નિર્ભયાના ગામમાં ન્યાય મળ્યાની ઉજવણી, જોઇ લો ખાસ તસવીરોમાં..

નિર્ભયાના ગામમાં ન્યાય મળ્યાની ઉજવણી

image source

નિર્ભયા ઘટના ઘટ્યાને લગભઘ સવા સાત વર્ષ જેટલો સમય થઈ ગયો છે. અને છેવટે આજે વહેલી (20-03-2020ના રોજ) સવારે નિર્ભયાના ચારે દોષીતો વિનય, અક્ષય મુકેશ અને પવનને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે. આ દરેક દોષીતોને એક સાથે ફાંસીના માચડે લટકાવવામાં આવ્યા હતા અને ડોક્ટરે તેમને મૃત પણ જાહેર કરી દીધા છે.

image source

નિર્ભયાના પરિવારજનો વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા હતા અને છેવટે તેમને ન્યાય મળી ગયો. તેમના માતાપિતા તો આ ન્યાયથી ખુશ છે જ પણ સાથે સાથે નિર્ભયાના ઉત્તર પ્રદેશ ખાતે આવેલા બહલિયા ગામના લોકો પણ મીઠાઈઓ વહેંચીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને જાણે અહીં તો ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે. લોકો ઢોલ તેમજ મંજીરા વગાડીને ન્યાયની ઉજવણી કરી રહ્યા છે.

દોષીતોને ફાંસી મળ્યા બાદ અહીં જાણે હોળીની ઉજવણીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ગામમ માટે આ એક ઐતિહાસિક દીવસ બની ગયો છે. નિર્ભયાના માતાપિતાએ પણ જણાવ્યું હતું કે તેમના ગામથી ફોન આવ્યો છે તેઓ આખી રાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટની કામગીરી પર નજર રાખી રહ્યા હતા. અને ઉજવણીની તૈયારી તેમણે પહેલેથી જ કરી લીધી હતી. નિર્ભયાની માતાએ જણાવ્યું હતું કે તેણી ઉજવણી તો નહીં કરે પણ આજે તેમના માટે ખુશીનો દિવસ છે, તેમની દીકરીને ન્યાય મળ્યો છે.

image source

આખોએ પરિવાર રાત આખી રાહ જોતો બેઠો હતો.

નિર્ભયાના પિતાએ જણાવ્યું હતું કે આખી રાત ગામના લોકો ફોન કરી કરીને પળે-પળની ખબર પુછી રહ્યું હતું. નિર્ભયાના બાબા અને કાકાએ આખી રાત ગામ જાગશે તેવી જાહેરાત પણ કરી દીધી હતી. જેથી કરીને સવારે ફાંસી થયા બાદ તેમને યોગ્ય સમયે જાણકારી મળે. અને ખબર મળતાં જ ગામમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી.

નિર્ભયાના ગામના સમાજ સેવક અશ્વની પાંડેયે જણાવ્યું હતું કે ગામમાં પહેલેથી જ અબીલ-ગુલાલ વિગેરે ખરીદી લેવામાં આવ્યા છે. આજે આખો દિવસ અમે ન્યાય મળ્યાની ઉજવણી કરીશું. તેમણે જણાવ્યું હતુ કે જે પળની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે છેવટે આવી ગઈ છે. બધા જ હેવાનોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે. આજે આખુંએ ગામ હોળીની ઉજવણી કરશે. તેમણે એ પણ કહ્યું કે તેમના માટે આ એક ઐતિહાસિક દિવસ છે જે કોઈ ઉત્સવથી ઓછો નથી.

નિર્ભયાને ન્યાય મળતા લાગ્યા 2650 દિવસ

image source

નિર્ભયાના દોષિતોને શુક્રવારે વહેલી સવારે ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે. તેમને ફાંસી આપ્યા પહેલાં તેમનું મેડિકલ પરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને તેઓ સ્વસ્થ હતા. ત્યાર બાદ ફાંસીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને ચારેને એક જ સમયે એક જ સાથે ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા.

નિર્ભયાના માતા છેલ્લા સાત વર્ષથી દીકરીને ન્યાય આપવા માટે લડી રહ્યા હતા તેણીએ જણાવ્યું કે જેવી તે સુપ્રીમ કોર્ટમાંથી પાછી ફરી કે તરત જ તેણીએ દીકરીની તસ્વીરને પોતાની છાતીએ વળગાડી દીધી અને કહ્યું કે આજે તને ન્યાય મળી ગયો છે. આશા દેવીએ પોતાની વકીલ સીમા કુશવાહાનો પણ ખૂબ આભાર માન્યો હતો. અને આ બધા જ કપરા સમયમાં સતત પડછાયામાં તેની સાથે રહેલી તેની બહેન સુનીતા દેવીનો પણ ભેટીને આભાર માન્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે દિલ્લીમાં 2012ની 16મી ડિસેમ્બરે ચાલતી બસમાં નિર્ભયા પર ક્રૂર રીતે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેણી જ્યારે પોતાના પુરુષ મિત્ર સાથે ફિલ્મ જોઈને ઘરે પાછી પરી રહી હતી તે દરમિયાન તેની સાથે આ ઘટના ઘટી હતી. બસમાં બેઠેલા પાંચ-છ મુસાફરોએ તેણી સાથે છેડછાડ શરૂ કરી દીધી હતી.

image source

નિર્ભયાના મિત્રએ તેણીને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ તેને પણ ખૂબ માર મારવામાં આવ્યો હતો. સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ તે બન્નેને નિર્વસ્થ્ર હાલતમાં રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ