લૂણાવાડાની જોરદાર ઘટના, એક મહિલાને ચાલતી બસમાં રસ્તા વચ્ચે ઉપડી પ્રસુતિની પીડા, પછી જે થયું એ સલામી આપવા જેવું

લૂણાવાડાની જોરદાર ઘટના, એક મહિલાને ચાલતી બસમાં રસ્તા વચ્ચે ઉપડી પ્રસુતિની પીડા, પછી જે થયું એ સલામી આપવા જેવું

આમ તો એસ.ટી. બસ વિશે લોકોના મોઢામાંથી સારા શબ્દો નીકળે એવું ઓછું બનતું હોય છે. પરંતુ આ વખતે લોકો બસ તો છું પણ એના ડ્રાઈવરના પણ વખાણ કરી રહ્યા છે અને વધાવી રહ્યા છે. કારણ કે ક્યારેક એવી ઘટના સામે આવતી હોય કે ત્યારે તેને દિલથી સલામી કરવી પડે અને વખાણવું પડે. તો આવો જાણીએ કે શું છે આ સમગ્ર મામલો. આમ તો નક્કી નથી હોતું કે કાલ સવારે શું થવાનું છે ત્યારે આવું જ કંઈક બન્યું ગાંધીનગરના દહેગામથી આવતી એક એસ.ટી. બસમાં. આજે તા. 5 ના રોજ પોતાના વતન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દસલા ગામે 20 વર્ષની સગર્ભા મહિલા આવવા એસટી બસમાં બેસીને નીકળ્યા હતા.

image source

બસ રોજ જતી એમ જ તેનો સમય થયો એટલે ઉપડી ત્યાં જ રસ્તામાં આ સગર્ભા મહિલાને અચાનક સુવાવડનો દુઃખાવો શરૂ થઇ ગયો હતો. હવે એક મહિલાને અચાનક દુખાવો ઉપડતા એસ.ટી.બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને એસ.ટી.બસને સરસણ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે બસને લઈ જઈ ઊભી રાખીને આરોગ્ય કેન્દ્રને જાણ કરતા આરોગ્ય કેન્દ્રના આયુષ ડૉ. શૈલીબેન પટેલ તેમજ સ્ટાફ નર્સ આકાંક્ષાબેન વણકર અને શર્મિષ્ઠાબેન પટેલ તેમજ સેવક નિલેશ ખાંટની મદદથી તાત્કાલિક એસ.ટી.બસમાં પહોંચી જઈને સફળ ડિલીવરી કરાવી હતી.

image source

પરંતુ જોવા જેવી વાત એ છે કે આ સગર્ભા મહિલાને અધૂરા માસે ડીલેવરી થતાં બાળકનું વજન ઓછું હોવાથી માતા અને બાળકને વધુ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા આયુષ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આમ એસ.ટી બસના ડ્રાઇવરની સમય સુચકતા અને આરોગ્ય કેન્દ્રના તબીબી અને સહાયક સ્ટાફે સગર્ભા મહિલાને ત્વરિત સારવાર આપીને ઉગારી લીધી હતી. હવે આ ડ્રાઈવરના ચારેકોર વખાણ થઈ રહ્યા છે અને લોકો આશીર્વાદ આપી રહ્યા છે કે શું મજાનું કામ કર્યું છે.

image source

2019માં પણ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી. 108 એમ્યુલન્સ ગર્ભવતી મહિલાઓ માટે એક વરદાન રૂપ સાબિત થઇ છે. 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ રસ્તામાં અનેક પ્રસૂતિઓ કરાવી હોવાના કિસ્સાઓ બનતા રહ્યા છે. જામનગરથી મધ્યપ્રદેશ તરફ જતી ખાનગી લક્ઝરી બસમાં ગર્બતી મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતાં લીમડી બગોડરા હાઇવે ટોલ નાકા પાસે આવેલી હોટલના કમ્પાઉન્ડમાં બસ ઊભી રાખી દેવાઇ હતી. અને 108ને જાણ કરવામાં આવી હતી. જેના પગલે 108 ઇએમી પાયલોટ ઘટના સ્થળે દોડી જઇને બસમાં જ મહિલાની પ્રસુતિ કરાવી માતા અને બાળકને નવજીવન આપ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ