શોપિંગ કરવા જતા મહિલાના હાથથી ભૂલથી તૂટી ગઇ બંગડી, કિંમત જાણીને થઇ બેહોશ, જાણો પછી શું થયુ તે..

શોપિંગ કરવી કોણે નથી ગમતી? એમાં પણ જયારે મહિલાઓની વાત કરીએ તો દરેક મહિલાને અને છોકરીને શોપિંગ કરવી ખુબ જ ગમે છે. ઉપરાંત મહિલાઓને ઘરની વસ્તુઓની શોપિંગ કરવાની હોય કે પછી કોઈ ખાસ અવસર માટે શોપિંગ કરવા માટે તત્પર રહે છે. શોપિંગ કરતા સમયે મહિલાઓ દરેક વસ્તુનું પહેલા જોવે છે ભાવ જાણે છે ત્યાર પછી જો તેને યોગ્ય લાગે તો જ તે વસ્તુ ખરીદે છે નહિતર નહી. આજકાલ મોટાભાગની મહિલાઓ શોપિંગ મોલ માંથી જ ખરીદી કરવાનું પસંદ કરે છે કારણ કે, તેઓને જરૂરિયાતની બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ મળી જાય છે ઉપરાંત ઘણી એ વસ્તુઓ મૂળ કીમતથી ઓછી કિમતમાં પણ મળી જાય છે.

image source

જેમાં કાચની વસ્તુઓ મહિલાઓ માટે ખાસ આકર્ષિત કરે છે. આજે અમે આપને એવી ઘટના વિષે જણાવીશું જેમાં એક મહિલા રોજીંદી જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા મોલમાં જાય છે. ત્યાં આ મહિલા એક બ્રેસલેટ જોવે છે. આ બ્રેસલેટને તે મહિલા પોતાના હાથમાં લઈને જોવે છે. બ્રેસલેટ જયારે હાથમાં હોય છે ત્યારે કઈક એવું થઈ જાય છે કે આ બ્રેસલેટ હાથ માંથી સરકીને નીચે પડી જાય છે અને તૂટી જાય છે. મહિલાએ આ બ્રેસલેટની કીમત પૂછી ત્યારે બ્રેસલેટની કીમત જાણી મહિલા બેહોશ થઈ જાય છે.

image source

આ ઘટના ચીન દેશના હનાન પ્રાંતના રોહિણી શહેરના એક શોપિંગ મોલમાં ઘટી હતી. એક મહિલા પોતાની રોજીંદી જરૂરિયાતની ખરીદી કરવા એક મોલમાં પહોચે છે. આ મોલમાં પહેલા તે જરૂરી શોપિંગ કરે છે ત્યાર પછી આ મહિલા મોલના એક જ્વેલરી શો રૂમમાં કેટલીક વસ્તુઓ જોવા માટે જાય છે. ત્યાં આ મહિલાની નજર એક મોઘાં બ્રેસલેટ પર પડે છે અને આ બ્રેસલેટને તે મહિલા હાથમાં લઈને જોવે છે.

image source

જયારે આ મહિલાના હાથમાં બ્રેસલેટ હોય છે ત્યારે કઈક એવું થાય છે કે આ મહિલાના હાથ માંથી બ્રેસલેટ સરકીને જમીન પર પડી જાય છે અને બે ટુકડા થઈ જાય છે. મોલમાં આવી ઘટના થવી સામાન્ય હોય છે. પણ આ મહિલા માટે બ્રેસલેટ તૂટી જવું બિલકુલ સામાન્ય રહ્યું નહી કારણ કે, જયારે આ મહિલાએ શો રૂમના માલિકને આ બ્રેસલેટની કીમત વિષે પૂછ્યું તો આ મહિલા બ્રેસલેટની કીમત સાંભળીને બેભાન થઈ ગઈ હતી.

image source

આપ પણ વિચારી રહ્યા હશો કે, એવી તો કેટલી કીમત કીધી હશે કે મહિલા કીમત સાંભળતા જ બેભાન થઈ ગઈ. આપ જાણશો તો આપને પણ નવાઈ લાગશે. આ બ્રેસલેટની કીમત શો રૂમના માલિકે ૨૮ લાખ રૂપિયા જણાવી. જે સાંભળીને મહિલા એકદમ જ બેભાન થઈ જાય છે. આ મહિલાના બેભાન થઈ ગયા પછી તેને હોસ્પીટલમાં લઈ જવામાં આવી છે. હોસ્પીટલમાં તેને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. મોટાભાગની વ્યક્તિઓ જયારે ખરીદી કરવા જાય છે ત્યારે તે વ્યક્તિ મોઘી વસ્તુઓ કદાચ તે ખરીદી પણ ના શકે તેમછતાં એ વસ્તુને એકવાર જરૂરથી હાથમાં લઈને જોવાની ઈચ્છા રાખે છે. આ મહિલાના હાથ માંથી જે બ્રેસલેટ સરકીને તૂટી ગયું હતું તે એક અત્યંત કીમતી અને મોઘું હોય છે તેવા હોરા માંથી બનાવવામાં આવ્યું હતું.

image source

સામાન્ય રીતે જોવા જઈએ તો આવું ખરીદી કરતા સમયે કોઈ વસ્તુ હાથમાંથી સરકીને તૂટી જવી ખુબ સામાન્ય વાત છે પણ કોઇપણ વ્યક્તિના હાથમાંથી અજાણતા કોઈ કીમતી વસ્તુ તૂટી જવી શક્ય છે પણ જયારે તે વસ્તુની કીમત જાણ્યા પછી મહિલાનું આ રીતે બેભાન થઈ જવું જે ખુબ નવાઈની વાત છે. બાળકો સાથે આવું થાય છે. અને આવું આપણે સાંભળીએ પણ છીએ પરંતુ કોઈ મહિલા આમ વસ્તુની કીમત સાંભળીને બેભાન થઈ જાય કઈક નવાઈ જેવું છે.

તાજેતરમાં બનેલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ તેજગતિથી વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આપ પણ ધ્યાન રાખવું જો ક્યાંક શોપિંગ કરવા જાવ છો તો અજાણતા આપનાથી આવી ભૂલ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ