શું સરકાર આ મોટી રકમની નોટ રદ કરવાની ફિરાકમાં છે? તમારી પાસે બહુ બધી પડી છે આ નોટ?

2019-20માં રીઝર્વ બેંકે એક પણ 2000ની નોટ નથી છાપી – શું આ નોટબંધીના એંધાણ છે ?

મોદી સરકાર દ્વારા થોડા વર્ષો પહેલાં નોટબંધી લાદવામાં આવી હતી. અને ત્યાર બાદ નવી નોટો બહાર પાડવામાં આવી હતી. જેમાં 2000ની નોટ નવી હતી અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવી હતી. પણ તાજેતરમાં જાણવા મળ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2019-20માં એક પણ 2000 રૂપિયાની નોટ છાપી નથી. તે સાથે જ જોવા મળ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી બે હજારની નોટોનું સર્ક્યુલેશન પણ ઓછું થયું છે. આ માહિતી રિઝર્વ બેંકે પોતાના 2019-20ના નાણાકિય વર્ષના વાર્ષિક અહેવાલમાં આપી છે.

image source

આરબીઆઈ દ્વારા બહાર પાડવામા આવેલા અહેવાલ પ્રમાણે 2019-20 દરમિયાન 2000ની એક પણ નોટને છાપવામાં આવી નથી. આ સિવાય રિઝર્વ બેંક ઓફ નોટ પ્રિન્ટિંગ એડ સિક્યુરિટિ પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન પાસેથી પણ નવો કોઈ જ સપ્લાય આવ્યો નથી. તમને એ પણ જણાવી દઈએ કે 2019-20ના વર્ષમાં નોટની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 13.1%નો ઘટાડો આવ્યો છે. તેમજ 2019-20માં નોટના પૂરવઠામાં 23.3 ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો છે. બની શકે કે તે કોરોના વયારસના ફેલાવા તેમજ લોકડાઉનના કારણે બન્યું હોય.

2000ની નોટોના સર્ક્યુલેશનમાં પણ થયો ઘટાડો

image source

રિઝર્વ બેંક દ્વારા આપવામા આવેલા અહેવાલ પ્રમાણે 2018ના માર્ચના અંત સુધીમાં 2000 રૂપિની 33,632 લાખ નોટો સર્ક્યુલેશનમાં હતી. જેમાં 2019ના માર્ચ મહિનામાં ઘટાડો આવ્યો અને તે નોટોની સંખ્યા ઘટીને 32,910 લાખ થઈ. ત્યાર બાદ આ વર્ષે એટલે કે 2020ના માર્ચ મહિનાના અંત સુધીમાં તેમાં ઓર વધારે ઘટાડો થયો છે અને હાલ સર્ક્યુલેશનમાં 27,398 લાખ નોટો રહી છે.

image source

2020ના માર્ચ મહિનાના સુધીના આંકડા પર એક નજર નાખવામા આવે તો દેશમાં સર્ક્યુલેશનમાં રહેતા કૂલ નાણાના 2.4% ચલણ 2000ની નોટોનું હતું. એ પહેલાં 2019ના માર્ચ સુધી આ ચલણ 3 % રહ્યું હતું. જ્યારે 2018માં આ ચલણ 3.3% ટકા રહ્યું હતું. આમ દર વર્ષે 2000 રૂપિયાની નોટોના ચલણમાં ધીમેધીમે ઘટાડો જોવા મળ્યો છે.

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, જો મૂલ્યની રીતે જોવા જઈએ તો પણ રૂપિયા 2000ની નોટોની ભાગીદારીમાં ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે 2018ના માર્ચ મહિનાના અંતે 2000 રૂપિયાની નોટોનો હિસ્સો 37.3 % રહ્યો હતો. ત્યાર બાદ 2019ના માર્ચ મહિનાના અંત સુધીમાં તે ઘઠીને 31.2% થયો અને છેલ્લે આ વર્ષે 2020ના માર્ચ મહિનાના અંત સુધીમાં તેમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે જે 22.6%નો છે.

image source

નાની નોટોનું સર્ક્યુલેશન વધ્યુ

એક બાજુ રૂપિયા 2000ની નોટોનું ચલણ ઘટ્યું છે તો બીજી બાજુ નાની નોટો એટલે કે 500 રૂપિયાની તેમજ 200 રૂપિયાની નોટોનું ચલણ વધેલું જોવા મળ્યું છે તેવું રિઝર્વબેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ બધું જોતાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક ધીમે ધીમે માર્કેટમાંથી 2000ની નોટો સાવ જ તો બંધ નહીં થઈ જાય !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ