સંકટ સમય વચ્ચે અનોખી સેવા, ખલીલ રિક્ષાવાળા’ સિવિલના દર્દીઓને તદન મફતમાં જાય છે ઘરે મુકવા

ગુજરાત રાજ્યનું સુરત શહેર આમ તો હીરા માટે આખી દુનિયામાં જાણીતું છે પણ સુરત શહેરમાં રહેતી દરેક વ્યક્તિની એક ખાસિયત છે જો તે વ્યક્તિને ખબર પડે કે બીજી વ્યક્તિ મુસીબતમાં છે અને તેને મદદની જરૂરિયાત છે તો બીજી વ્યક્તિને મદદ કરવા માટે એક વ્યક્તિ નહી પણ અનેક વ્યક્તિઓ મુસીબતનો ભોગ બની રહેલ વ્યક્તિની મદદ માટે આગળ આવી જાય છે.

image source

તો પછી જયારે આખા દેશમાં નોવેલ કોરોના વાયરસના કારણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તેવા સમયે પણ સુરતના એક રિક્ષાવાળા જેઓ છેલ્લા કેટલાક દિવસોથી આવા કપરા સમયમાં પણ દર્દીઓને પોતાની રિક્ષામાં લાવવા અને લઈ જવાની સેવા કોઇપણ પ્રકારના શુલ્ક લીધા વગર આપી રહ્યા છે.

સુરતમાં પણ લૉકડાઉનનુ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. જો કે, ખલિલની સેવાથી પ્રભાવિત થઈને સુરત પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેક્ટર દ્વારા તેને રિક્ષા ચલાવવાની ખાસ મંજૂરી આપવામાં આવી છે.આ ઉપરાંત સુરતની સિવિલ હોસ્પિટલના ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ સહિત તમામ કર્મચારીઓને ખલિલે પોતાનું નામ અને નંબર લખાવી દર્દીઓને જરૂર હોય તો ફોન કરવાની અપીલ પણ કરી છે.

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આખા દેશમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું ત્યારે સુરત શહેરમાં પણ સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરના રિક્ષાવાળા ૫૨ વર્ષીય ખલીલ જેઓ સુરતમાં આ મહામારીના સમયે પણ દર્દીઓને નિઃશુલ્ક સેવા પૂરી પાડીને દર્દીઓના દર્દને દુર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેના લીધે ખલીલ પોતાના મિત્ર વર્તુળમાં ‘ખલીલ રિક્ષાવાળા’ તરીકે ઓળખ બની ગઈ છે. ઉપરાંત ખલીલ રિક્ષાવાળાની સેવાથી પ્રભાવિત થઈને સુરત શહેરના પોલીસ કમિશનર અને જીલ્લા કલેકટર તરફથી ખલીલ રિક્ષાવાળાને આ લોકડાઉનમાં પણ પોતાની રિક્ષા ચલાવવાની ખાસ પરવાનગી આપવામાં આવી છે.

ખલીલ રિક્ષાવાળાએ વધુ સેવા કરી શકવાના ઉદ્દેશથી સુરતની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને હોસ્પીટલના અન્ય કર્મચારીઓને પણ પોતાનું નામ અને ફોન નંબર લખાવી દીધા છે જેથી કરીને કોઇપણ દર્દીને જરૂરિયાત પડે ત્યારે તેઓ ફોન કરીને ખલીલ રિક્ષાવાળાને જાણ કરીને મદદ માટે બોલાવી શકે. ખલીલ રિક્ષાવાળાએ છેલ્લા ૧૫ દિવસમાં ૬૦ કરતા પણ વધારે દર્દીઓની નિઃશુલ્ક સેવા કરવાનો લાભ લીધો છે.

image source

આજે મળેલ કેટલીક ખબરો મુજબ ભારતમાં નોવેલ કોરોના વાયરસના ૩૫૭૭ પોઝેટીવ કેસ નોંધવામાં આવ્યા છે. જયારે ગુજરાતમાં ફક્ત ગુજરાતમાં જ નોવેલ કોરોના વાયરસના ૧૨૨ કેસ નોધવામાં આવ્યા છે. તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત ૨૬૭ વ્યક્તિઓએ કોરોના વાયરસ સામે જીત મેળવીને સાજા થઈ ગયા છે. જયારે ભારતમાં નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત ૮૭ વ્યક્તિઓના મૃત્યુનું કારણ કોરોના વાયરસ બન્યો છે.

નોવેલ કોરોના વાયરસથી સંકમણમાં દુનિયાના ૧૨,૨૫,૦૫૭ વ્યક્તિઓ કોરોના વાયરસનો શિકાર બન્યા છે. દુનિયાના દેશોમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ ઇટલી અને સ્પેનમાં ખુબ જ ભયજનક પરિસ્થિતિનો સામનો કરી રહી છે. ઉપરાંત હવે અમેરિકાને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ