દિવાળી પહેલાં જ સરકારી કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થાને લઈને નીતિન પટેલે કરી મોટી જાહેરાત, આપી દીધી ભેટ

સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવાશે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને સરકારી ઓધીકારીઓ માટે દિવાળીમાં સારા સમાચાર આપ્યા હતા.

image source

જો વિગતે વાત કરીએ કે શું જાહેરાત કરી તો કંઈક આ પ્રમાણે છે. આજે સાંજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારી કર્મચારીઓને દિવાળીની ખુબ જ મોટી ભેટ આપી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના મહામારીમાં સરકારી કર્મચારીઓ ખડેપગે ઉભા રહ્યા છે. થોડા દિવસો બાદ તહેવારો શરૂ થઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ સરકારી કર્મચારીઓને ચૂકવાશે. કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં સરકારી અધિકારીઓને મોંઘવારી ભથ્થુ ચુકવાયું ન હતુ.

image source

કોરોનાની મહામારીને કારણે અનેક કામ અટવાયા હતા. ભારત સરકારના નિયમ મુજબ 5 ટકા ભથ્થુ કર્મચારીઓને ચુકવાશે. 6 મહિનાનું મોંઘવારી ભથ્થું બાકી હતુ, રુા. 464 કરોડ ને ખર્ચે 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચુકવાશે. વર્ગ ચારના અધિકારીઓને રૂા. 3500નું બોનસ મળશે. DyCM નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, સરકારી કર્મચારીઓનું સ્થગિત કરેલ મોંઘવારી ભથ્થુ સરકાર ચુકવશે અને 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવાશે. રાજ્ય સરકારની આવકમાં વધારો થતા આ નિર્ણય લેવાયો હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જેમા ત્રણ માસની રકમનો એક હપ્તો ચૂકવાશે. અને આ માટે 464 કરોડ રૂપિયા રાજ્ય સરકાર ચૂકવશે બાદમાં ત્રણ મહિનાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે.

image source

વધુમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતમાં કટોસણ, બહુચરાજી અને ચામસ્માની રેલવે લાઈન પાછળ 787 કરોડ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં આ લાઈન મીટર ગેજ લાઈન છે, જેને હવે બ્રોડ ગેજ લાઈનમાં રૂપાંતરીત કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા તો રાજ્યમાં 900થી પણ ઓછા કેસ આવી રહ્યા હતા. ત્યાં જ હવે છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસનો કહેર વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1035 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,78,633એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 4 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3751એ પહોંચ્યો છે. જ્યારે 1321 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,534 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ