનીને મેસેજ કરીને થોડી વધારે વાર લાગશે એવો સંદેશો આપી સોરી ના સ્માઈલી મોકલે છે. ઈશાની તો જાણે સંજયને જોડે જઈને વળગી પડે ને એવી જ અનુભૂતિ કરી રહી છે. આંસુઓને આવતા રોકી ફરી પત્ર વાંચવાની કોશિશ કરે છે અને ત્યાં જ સંજય સામે આવતો દેખાય છે. આંસુઓને સંતાડી, ચહેરાને વધારે સાફ કરીને ફરી જેવી હતી એવી થઇ જવાની એ નાકામ કોશિશ કરે છે.

‘ઈશાની, સોરી ડીઅર, થોડું કામ આવી ગયું હતું એટલે જવું જ પડ્યું, મારી પણ ઈચ્છા નહતી જવાની પરંતુ કામ જ એવું હતું કે મારા વગર ચાલે એમ નહતું.’, સંજય કહ્યું. ઈશાની ઉંધી ફરીને વાત સાંભળી રહી હતી અને આંસુઓને રોકાવની નાકામ કોશિશ હજી પણ ચાલુ હતી. ‘ઈશુ, હવે આટલી નાની વાતમાં આજના દિવસે મોઢું ફેરવી લઈશ તો કેમનું ચાલશે??’ ઈશાની કશું જ બોલ્યા વગર સંજયને ગાલે લાગી અને આંસુઓને રોકવાનો પ્રયાસ નિષ્ફળ જતા આંખોનો એ આંસુઓનો બંધ તૂટી ગયો. આ મિલાનના સાક્ષી કુદરત સિવાય બીજું કોઈ નહતું. ઈશાની આંસુ છુપવવાના વ્યર્થ પ્રયત્ન કરી રહી. સંજય હજી એ જ વિચારી રહ્યો છે કે ઈશાની ગુસ્સે છે એટલે રડી રહી છે. અને બંને એકબીજાને ભેટીને એકમય થઇ જાય છે હવે આગળ.

‘ઈશુ, આટલી નાની વાતમાં તું દુઃખી કેમ થઇ ગઈ??’ ‘સંજય, હું દુઃખી નથી. બહુ જ ખુશ છું અને આ ખુશીના આંસુ છે. તું નહિ સમજે.. ‘, લેટર સાઈડમાં સંતાડતા કહ્યું. સંજયને ધીમે ધીમે ખબર પડી કે ઈશાની એનો આપેલો પત્ર વાંચી રહી હતી અને ભાવુક થઇ ગઈ હતી એટલે સંજય ઇશાનીની બાજુમાં જઈને હાથ પકડીને હિંચકે બેસાડી અને બસ પછી બંનેએ એકબીજાની આંખોમાં જોયા કર્યું જાણે કે આંખોથી જ બધો જ વાર્તાલાપ થઇ ગયો.

‘બસ આ સમય અહિયાં જ રોકાઈ જાય, જીવન અહિયાં જ થંભી જાય ઈશાની,
ના જોઈએ દુનિયાની કોઈ પણ જાહોજલાલી, બસ તું છે ને ત્યાં મારી જિંદગી જ ઝાકમઝોળ છે.’, સંજય બસ આજે બધી જ ફીલિંગ્સ કહી દેવા માંગતો હતો. ઈશાની, તને કદાચ ખબર નહિ હોય પરંતુ તારા આવ્યા પછી મારા જીવનમાં ઘણા બધા ફેરફાર થયા છે, તું નહતી ત્યારે જિંદગી ખાલી એમ જ જીવતી હતી, તારા આવ્યા પછી જીવવાનો રસ લાગ્યો, મન ભરીને જિંદગીને માણવા લાગ્યો, હા, શરૂઆતના દિવસોમાં ઘણું નવું-નવું લાગ્યું પછી ધીમે-ધીમે બધું જ બદલાવવા લાગ્યું. મારો સ્વભાવ, રહેણી-કરણી, બોલવા-ચાલવાથી લઈને જમવા સુધી બધું જ ધીમે-ધીમે મને ગમવા લાગ્યું.

મારુ જે બદલાયેલું આ સ્વરૂપ મને મારા જ પ્રેમમાં પડી દેવા માટે કાફી હતું, મેં મનથી માની લીધું હતું કે જે છોકરીના આવ્યા સાથે મને મારી સાથે પ્રેમ થઇ ગયો એ છોકરી સાધારણ ના હોઈ શકે, જેને મને બદલવા માટે કયારેય કીધું નથી, મને કોઈ વાતની રોક-ટોક કરી નથી છતાં મારા માં આપમેળે આવતા બદલાવ અને એ પછીનું મારુ આ નવું સ્વરૂપ જોઈને મને લાગ્યું કે ના ખરેખર કાંઈક તો જાદુ છે આ સાદગીનો, સાચા મનનો, પ્રેમાળ સ્માઈલનો અને આપણા બનેંના સાથનો. બસ પછી તો નક્કી જ કરી લીધું કે જીવનમાં કયારેય તારી સાથે અન્યાય થાય એ કામ નહિ કરું. એક પતિ, મિત્ર, જીવનસાથી, હમસફર બધાની ફરજ હું ઉભા પગે નિભાવીશ, તારી આંખમાંથી આંસુની એક બુંદ ના ખરે એનું હું અચૂકપણે ધ્યાન રાખીશ. આપણા બંનેના સંબંધોને તરો-તાજા રાખવાના બધા જ પ્રયત્ન હું કરીશ.

(ઈશાની સંજયને વચ્ચે જ રોકીને)

સંજય, મને બધું જ ખબર છે તમે શુ કેહવા માંગો છો, તમે જે પત્રમાં લખ્યું છે ને એ તો મેં મારા મનની આંખોથી તમારી આંખોમાં ક્યારનું જોઈ લીધું છે પરંતુ જે કાંઈ પણ થયું, તમે જે લખીને મને જણાવ્યું ને એ વાંચવાની અનુભૂતિ કેવી હતી ને એ હું તમને વર્ણવી નહિ શકું, તમે બસ આજે મારા મનની બધી જ દીવાલોમાં દીવો પ્રગટાવી દીધા છે. આજે તો ખુશી એટલી છે કે હું તમને શું કહું! (આમ બોલીને ઇશાનીએ જાતે જ બંનેની નજર ઉતારી દીધી) અને બંને હસી પડ્યા.

ઈશાની, વાત તો તારી ખુબ સાચી છે.નજર ના લાગે આપણા મધુર જીવનમાં. ક્યારેય કોઈની ખરાબ નજર ના પડે. હવે તો મને બહુ વધારે ડર લાગે છે, કારણકે મારી પાસે ખોવા માટે બહુ બધું છે, હું તને કોઈ પણ સંજોગોમાં મારાથી અલગ નહિ જોઈ શકું. બસ હવે તો એમ થાય છે કે અહિયાં જ રોકાઈ જવું છે, દુનિયાની જંજાળમાંથી દૂર રહીને બસ પોતાના માટે જીવવું છે, આપણા માટે જીવવું છે..

image source

(આમ વાતોમાં ને વાતોમાં ક્યાં સાંજ પડી ગઈ ખબર ના રહી, થોડી વાર બન્ને એકબીજામાં ઓતપ્રોત થઈને પ્રેમની ઝીણી બુંદોમાં સમાઈ ગયા.) થોડા સમય તો એમ જ બેસી રહ્યા. એકબીજા ના સાથનો અનુભવ કરી રહ્યા. પછી રાતની ચાંદની વધારે ઘાઢ થતી ગઈ અને બંને રાતનાં ડિનર માટે વિચારી રહ્યા ત્યાં જ ઇશાનીએ સંજયને એની સાથે આવવા કહ્યું. ‘સંજય, કમ… આઈ હેવ અ સરપ્રાઈઝ ફોર યુ.’, ઈશાની બોલી.. ‘ઈશુ, ક્યાં લઇ જાય છે મને? તને ખબર છે મને અંધારાથી બીક લાગે છે.’ ‘ચાલો તો ખરા. બસ અહીંયા જ.. એક મિનિટ અહીંયા જ ઉભા રહેજો.’

સંજયને બહાર મૂકીને ૨ મિનિટમાં ઈશાની બહાર આવે છે અને બંને અંદર જાય છે ત્યાં જ રોશનીથી આખો ડિનર હૉલ ઝળઝળી ઉઠ્યો અને લાઈટ મ્યુઝિક શરુ થયું. સંજય તો આ જોઈને આશ્ચર્યથી ઈશાની સામે જોવા લાગ્યો અને મનથી ખુશ થઇ ગયો. ઈશાનીએ સાંજને વધારે સુંદર બનાવવા માટે આટલું બધું કર્યું એ જોઈને દિલ તો જાણે ગાર્ડન ગાર્ડન થઇ ગયું. એમની સિક્સ Month એનિવર્સરી ખરેખર ખુબ યાદગાર બની રહશે એવું લાગવા લાગ્યું.

ઈશાની અને સંજય રોમેન્ટિક સોન્ગના સુરે પ્રેમમાં થોડા મદહોશ થવા લાગ્યા અને કપલ ડાન્સમાં મગ્ન થઇ ગયા. થોડા સમય એકબીજા સાથે પ્રેમથી ડાન્સ કરીને એક સરસ ઝૂલો શણગારેલો હતો એ ઝૂલામાં ઝૂલતા વાતો કરવા લાગ્યા. ‘ઈશુ, તે આ બધું ક્યારે પ્લાન કર્યું?’ ‘સંજય, એક હજી સરપ્રાઈઝ છે, વેઇટ…. આઈ એમ કમિંગ ઈન ૨ મિનિટ્સ.

ઈશાની એની Ph .D માટે એડમિશન લીધું છે અને આગળ ભણવા માટે તૈયારી બતાવી છે એ વાત આજે સંજયને કેહવાની છે એટલે એડ્મિશન ફોર્મની કોપી લેવા જાય છે. ‘સંજય, સી, ધીસ પેપર.’ સંજય તો પેપર ધ્યાન થી જોવે છે અને ખુશી અને આશ્ચર્ય બંનેના ભાવ એના ચહેરા પર દેખાઈ આવે છે. આજનો દિવસ તો ખરેખર ખુબ સરસ રહ્યો છે એવું મનમાં વિચારીને સંધ્યા કાળે ઈશાનીને ખુશીથી ભેટી પડે છે.

image source

‘ઈશુ, તને ખબર નથી કે હું આ એડ્મિશન પેપર જોઈને કેટલો હરખાયો છું. મને ઘણા સમયથી હતું કે તને કહું કે તું તારું આગળનું ભણવાનું શરુ કરે અને તારી એક નવી ઓળખ બનાવે અને તે મારા મનની વાતને જાણીને આજે આજે જ આટલું સારું કામ કર્યું છે એ જોઈને મને ખુબ આનંદ થયો છે.’ બંને વાતો કરતા રહ્યા અને આજે સમય જરાક ધીમો ચાલી રહ્યો હતો. અચાનક જ જાણે આભ ફાટ્યું હોય એવું કાંઈક અજુગતું બન્યું અને ઈશાની તો જાણે એક ક્ષણ માટે આભી જ બની ગઈ.

ક્રમશ:

લેખક-બિનલ પટેલ

https://www.instagram.com/patel_author/?igshid=61jd8tx3sx98

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ