હવે મોંઘીદાટ ડુંગળી તમે પણ ખાઈ શકશો, સરકારે જાહેર કર્યા નવા આદેશો અને હવે આાવશે તમારા ભાવમા

કોઈ પણ શાક બનાવીએ તો ડુંગળી વગર એમા મજા ન આવે અને આમ ફિક્કી પડી જતી હોય એવું લાગે છે. પરંતુ હાલમાં તો ડુંગળીના ભાવે લોકોને રાતે પાણીએ રોવડાવ્યા છે. ત્યારે બજારમાં સસ્તા ભાવે ડુંગળી ઉપલબ્ધ થાય તે માટે સહકારી નાફેડે શુક્રવારે કહ્યું કે તેણે 15,000 ટન આયાતી ડુંગળીની સપ્લાય કરવાના આદેશો જાહેર કરી દીધા છે અને આ અંગે બોલી લગાવનારાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નાફેડે કહ્યું કે આનાથી સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા વધશે અને ભાવને નિયંત્રણ આવશે.

image source

નાફેડે જણાવ્યું હતું કે આયાત કરેલી ડુંગળી બંદર શહેરોમાંથી વહેંચવામાં આવશે, જેથી ઝડપી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોને પૂછવામાં આવ્યું છે કે તેમને કયા પ્રમાણમાં ડુંગળી જોઈએ છે. નાફેડની આયાતી ડુંગળીના વધારાના પુરવઠા માટે નિયમિત ટેન્ડર બહાર પાડવાની યોજના પણ બનાવવામાં આવી છે.

image source

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “ગઈકાલે (ગુરુવારે) નાફેડે ટુટીકોરીન અને મુંબઇમાં સપ્લાય માટે જાહેર કરાયેલા ટેન્ડરોનો સારો પ્રતિસાદ મળ્યો છે.” બજારમાં સમયસર પુરવઠો સુનિશ્ચિત કરવા માટે નાફેડે ગત સાંજે સફળ બિડરોને આખરી ઓપ આપ્યો. ” નાફેડે કહ્યું કે આ વખતે તેણે ડુંગળીની ગુણવત્તા અને કદ પર વિશેષ ભાર મૂક્યો છે, જે ભારતીય ગ્રાહકોના સ્વાદ સાથે મેળ ખાય એવો જ છે. સામાન્ય રીતે ભારતમાં મધ્યમ કદની ડુંગળી પસંદ કરવામાં આવે છે, જ્યારે વિદેશી ડુંગળીનું કદ 80 મીમી સુધી હોય છે.

image source

ગયા વર્ષે એમએમટીસી દ્વારા પીળી, ગુલાબી અને લાલ ડુંગળીની સીધી આયાત તુર્કી અને ઇજિપ્તથી કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે ટૂંકા ગાળામાં સારી ગુણવત્તાની ડુંગળીની સપ્લાય થાય તે માટે ખાનગી આયાતકારોને સપ્લાય કરવાની ઓફર કરવામાં આવી છે. આ દરમિયાન નાફેડે જણાવ્યું હતું કે ડુંગળીના જથ્થાબંધ અને છૂટક ભાવમાં સતત ઘટાડો જોવા મળી શકે છે.

નાફેડે આશા વ્યક્ત કરી કે સરકારની નીતિ હસ્તક્ષેપ અને બફર, આયાત અને નવા આગમન સપ્લાયને વેગ આપશે અને ડુંગળીનું બજાર ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. દેશના કેટલાક ભાગોમાં ડુંગળીના છૂટક ભાવ પ્રતિ કિલો રૂપિયા 80-100 જેટલા ઉંચા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી શિયાળોનો જૂનો સ્ટોક અને ખરીફ ઉનાળોનો નવો સ્ટોક આવવાથી ડુંગળીના વધતા ભાવમાં ઘટાડો થયો છે.

image source

આ પહેલાં ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકારે ડુંગળીના સંગ્રહ પર કાપ મુકી દીધો હતો, જેને પગલે એક ચોક્કસ લિમિટથી વધુ પ્રમાણમાં ડુંગળીનો સંગ્રહ કોઇ વ્યાપારી નહીં કરી શકે. આમ થવાથી ડુંગળી સસ્તી થવાની શક્યતાઓ છે. સરકારનો આ આદેશ શુક્રવારથી જ અમલમાં આવી ગયો છે જે આગામી 31મી ડિસેમ્બર સુધી જારી રહેશે. નવા આદેશ મુજબ હવેથી છુટક વ્યાપારીઓ માત્ર બે ટન ડુંગળીનો જ સ્ટોક કરી શકશે, તેનાથી વધુ કરશે તો પગલા લેવામાં આવશે. જ્યારે જથૃથાબંધ વ્યાપારીઓ 25 ટન ડુંગળીનો જ સ્ટોક કરી શકશે. હાલમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને 75 રૂપિયાની કિમતે એક કિલો ડુંગળી વેચાય છે. જેને પગલે આમ નાગરિકો અને ગરીબોના દૈનિક જીવન પર માઠી અસર જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ