બેવફા પ્રેમિકા – પહેલા કરાવ્યો કરોડો રૂપિયાનો ખર્ચ અને પછી…

બેંક મેનેજરએ ખાતાઓ માંથી ચોરી કરીને પ્રેમિકા પર ઉડાવ્યા ૩૧ કરોડ ૪૭ લાખ રૂપિયા, પકડાઈ જતા જ છોડીને ચાલી ગઈ બેવફા પ્રેમિકા.

પ્રેમમાં વ્યક્તિ કઈ પણ સાચું ખોટું સમજમાં નથી આવતું. તે સમયે બસ પોતાના પ્રેમને મેળવવાનું જુનુન સવાર રહે છે. પરંતુ જ્યાં સુધી સત્યનું જ્ઞાન થાય છે, ત્યાં સુધી ખુબ જ મોડું થઈ જાય છે. આવું જ એક પ્રેમમાં પાગલ વ્યક્તિ વ્યક્તિ પકડાઈ ગયો મેલબોર્નમાં. આ વ્યક્તિ દેશની પ્રતિષ્ઠિત બેંકમાં મેનેજરની પોસ્ટ પર હતો. સારી સેલેરીથી તેમના દિવસો આરામથી પસાર થઈ રહ્યા હતા. પરંતુ ત્યારે જ તેમની જીંદગીમાં એક છોકરી આવે છે.

image source

ત્યાર બાદ આ વ્યક્તિ પર તેને ઈમ્પ્રેસ કરવાનું એવું ભૂત સવાર થયું કે, તેણે [પોતાની બેંકના કસ્ટમર્સના ખાતાઓ માંથી લાખો નહી, કરોડો રૂપિયા ઉડાવી લીધા. તેઓ આ પૈસાથી પોતાની પ્રેમિકાને ગિફ્ટસ અને મોઘા મોઘા વેકેશંસ પર લઈ જતા હતા. અહિયાં સુધી કે તેમણે આ પૈસાથી ગ્રાન્ડ મેરેજ પણ કર્યા. પરંતુ હકીકત કેટલા દિવસો સુધી છુપાઈને રહી શકે. અંતે આ વ્યક્તિની હરકતો સામે આવી જાય છે અને ભાંડો ફૂટી ગયો. જેલની સજા થઈ તો થઈ, સાથે જ દિલ તૂટી ગયું અલગથી. આવો આપને જણાવીએ છે કે, કેવી રીતે પ્રેમમાં એક મેનેજર બેંકથી જેલ પહોચી જાય…

image source

મેલબર્નના વેસ્ટપેકના એક બેંક મનેજર પર બેંકમાં કેટલાક ખાતાઓ માંથી કુલ ૩૧ કરોડ ૪૭ લાખ રૂપિયા ઉડાવવાનો આરોપ લગાવ્યો છે. વ્યક્તિએ આ હેરફેર ઓગસ્ટ, ૨૦૧૫થી એપ્રિલ, ૨૦૧૯ની વચ્ચે કરી.

આ વ્યક્તિની ઓળખ ૩૯ વ્ર્શ્નના એંડ લી તરીકે થઈ. તેઓ મેલબોર્નમાં એક બેંકમાં મેનેજર હતા. તેમને સેલેરી તરીકે ૬૭ લાખ રૂપિયા મળ્યા હતા. પરંતુ અચાનક તેમની જિંદગીમાં એક છોકરી આવે છે, ત્યાર પછી બધું જ બદલાઈ જાય છે.

image source

ધ હેરાલ્ડ સનમાં છાપવામાં આવેલ ખબર મુજબ, છોકરીને ઈમ્પ્રેસ કરવા માટે તેણે પૈસા ચોરી કરવાનું શરુ કર્યું. તેમણે તો કેટલાક કસ્ટમર્સના નકલી ટર્મ ડીપોઝીટના નામે ઠગી લીધા છે. તેઓ આ પૈસાને ફેક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરતા અને પછી ચોરી લેતા હતા.

image source

ઓગસ્ટ, ૨૦૧૫થી એપ્રિલ, ૨૦૧૯ના સમયગાળા દરમિયાન તેમણે કેટલાક કસ્ટમર્સ પાસેથી ૩૧ કરોડ ૪૭ લાખ રૂપિયાની ઠગાઈ કરી. આ પૈસાથી તેઓ પોતાની પ્રેમિકા માટે મોંઘા ગિફ્ટસ ખરીદતા હતા. આ સાથે જ પૈસાનો જુગાર અને ટ્રાવેલમાં ખર્ચ કરતા હતા.

તેમણે આ પૈસાથી શાનદાર લગ્ન પણ કર્યા. કેટલાક ગેસ્ટની સાથે તેમણે આલીશાન રીતે પાર્ટી કરી. લી એ આ પૈસાથી પોતાના માટે કેટલીક મોંઘી ગાડીઓ લીધી અને પોતાની બહેન માટે ઘર પણ ખરીદ્યું. પરંતુ ડીસેમ્બર, ૨૦૧૯માં તેઓ પકડાઈ ગયા.

image source

બેંકમાં એક એકાઉન્ટ ધારકને આ ફ્રોડની ખબર પડી જાય છે અને તેમણે આની ફરિયાદ કરી દીધી. ત્યાર બાદ બેંકએ પોલીસમાં ફરિયાદ કરી. આ વ્યક્તિની બધી વસ્તુઓ સીઝ કરી દીધી અને ફરી એક પછી એક તેમના કારનામાં સામે આવવા લાગ્યા.

image source

આ મામલો કોર્ટમાં જતા જ તેમની પત્નીએ, જેમણે લી ના પૈસાથી ખુબ જ શોપિંગ કરી હતી, તેમણે તેને તલાક આપી દીધા. તેમનું કહેવું હતું કે, તેને લઈ ના આ દગાનો થોડો પણ અંદાજ હતો નહી. હવે કોર્ટમાં લી પર સુનાવણી ચાલી રહી છે.

ખબર મળી છે કે, નોકરી ચાલી ગયા પછી લી પોતાની માતાની સાથે રહી રહ્યા છે. સાથે જ ઘર ચલાવવા માટે બસ ડ્રાઈવરની નોકરી કરી રહ્યા છે. જો કે, કોર્ટ આખા કેસની સ્ટડી કરીને જલ્દી જ નિર્ણય સંભળાવવાના મૂડમાં છે આ ખબર આવ્યા પછી લોકોમાં આ બેંક મેનેજરની ખુબ ચર્ચા થઈ રહી છે.

Source : asianetnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ