સુુશાંતના મોતને લઇને થયો આ મોટો ખુલાસો, સપ્લીમેન્ટ્રી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કંઇક એવું કે…

-સુશાંતના પિતા કે. કે. સિંહના વકીલ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા કે, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મૃત્યુના સમય સાથ જ અન્ય કેટલીક મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

-સુશાંતના પોસ્ટમોર્ટમ રીપોર્ટની તપાસ હવે એમ્સ હોસ્પિટલની ફોરેન્સિક ટીમ દ્વારા કરવામાં આવશે, તેના માટે ૫ ડોક્ટર્સની પેનલ બનાવવામાં આવી છે.

image source

સુશાંત સિંહ રાજપુતના પહેલા પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મૃત્યુના સમયનો ઉલ્લેખ નહી કરવાની વાત સામે આવ્યા પછી હવે મુંબઈની કુપર હોસ્પિટલ તરફથી સપ્લીમેન્ટ્રી પોસ્ટમોર્ટમ રીપોર્ટ જાહેર કરવામાં આવી છે. આ રીપોર્ટમાં પોસ્ટમોર્ટમ શરુ થયાના ૧૦ થી ૧૨ કલાક અગાઉ સુશાંત સિંહનું મૃત્યુ થઈ ગયું હતું. સુશાંત સિંહ રાજપુતના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં તા. ૧૪ જુન, ૨૦૨૦ના રોજ રાતના સમયે ૧૧ થી ૧૨:૩૦ વાગ્યાના સમય દરમિયાન થયું હતું. એનો મતલબ એમ થાય છે કે, સુશાંત સિંહ રાજપુતનું મૃત્યુ દિવસ દરમિયાન ૧૧ થી ૧૨ વાગ્યા દરમિયાન મૃત્યુ થવા પામ્યું હતું.

પ્રથમ રીપોર્ટમાં સમયનો ઉલ્લેખ નહી કરવાનું કારણ આપવામાં આવ્યું નથી.:

image source

આની પહેલા ૭ પાનાની પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સુશાંત સિંહના મૃત્યુના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નહી. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પહેલા મૃત્યુનો સમય નહી આપવા વિષે હોસ્પિટલ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. સુશાંત સિંહ રાજપૂતની બોડીનું પોસ્ટમોર્ટમ કરનાર ૫ ડોક્ટર્સની ટીમને મુંબઈ પોલીસ અને CBI એમ બંને ટીમ દ્વારા પુછપરછ કરવામાં આવી છે.

સુશાંત સિંહના પિતા કે. કે. સિંહના વકીલ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા.:

સુશાંત સિંહના પિતા કે. કે. સિંહના વકીલ વિકાસ સિંહએ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મૃત્યુના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. વિકાસ સિંહએ કહ્યું હતું કે, મૃત્યુ સમયે જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવો જોઈએ તેની કોઈ વિગતનો ઉલ્લ્ખે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મૃત્યુના સમયનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો નથી. આવું કેમ કરવામાં આવ્યું ?

image source

વકીલ વિકાસ સિંહએ આ પ્રશ્નો કર્યા.:

-દિશા સલીયાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ બે દિવસ પછી કરવામાં આવ્યું હતું. સુશાંત સિંહના પોસ્ટમોર્ટમમાં આટલી ઉતાવળ કેમ કરવામાં આવી?

-સુશાંતની ગરદન અને પરના ચિન્હો અને કપડામાં તફાવત કેમ છે?

-પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મૃત્યુના સમયનો ઉલ્લેખ કેમ નથી કરવામાં આવ્યો?

-સામાન્ય રીતે સાંજ થઈ ગયા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી, તો પછી સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ રાતના સમયે કેમ કરવામાં આવ્યું? સુશાંત સિંહના પોસ્ટમોર્ટમ રીપોર્ટના મુખ્ય મુદ્દાઓ:

image source

-શરીર પર કોઈ ઈજાના ચિન્હ જોવા મળ્યા નહી.

-ગરદન અને માથાની આસપાસનું કોઈ હાડકું તૂટ્યું હતું નહી.

-મૃતદેહનો કોરોના વાયરસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો નહી.

-સુશાંત સિંહની ગરદનનો ઘેરાવ ૪૯.૫ સેમી જેટલો હતો.

-સુશાંતના ગળાની નીચેની બાજુ 33 સેમી જેટલો લાંબો લિગેચર માર્ક હતો.

-ગરદનની જમણી તરફ ડાઘની જાડાઈ ૧ સેમી હતી.

-જયારે ડાબી બાજુના ડાઘની જાડાઈ ૩.૫ સેમી હતી.

એમ્સની ફોરેન્સિક ટીમ પોસ્ટમોર્ટમ રીપોર્ટની તપાસ કરશે.:

-એમ્સની ફોરેન્સિક ટીમ સુશાંત સિંહના પોસ્ટમોર્ટમ ફાઈલની તપાસ કરવા માટે પાંચ એક્સપર્ટસની એક પેનલ બનાવી છે. CBIએ એમ્સને સુશાંતના પોસ્ટમોર્ટમ રીપોર્ટ પર પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું છે.

image source

-એમ્સના ફોરેન્સિક વડા ડૉ. સુધીર ગુપ્તા આ પેનલનું નેતૃત્વ કરશે. તેમનું કહેં છે કે, હત્યાની શકયતા સિવાય અમારી ટીમ બધા જ એંગલથી તપાસ કરવામાં આવશે.

-ડૉ. સુધીર ગુપ્તા વધુ જણાવતા કહે છે કે, ‘મૃતદેહ ઉપર મળેલા નિશાનોને પુરાવા સાથે મેચ કરવામાં આવશે. આ સાથે જ સુશાંતને ડીપ્રેશન દુર કરવા માટે તેને આપવામાં આવેલ દવાઓનું પણ પરીક્ષણ કરવામાં આવશે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ