વડોદરામાં શોપિંગ મોલ, જનસેવા કેન્દ્રો અને કચેરીઓ બંધ, એક ક્લિકે જાણો ગુજરાતમાં શું છે લેટેસ્ટ સ્થિતિ

ગુજરાતમાં વધ્યો કોરોના

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે પોતાના પગ પસારવાના શરુ કરી દીધા છે. ત્યાં જ સ્પેનથી પાછા આવેલ વડોદરાના પ્રૌઢનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. એટલા માટે હવે વડોદરા શહેરમાં પણ કલમ ૧૪૪ લાગુ કરી દેવમાં આવી છે. ઉપરાંત મહાનગર પાલિકા અને સયાજી હોસ્પીટલમાં મીટીંગ્સનો સિલસિલો શરુ થઈ ગયો છે.

સ્પેનથી આવેલ પ્રૌઢ ૧૦ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો.

image source

વડોદરા શહેરના કલેકટર શાલીની અગ્રવાલ દ્વારા જણાવાયું હતું કે, મકરપુરા વિસ્તારના પ્રૌઢ ૨૭ ફેબ્રુઆરી થી ૭ માર્ચ સુધી સ્પેનની મુસાફરી કરી હતી. આ વ્યક્તિ ૮ માર્ચના રોજ મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી ૧૦ માર્ચના રોજ વડોદરા આવ્યા હતા આ વ્યક્તિના વડોદરા આવ્યા પછી તે ૧૦ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. આ ૧૦ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

વ્યક્તિને શરદી-ખાંસી થતા સયાજી હોસ્પિટલ આવ્યા હતા.

વડોદરા શહેરના મકરપુરા એરિયામાં રેહનાર ૪૯ વર્ષીય વ્યક્તિ સ્પેન ગયા હતા. આ વ્યક્તિને સતત ત્રણ દિવસ સુધી શરદી-ખાંસી શરુ થયા ઉપરાંત સ્વાસ્થ્ય વધારે ખરાબ થતા મંગળવાર મધ્ય રાત્રીએ જ હોસ્પિટલ દોડી ગયા હતા. સયાજી હોસ્પિટલમાં આ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણ દેખાતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા.

મકરપુરા વિસ્તારની સોસાયટીમાં આરોગ્ય વિભાગની ૭ ટીમ દ્વારા તપાસ.

image source

મકરપુરા એરિયાના પ્રૌઢનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે જેના લીધે મકરપુરા વિસ્તારની સોસાયટીમાં કોર્પોરેશનની ૭ ટીમો મારફતે સેનેટાઈઝીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

૧૦૦ વ્યક્તિઓનું ઓબ્ઝર્વેશન/ક્વોરેન્ટાઇન પૂર્ણ.

વડોદરામાં રાજ્ય આરોગ્ય તંત્ર પાસેથી વિદેશ પ્રવાસથી ૨૬૫ વ્યક્તિઓ પાછા ફર્યાની સુચના આપવામાં આવી છે. જેમાંથી ૧૦૦ વ્યક્તિઓનું ઓબ્ઝર્વેશન/ક્વોરેન્ટાઇન પૂરું કરી દેવાયું છે. જયારે હજી બીજા ૧૬૩ વ્યક્તિઓને નિર્ધારિત માપદંડ મુજબ આરોગ્ય નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જે વ્યક્તિઓને કોરોના પોઝેટીવ આવ્યો છે તેઓને એસ,એસ.જી. હોસ્પીટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ જ રાખવામાં આવ્યા છે.

૧૪ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા.

image source

વડોદરા જીલ્લાના કલેકટર શાલીની અગ્રવાલ જણાવાયુ હતું કે, વડોદરા મકરપુરાના રહેવાસી અને હાલમાં જ સ્પેનનો પ્રવાસ કરીને પાછા ફરેલ એક વ્યક્તિના સેમ્પલની તપાસમાં આ વ્યક્તિનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ મુજબ એમની સઘન સારવાર એસ.એસ.જી.હોસ્પિટલમાં આપવામાં આવે છે. વડોદરામાં કોરોના શંકાસ્પદ ૧૪ વ્યક્તિઓના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા છે જેમાંથી ૧૩ વ્યક્તિઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

વડોદરા જીલ્લામાં કલમ-૧૪૪નો અમલ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું.

વડોદરા જીલ્લાના કલેકટર જણાવે છે કે કોરોના વાયરસને અટકાવવાની સાવચેતીના રૂપમાં વડોદરા જીલ્લામાં કમલ-૧૪૪ને લાગુ કરી દેવામાં આવી છે. કલમ-૧૪૪ હેઠળ શહેરના જીમ, મેળાવડા, મલ્ટીપ્લેક્સ, મોલ, જાહેર સભા, સિનેમા હોલ, ક્લબ વગેરે એવી દરેક જગ્યાઓ જ્યાં વધારે લોકોના ભેગા થવાની સંભાવના રહેલી છે તે બધી જગ્યાઓને બંધ રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાની ટીમ દ્વારા સાફ-સફાઈ અને સેનીટાઇઝેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવી.

image source

સાવધાનીના પગલાં રૂપે મહારાષ્ટ્રથી વડોદરા તરફ આવતી બસ અને રેલ્વે સેવાઓ અટકાવી દેવામાં આવી છે. રેલવે અને એસ.ટી. સત્તાવાળાઓએ સાવધાનીના બધા જ પગલાઓ લેવા માટે સાવચેત કરાયા છે. કોરોના વાયરસ પોઝેટીવ વ્યક્તિઓના નિવાસની આસપાસના એરિયામાં મહાનગર પાલિકા દ્વારા સાફ-સફાઈ અને સેનીટાઇઝેશનની પ્રક્રિયા શરુ કરાઈ છે.

ગુજરાતના અમદાવાદમાં ૨ કેસ પોઝેટીવ નોંધાયા છે.

ગુજરાતના અમદાવાદમાં પણ બે વ્યક્તિઓના કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે. હવે કોરોના વાયરસ વધારે ના ફેલાય તેના માટે અમદાવાદમાં વધારે સાવચેતીના પગલાના રૂપમાં અમદાવાદના રેલ્વે વિભાગ દ્વારા ટ્રેનથી આવતા મુસાફરોનું થર્મલ સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ યાત્રીઓના નામ, નંબર અને ટ્રાવેલ હિસ્ટ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે. યાર્તીઓનું સ્કેનીંગ દરમિયાન બોડી ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે.

ટેમ્પરેચર ૯૮.૪થી વધારે હોય તો તાવ છે.

image source

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ હેમલ પટેલ જણાવે છે કે, અમદાવાદમાં સ્કેનીંગ દરમિયાન ટેમ્પરેચર તપાસતા જો યાત્રીનું બોડી ટેમ્પરેચર ૯૮.૪થી વધારે આવે છે તો તેવી વ્યક્તિને તાવ છે અને તેનું મેડીકલ ચેકઅપ જરૂરી બની જાય છે. જયારે યાત્રીનું બોડી ટેમ્પરેચર ૯૮.૪ થી ઓછું આવે છે તો આવી વ્યક્તિને તાવ નથી એટલા માટે આવી વ્યક્તિને કોરોના વાયરસના ખતરાથી મુક્ત છે. અમદાવાદ આવતા કોઈ મુસાફરમાં કોરોના વાયરસના લક્ષણ દેખાય છે તો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવાની પ્રક્રિયા કરવામાં આવશે.

રેલ્વે ટીકીટમાં ૭૦% બુકિંગ ઘટી ગયું.

મહત્વની વાત છે કે કોરોના વાયરસ વધારે ના ફેલાય તે માટે લોકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાની સુચના આપવામાં આવી છે. ઉપરાંત અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે રેલ્વેએ ટીકટો પર આપવામાં આવતા બધા પ્રકારના લાભ હાલ પૂરતા રદ્દ કરી દેવામાં આવતા રેલ્વેની ટીકીટમાં ૭૦% બુકિંગમાં ઘટાડો થવા પામ્યો છે. આમ રેલ્વે ટીકીટના વેચાણમાં ધરખમ ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

ઉપરાંત ૨૭ જેટલી ટ્રેન રદ્દ કરવામાં આવી છે અને કોરોના વાયરસના કારણે ૨૦૦ જેટલી ટ્રેનના વ્યવહારને અસર પહોચી છે. ત્યાં જ કેટલાક સમય અગાઉ જ ટ્રેનોને ડીસ ઈનફેક્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ હવે રેલ્વેની ટીકીટમાં કન્સેશન રદ્દ થતા યાત્રીઓની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

image source

કોરોના વાયરસને લઈને રાજ્યમાં આ રવિવારે ૨૨ માર્ચના રોજ જનતા કર્ફ્યું હોવાથી શહેરોમાં અને રાજ્યો એસ.ટી.બસ, BRTS બસ, સીટી બસ બધું જ બંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ